Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 561
________________ સાતસો મહાનીતિ પરમેશ્વરબુદ્ધિ યથાર્થ થઈ જણાતી નથી, તેથી જ્યાં ત્યાં માથાં ભરાઈ જાય છે. આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ હશે જાણી આત્મપરીક્ષા કરી પરમકૃપાળુદેવ સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ નથી એવો દ્રઢ નિશ્ચય કરવા ભલામણ છેજી. જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલાં ચાકળા લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં, મહેનત વ્યર્થ જશે. કાગળ લખવા વિચાર નહોતો પણ એમ ને એમ માનમાં વહ્યા જશે, તેને કહેનાર કોઈ ત્યાં નથી એમ જાણી દયાભાવથી કાગળ લખ્યો છે. તેનો સવળો વિચાર કરી નમ્રતા ઘારણ કરી, વીસ દોહાનો વારંવાર વિચાર અનુપ્રેક્ષા કરી એક “સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે જ” એ ભાવમાં આત્માને લાવશો અને અન્યજનોનાં વ્રતો અને પરમકૃપાળુ પ્રભુશ્રીજીને હાથે મળેલાં વ્રતોમાં આભજમીનનો ભેદ છે તે વિચારી બાહ્ય આશ્ચર્ય ભૂલી ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી ઘેર બેઠા બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નીવેડો આવશેજી. (બો.૩ પૃ.૭૮૩) મંત્રનું સ્મરણ-જાપ વિશેષ વિશેષ થાય તેમ કર્તવ્ય છેજી. જેને મતનો આગ્રહ હોય તેવાના કુસંગથી જીવને ખોટો આગ્રહ પકડાઈ જાય છે ને જીવ કલ્યાણ માનવા લાગે છે. માટે બાઈઓના સંગ કરતાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ માળા ફેરવવી એ વઘારે હિતકારી છેજી. પરમકૃપાળુદેવનાં પદ શીખવાં.” (બો.૩ પૃ.૭૫૫) શ્રી જેસીંગભાઈ શેઠનું દ્રષ્ટાંત – “અસત્સંગમાં સત્સંગે ચઢેલી જીવની દશા લૂંટાઈ જાય છે, એ મોટો ગેરલાભ તથા પરિભ્રમણનો હેતુ છેજી. સમજવા માટે સદગત શેઠ જેસંગભાઈ ઊજમશીભાઈ (અમદાવાદ) ના જીવનનો પ્રસંગ લખું છું - પરમકૃપાળુદેવ મોક્ષમાળા છપાવવા અમદાવાદ ગયેલા ત્યારે તેમને શેઠના પ્રસંગમાં આવવાનું બનેલું, અને અતિશયથારી પરમકૃપાળુદેવની ચમત્કૃતિથી તે તેમના તરફ બહુમાન ઘરાવતા થયા. તેમના ગચ્છમાં દિવાળીબાઈ આર્જાને પણ તેમણે પરમકૃપાળુદેવની પ્રશંસા સંભળાવી કે અમારા એક મહેમાન મુંબઈથી આવ્યા છે તે અમારા મનની વાતો જાણી કહી દેખાડે છે. પરંતુ વિચક્ષણ આર્યા સમજી ગઈ કે તે સાધુઓ કરતાં તેમના પ્રત્યે વિશેષ આકર્ષાયા છે. તેથી અસત્સંગરૂપ તે આર્યાએ કહ્યું કે ગમે તેવો ક્ષયોપશમ હોય પણ આખરે તો તે સંસારી જ ને? સાધુપણા વગર પૂજ્યતા ક્યાંથી હોય? આટલી ઝેરની કણી શેઠની શરૂઆતની કોમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા સમર્થ થઈ પડી. પછી ઘણી વખત પરમકૃપાળુદેવને મળેલા, તેમણે જાતે પીરસી તેમને જમાડેલા પણ અસત્સંગનું ઝેર ન ગયું. સામાન્યપણું થઈ ગયું. આપણા ઓળખીતા છે, મેળાપી છે, એવો ભાવ પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પછી પણ રહ્યો. પરમકૃપાળુદેવે પરમશ્રત પ્રભાવક મંડળમાં સારી રકમ તેમની પાસે લખાવેલી; તેથી પ્રથમવૃત્તિ (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની) છપાઈ ત્યારે શેઠને ભેટ મળી, પણ શ્રદ્ધા વિના તે કબાટમાં જ રહી. પણ ફરી સત્સંગનો યોગ પુણ્યના ઉદયે બન્યો ત્યારે તે પુસ્તક વાંચી આશ્ચર્ય પામ્યા અને પોતાની ભૂલ સમજાઈ. તે મુમુક્ષુઓને કહેતા કે ભાઈ, ભૂલેચૂકે પણ અસત્સંગના ફંદામાં ફસાશો નહીં. એ તો મહાભાગ્યશાળી કે પ.પૂ.પ્રભુશ્રીજીની કપાને પાત્ર તે થયા, નહીં તો ઉત્તમ યોગ મળવા છતાં મનુષ્યભવ વ્યર્થ જતો રહે.” (બો.૩ પૃ.૭૭૫) શ્રી દામજીભાઈનો પ્રસંગ – “શરીર પ્રારબ્ધને આધારે પ્રવર્તે છે, પણ મન આપણા હાથમાં છે. તેને સદ્ગુરુના સત્સંગની ભાવનાથી રોકવું હોય તો રોકાય અને ભટકતું રાખવું હોય, અનાદિના સંસ્કારમાં, કુગુરુ આદિની સોબતમાં હજી રમાડવું હોય તો તેમ પણ બની શકે છે. પણ તેનું ફળ ૪૯૭

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572