Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 560
________________ સાતસો મહાનીતિ ક્ષત્રીપુત્ર મૃત્યુ પામીને તમે બે ભાઈ થયા છો. ઘીરના જીવે તે ભવમાં બોલેલા અનર્થદંડરૂપ વાક્યની આલોચના કરેલી નહીં હોવાથી આ મહિસેન જિલ્લાના રોગથી પીડિત થયો અને મુનિને ઉપચારવડે જીવાડ્યા હતા તેથી પ્રાપ્ત થયેલ લબ્ધિથી તારા પ્રયાસવડે તે નિરોગી થયો. આ પ્રમાણેનો પૂર્વભવ સાંભળી બંને ભાઈઓને જાતિસ્મરણજ્ઞાન થવાથી અનર્થદંડને મૂળમાંથી નિવારી બંને જણે મુનિપણું ગ્રહણ કર્યું. આ શૂરસેન અને મહિસેનના દૃષ્ટાંતથી પાપનું મૂળ જે અનર્થદંડ તેનો મૂળમાંથી ત્યાગ કરવો. (પૃ.૨) ૬૯૨. આરંભોપાધિ ત્યાગું છું. સર્વ પ્રકારના આરંભ તથા ઉપાધિનો ત્યાગ કરી મારા આત્માનું કલ્યાણ કરું. આરંભ ઉપાધિને લીધે ચિત્તની વૃત્તિ સ્થિર રહેતી નથી, તેમજ સત્સંગનો અવકાશ મળતો નથી; માટે પ્રવૃત્તિના મુખ્ય કારણભૂત એવા આરંભોપાધિને ત્યાગું છું. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– ‘ઉપાધિના યોગને લીધે શાસ્ત્રવાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવાનું સ્મરણ રાખજો. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.’’ (વ.પૃ.૨૬૨) ‘જેણે પોતાનાં ઉપજીવિકા જેટલાં સાધનમાત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે સત્પુરુષોને સેવે છે, જેણે નિગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંઘપણે વિચરે છે, શત્રુમિત્ર પ્રત્યે જે સમાન વૃષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમનો કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ઘ્યાનમાં જે લીન છે, એવા જિતેંદ્રિય અને જિતકષાય તે નિગ્રંથો પરમ સુખી છે.’’ (વ.પૃ.૧૦૬) ૬૯૩. કુસંગ ત્યાગું છું. કુસંગ એટલે ખરાબ સંગ. જેનાથી આત્માનું અહિત થાય તેવો સંગ. જેવો સંગ તેવો રંગ લાગે છે. માટે હવે કુસંગને ત્યાગી સત્સંગ કરી આત્માનું કલ્યાણ કર્યું. ‘બોધામૃત ભાગ-૩”માંથી : “નિર્વાણ માર્ગે સુવહાણ જેવા, કુસંગ-કાર્યોય મુકાવનારા; સન્માર્ગ આપીય ટકાવનારા, શ્રીમદ્ ગુરુ છે જગમાંહિ ન્યારા” ! ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માગો છો તે આગમ વિરુદ્ધ છેજી. ભલે તમે દેવ ગુરુ સાચા માનતા હો, પણ હજી પરમકૃપાળુદેવમાં ૪૯૬

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572