Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 556
________________ સાતસો મહાનીતિ મુક્તિ અર્થે આત્મઘર્મ તો વીતરાગ પ્રરૂપિત સિદ્ધાંત અનુસાર જ ઉપાસવા યોગ્ય છે. ૬૮૬. સત્યવાદીને સહાયભૂત થઈશ. સત્યવાદીનો જ પક્ષ કરીશ. જે સત્યવાદી હોય તેને સહાયભૂત થઈશ. ગાંધીજીનું દ્રષ્ટાંત - જેમ મહાત્મા ગાંધીજીએ સત્યનો આગ્રહ રાખ્યો તો ભારત દેશના લોકોએ તેમને સહાય આપી. તેમાં માર પણ ખમવા પડ્યા. સત્યને માટે અનેક લોકોએ પોતાના પ્રાણ પણ આપી દીધા. એમ હું પણ સત્ય છે મત જેનો તેને મદદરૂપ થઈશ પણ સ્વાર્થવશ બની અસત્યવાદીઓને ટેકો આપીશ નહીં. ૬૮૭. પૂર્વ ત્યાગને ત્યાગું છું. સાધુપણું લઈ લોકોને ઠગવાથી દુર્ગતિનું કારણ થાય. આવા ધૂર્ત ત્યાગને ત્યાગું છું. ઘર્મામૃત'માંથી - મરુભૂતિનું દ્રષ્ટાંત – “જ્યારે પાર્શ્વનાથ મરુભૂતિના ભવમાં હતા ત્યારે કમઠનો જીવ તેમનો મોટો ભાઈ હતો. મભૂતિ પ્રઘાન થયો અને રાજા અરવિંદ સાથે લડાઈમાં ગયો, ત્યારે મોટા ભાઈએ પોતાની સત્તાને બળે મરુભૂતિની સ્ત્રી સાથે દુષ્ટ આચરણ કર્યું તેથી રાજાએ તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો. પછી તે ક્રોધથી હાથ પર શિલા રાખી તપસ્યા કરતો હતો. ત્યાં મરુભૂતિ તેની માફી માગવા ગયો ત્યારે શિલા તેના ઉપર નાખી તેને મારી નાખ્યો.” (પૃ.૧૨૩) કમઠનો ત્યાગ તે ધૂર્ત ત્યાગ હતો, સાચો ત્યાગ નહોતો. માટે આવા ઘૂર્ત ત્યાગનો ત્યાગ કરું. ૬૮૮. પ્રાણી પર કોપ કરવો નહીં. કોઈપણ પ્રાણી ઉપર ક્રોઘ કરવો નહીં. ક્રોઘ કરવાથી પોતાનો આત્મા પહેલો દુઃખી થાય છે. પછી બીજાને પણ દુઃખી કરવાનું કારણ ઉપસ્થિત કરે છે. ક્રોઘ પરસ્પર પ્રીતિનો નાશ કરે છે. માટે કોપ એટલે ક્રોઘને જીતવાનો પ્રયાસ કરું, જેથી હું સુખી થાઉં અને સામાવાળો જીવ પણ સુખી થાય. “સમાધિસોપાન'માંથી - “ક્રોઘ વેરીને જીતવો તે જ ઉત્તમ ક્ષમા છે. ક્રોધશત્રુ કેવો છે? આ જીવને વસવાના સ્થાનરૂપ સંયમભાવ, સંતોષભાવ, નિરાકુળતાભાવ, તે સર્વેને બાળનાર અગ્નિ સમાન છે; સમ્યક્દર્શન આદિ રત્નોના ભંડારને તે લૂંટી લે છે; યશનો નાશ કરે છે, અપયશરૂપ કલંકને ફેલાવે છે, ઘર્મ-અઘર્મના વિચારનો વિનાશ કરે છે. ક્રોથીને પોતાનાં મન, વચન, કાયા પોતાને વશ રહેતા નથી. ઘણા કાળની પ્રીતિ ક્ષણ માત્રમાં તોડી તીવ્ર વેર બાંધે છે. ક્રોધરૂપ રાક્ષસ જેને વળગ્યો હોય તે અસત્ય વચન, ભીલ, ચંડાળ આદિ બોલે તેવાં લોકનિંદ્ય વચન બોલે છે. ક્રોધને વશ જીવ પિતાને, માતાને, પુત્રને, સ્ત્રીને, બાળકને, સ્વામીને, સેવકને, મિત્રને મારી નાખે છે; સર્વ ઘર્મનો લોપ કરે છે. તીવ્ર ક્રોથી જીવ વિષથી, કે શસ્ત્રથી પોતે આપઘાત પણ કરે છે; ઊંચાં મકાન કે પર્વત ઉપરથી પડતું મૂકીને કે કૂવામાં પડીને આપઘાત કરે છે. કોઈ રીતે ક્રોઘીનો વિશ્વાસ રાખવા યોગ્ય નથી. ક્રોથી જીવ યમરાજ જેવો છે. ક્રોથી જીવ બીજા જીવોની ઘાતાદિ કરવા ઇચ્છે છે પણ તેથી તે પ્રથમ તો પોતાનાં જ્ઞાન, દર્શન, ક્ષમા આદિ ગુણોની ઘાત કરે છે, પછી સામા જીવનાં કર્મ પ્રમાણે બીજાની ઘાત તો થાય કે ન પણ થાય. ક્રોધના પ્રતાપે મહા તપસ્વી, નગ્ન વનવાસી ૪૯૨

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572