Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 555
________________ સાતસો મહાનીતિ ન્યાયાધિકારીઓએ કહ્યું કે, “તમે બંને દિવ્ય કરી બતાવો.” એટલે પાપબુદ્ધિ બોલ્યો : “તમે અમારો ન્યાય બરાબર કર્યો નહીં. કેમકે ન્યાયમાં પ્રથમ દિવ્ય હોય જ નહીં. કહ્યું છે કે પ્રથમ તો વાદ-વિવાદ સાંભળીને ન્યાય આપવો, અને જો તે બરાબર ન જણાય તો , પછી સાક્ષીઓ લઈને ન્યાય આપવો, અને જો સાક્ષીનો અભાવ હોય તો પછી છેવટે દિવ્ય કરાવવું એમ વિદ્વાનો કહે છે. આ વાતમાં તો અમારે જ્યાં દ્રવ્ય હતું, તે વનની દેવી સાક્ષી છે, તે જે ચોર હશે તેનું નામ આપશે.” અધિકારીઓએ કહ્યું. “તે વાત સત્ય છે. કહ્યું છે કે, જો વાદ-વિવાદમાં એક ચંડાલ પણ સાક્ષી મળે તો ત્યાં દિવ્ય કરાવવું નહીં; તો જ્યાં દેવતા સાક્ષી હોય ત્યાં તો વાત જ શી કરવી?” આ પ્રમાણે ન્યાયાધિકારીઓએ માન્ય કરીને ઠરાવ્યું કે, “કાલે સવારે ત્યાં જઈ વનદેવતાને પૂછવું.” પાપબુદ્ધિ ઘેર આવ્યો અને રાત્રે પોતાના પિતાને કોઈ ખીજડાના વૃક્ષના કોટરમાં ગોપવ્યો. પછી તે વૃક્ષની આસપાસ સિંદુર અને તેલ લગાવ્યું. તેણે પોતાના પિતાને શિખવાડ્યું કે “અહીં જ્યારે વનદેવીને પૂછવામાં આવે ત્યારે તમારે સ્વર બદલાવીને કહેવું કે, ઘર્મબુદ્ધિ ગોમુખી વાઘ છે, તેણે આવીને ઘન કાઢી લીધું છે.” આમ શીખવીને તે ચાલ્યો ગયો. બીજે દિવસે ઘર્મબુદ્ધિ, પાપબુદ્ધિ, રાજા અને અધિકારી પ્રમુખ લોકો વનમાં ગયા. પછી વનદેવીની પૂજા કરીને પૂછ્યું કે, “હે વનદેવતા! આ દ્રવ્ય કોણે લીધું છે તે કહો.” એટલે ખીજડીના કોટરમાંથી એવો શબ્દ નીકળ્યો કે, “ગોમુખી વાઘ ઘર્મબુદ્ધિ દ્રવ્ય લઈ ગયો છે”. પછી અઘિકારીઓ ઘર્મબુદ્ધિને કહેવા તત્પર થયા કે, “આ દ્રવ્ય મેં લીધું છે. તેવામાં ઘર્મબુદ્ધિએ સર્વની સમક્ષ તે ખીજડાના વૃક્ષને અગ્નિ લગાડ્યો, જેથી તે વૃક્ષ બળવા માંડ્યું, એટલે જેનું અધું અંગ દશ્ય થયેલું છે અને જેની આંખો ફટી ગઈ છે તેવો પાપબુદ્ધિનો પિતા તેના કોટરમાંથી નીકળ્યો. તે જોઈ અધિકારીઓ આશ્ચર્ય પામીને બોલ્યા કે- “અરે શ્રેષ્ઠિ! આ શું? તેં વૃદ્ધાવસ્થામાં આવું પાપ કેમ કર્યું? શ્રેષ્ઠી બોલ્યો – “આ પાપ મને પુત્રે કરાવ્યું.” ત્યારથી તે બંને લોકમાં ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ એવા નામથી પ્રસિદ્ધ થયા. રાજાએ દાંભિક પાપબુદ્ધિનું સર્વસ્વ લુંટી લઈને તેને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. રાજાએ શુદ્ધઘર્મી ઘર્મબુદ્ધિનાં ઘણાં વખાણ કર્યા અને તે સુખી થયો. આ બંને મિત્ર (ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ) ની વાર્તા સાંભળીને ગૃહસ્થ વ્રતધારીઓએ દંભ છોડીને વ્યવહાર કરવો, જેથી સૌભાગ્ય અને લક્ષ્મી પ્રાપ્ત થાય.” (પૃ.૨૦૧) માટે માયા કરું નહીં, પણ ઘર્મમિત્રમાં તો કદી માયા કરું જ નહીં એવો દ્રઢ નિશ્ચય રાખું. ૬૮૫. ચતુર્વર્તી ઘર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણ છે. તેમાં પોતે જે વર્ણમાં જન્મ ધારણ કર્યો હોય તે વર્ણના ઘર્મ એટલે કર્તવ્યને, વ્યવહારમાં ભૂલું નહીં. જેથી પોતાના સમાજમાં ટીકાને પાત્ર ન થાઉં. પણ ૪૯૧

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572