Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 567
________________ સાતસો મહાનીતિ માટે કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે તો પણ પાપના વિચાર કરું નહીં. કારણ એના ફળ ઘણા કડવા હોય છે. પછી રડતા પણ છૂટતા નથી. કદિ પાપના વિચારો આવી જાય તો તરત જ ભગવાન સમક્ષ ક્ષમાપના માંગી, પશ્ચાત્તાપ કરી પાપથી નિવૃત્ત થાઉં; કારણ સંસારથી છૂટવાનો એ જ ઉપાય છે. “ધર્મામૃત'ના આઘારે : પ્રાયશ્ચિત્ત તપ – પ્રાયશ્ચિત્ત તપ શા માટે કરવું? તો કે –પ્રમાદથી લાગેલા દોષોને દૂર કરવા માટે, વ્રતમાં જે જે દોષો લાગ્યા હોય તેનો ત્યાગ કરવા માટે અને ભાવની નિર્મળતામાં લાગેલા અતિચારરૂપ શલ્યથી રહિત થવા માટે. પ્રાયશ્ચિત્ત તપના દસ ભેદ - ૧. આલોચના - ગુરુ આગળ બાળકની જેમ સરળતાથી પોતાના દોષનું કહેવું તે પ્રાયશ્ચિત તપનો પ્રથમ ભેદ છે. ૨. પ્રતિક્રમણ - જે પાપ કર્યા હોય તેનાથી પાછા હટવું. પશ્ચાત્તાપ કરીને ફરી તે પ્રમાણે ન કરવાનો સંકલ્પ કરવો તે પ્રતિક્રમણ નામનો બીજો ભેદ છે ૩. તદુભય - આલોચના અને પ્રતિક્રમણ એક જ દોષને નિવારવા માટે બન્ને ક્રિયા કરે તે તદુભય. ૪. વિવેક - ભોજનમાં કંઈ જીવડું પડી ગયું હોય તેને કાઢી નાખે. ઈયળ વગેરે સાથે બફાઈ ગયેલ હોય તો તે ભોજનને દૂષિત જાણી તેનો ત્યાગ કરે. તે વિવેક નામનો પ્રાયશ્ચિત્તનો ભેદ છે. ૫. વ્યુત્સર્ગ - મળત્યાગ, દુઃસ્વપ્ન, દુઃચિંતન, મહા અટવી કે નદીને પાર ઊતરવા વગેરેથી અતિચાર લાગતાં અંતર્મુહૂર્નાદિ કાળ સુઘી કાયોત્સર્ગ (દેહ મમત્વના ત્યાગ) પૂર્વક સ્થિતિ કરવી તે વ્યુતસર્ગ નામનું પ્રાયશ્ચિત્ત છે. ૬. તપ - ભગવાને કહેલા આચરણમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં કહેલી વિધિ અનુસાર જે ઉપવાસ, એકાસણું, આંબેલ વગેરેનું ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તે કરવું તે તપ છે. ૭. છેદ - લાંબાકાળના દીક્ષા પર્યાયમાંથી એક દિવસ કે પક્ષાદિ વડે તેને છેદવી-ઓછી ગણવી તેને આચાર્ય છેદ કહે છે. ૮. મૂળ - દીક્ષા લીધા પછી એવા દોષો લગાડે કે ગુરુ તેની સર્વ દીક્ષા પર્યાયનો છેદ કરીને ફરી દીક્ષા આપે તે મૂળ છે. ૯. પરિહાર - પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે અમુક સમય માટે અપરાથી મુનિને સંઘમાંથી દૂર કરવો તે પરિહાર છે. ૧૦. શ્રદ્ધાન - સૌગતાદિ મિથ્યામતરૂપ મિથ્યાત્વ પ્રાપ્ત કરીને તેમાં સ્થિત રહેલા સાધુને ફરીથી દીક્ષા ગ્રહણ કરાવવી તે શ્રદ્ધાન નામનું પ્રાયશ્ચિત્ત છે. આ પ્રમાણે વ્યવહારનયથી પ્રાયશ્ચિત્ત દશ ભેદવાળું છે અને ભાવથી દોષના પ્રકાર પ્રમાણે તે અસંખ્યાત લોક પ્રમાણ ભેદવાળું ભાવ પ્રાયશ્ચિત્ત થાય છે. ૬૯૬. પ્રાયશ્ચિત્તાદિકની વિસ્મૃતિ નહીં કરું. થયેલા દોષો ગુરુ આગળ કહ્યાં પછી ગુરુ જે પ્રાયશ્ચિત્તાદિક આપે તેની વિસ્મૃતિ કરું નહીં. પણ તે • 1 ૫૦૩


Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572