Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 568
________________ સાતસો મહાનીતિ પ્રકારે વર્તી દોષોનું નિવારણ કરું. દ્વાદશ પ્રકારના તપમાં પ્રાયશ્ચિત્ત નામનું એક અંતરંગ તપ છે. જેના વડે ગુરુ આજ્ઞાએ ઘણા પાપોથી હલકા થઈ શકાય અને નવીન કર્મ બંઘ થતો અટકાવી શકાય. ક્ષમાપના'માંથી :- “હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહ્યું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું.” ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'માંથી : ભગવાન મહાવીરના જીવે પૂર્વભવમાં કરેલ આલોચના નંદનઋષિનું દ્રષ્ટાંત – આ ભરતક્ષેત્રમાં છત્રિકા નામની નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની ભદ્રા નામની પટ્ટરાણીએ નન્દન નામના પુત્રને જન્મ આપ્યો. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો, એટલે તેને પિતાનું રાજ્ય મળ્યું. રાજ્યનું પાલન કરતાં તે નન્દનરાજાને જન્મથી આરંભીને ચોવીશ લાખ વર્ષ વ્યતીત થયાં. એકદા પોટ્ટિલ નામના આચાર્ય વિહારના ક્રમથી તે નગરીમાં સમવસર્યા. તેમને વંદન કરવા માટે નન્દન રાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં ગુરુને વિધિપૂર્વક વંદના કરી ઘર્મ શ્રવણ કરવા બેઠા. ગુરુએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો કે - આત્મપ્રદેશની સાથે સંલગ્ન થઈને રહેલાં કર્મોને તપાવવા એવા સૂક્ષ્મ જ્ઞાનને પંડિત પુરુષો તપ કહે છે. તેમાં પ્રાયશ્ચિત્તાદિક અત્યંતર એવું તપ ઇષ્ટ છે અને અનશનાદિક બાહ્ય તપ તે અત્યંતર તપને વૃદ્ધિ પમાડનાર છે, એટલે દ્રવ્યતા ભાવતનું કારણ છે, તેથી બાહ્યતા પણ ઇષ્ટ છે. જે તપ કરવાથી દુર્થાન ન થાય, મન, વચન અને કાયાના યોગની હાનિ ન થાય તથા ઇન્દ્રિયો ક્ષીણ ન થાય તેવું જ તપ કરવું. ઇત્યાદિ ઘર્મદેશના સાંભળીને પ્રતિબોથ પામેલા નન્દનરાજાએ વૈરાગ્યથી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. પછી કલંકરહિત ચારિત્રનું પાલન કરીને આયુષ્યના અંતસમયે તેમણે નીચે પ્રમાણે આલોચના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. કાળ, વિનય વિગેરે જે આઠ પ્રકારે જ્ઞાનાચાર હેલો છે, તેમાં કાંઈપણ અતિચાર થયો હોય તેને હું ત્રિવિશે (મન,વચન, કાયાવડે) નિંદુ છું. નિઃશંકિત વિગેરે જે આઠ પ્રકારે દર્શનાચાર કહેલો છે. તેમાં મને જે કાંઈ અતિચાર લાગ્યો હોય તેને હું ત્રિવિધે વોસિરાવું છું. મોહથી અથવા લોભથી જે મેં સૂક્ષ્મ તથા બાદર પ્રાણીઓની હિંસા કરી હોય તેને પણ હું ત્રિવિશે વોસિરાવું છું. હાસ્ય, ભય, ક્રોઘ કે લોભાદિકના વશથી મેં જે કાંઈ અસત્ય ભાષણ કર્યું હોય તે સર્વની નિંદા કરવાપૂર્વક હું આલોચના કરું છું. રાગથી અથવા બ્રેષથી થોડું કે ઘણું જે કાંઈ અદત્ત એટલે પરદ્રવ્યનું મેં ગ્રહણ કર્યું હોય તે સર્વનો હું ત્યાગ કરું છું. મેં પૂર્વે તિર્યંચ, મનુષ્ય કે દેવ સંબંઘી મૈથુનનું મનથી વચનથી કે કાયાથી સેવન કર્યું હોય તેને હું ત્રિવિશે ત્રિવિધે તજું છું. લોભના દોષથી બહુ પ્રકારે મેં ઘન, ઘાન્ય અને પશુ વિગેરેનો જે સંગ્રહ કર્યો હોય તેને હું ત્રિવિધે તજું છું. સ્ત્રી, પુત્ર, મિત્ર, બન્યું, ધાન્ય, ઘર અને બીજી કોઈપણ વસ્તુમાં મેં જે કાંઈ મમતા કરી હોય તેનો હું ત્રિવિશે ત્રિવિધે ત્યાગ કરું છું. ઇન્દ્રિયોથી પરાભવ પામીને રસેંદ્રિયના પરવશપણાથી મેં જે ચારે પ્રકારનો આહાર રાત્રે ખાઘો હોય તેને પણ હું ત્રિવિષે નિંદુ છું. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ક્લેશ, ચાડી, પરનિંદા, જુઠું આળ અને બીજું પણ જે કાંઈ ચારિત્રાચાર સંબંધી મેં દુષ્ટ આચરણ કર્યું હોય તે સર્વને હું ત્રિવિધે તજું છું. બાહ્ય તથા અત્યંતર તપને વિષે જે કાંઈ અતિચાર ૫૦૪

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572