Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 565
________________ સાતસો મનનીતિ ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – . “કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા છે." કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તો પશ્ચાત્તાપ ઘણો કરજો, અને ક્ષમાપના માગજો. પછીથી તેમ કરશો નહીં.’’ (વ.પૃ.૧૨) “સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે.” (પૃ.૨૦૧) “વીર સ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભુલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો.'' (વરૃ.૧૬¢} “પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્ગુરુ અને સત્શાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે.’' (વ.પૃ.૪૨૨) “શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પરલોકમય અને અનુકંપા છૂટે છે; આત્મા કોમળ થાય છે. ત્યાગવા યોગ્ય વસ્તુનો વિવેક આવતો જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઇ॰ જે જે દોષ વિસ્મરણ થયા હોય તેનો પશ્ચાત્તાપ પણ થઈ શકે છે. આમ એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે.'' (પૃ.૮૭) “નિકાચિત્ કર્મમાં સ્થિતિબંધ હોય તો બરોબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તો તે વિચારે, પશ્ચાત્તાપ, જ્ઞાનવિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તો ભોગવ્યે છૂટકો.'' (વ.પૃ.૭૩૪) “અનંતા જ્ઞાનીપુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે.'' (વ.પૃ.૭૯) : ‘ઉપદેશામૃત'માંથી – ‘‘ચોરી કરી હોય; પાપ કર્યા હોય તે આ ભવનાં તો આપણને યાદ હોય તે તેનો વિચાર કરીને પશ્ચાત્તાપ કરે કે અરેરે! મેં ક્રોધ સેવીને, માન સેવીને, માયા સેવીને, લોભ સેવીને, આરંભપરિગ્રહ સેવીને હિંસા કરીને ઘણા પાપ ઉપાર્જન કર્યા છે. એવા અનિષ્ટ દુઃખનાં કારણ હવે નથી સેવવાં એવો નિશ્ચય કરે અને જે ઉદરપોષણ નિમિત્તે પાપ કર્યાં હોય તેના પશ્ચાત્તાપમાં ઉપવાસ કરવા, ઊણોદરી કરવી, રસત્યાગ કરવો કે એવાં તપ આદરે તો જે પાપનું ફળ આવવાનું હતું તે નિકાચિત ન હોય તો તે નિર્જરી જાય અને ઉદય આવે તે પણ ઓછો રસ આપે. પરિણામ મોળાં પડવાથી નવો બંધ પણ નજીવો થાય.' (ઉં.પૃ.૨૯૫) “સમકિતી જીવ પશ્ચાત્તાપ કરે છે પણ ખેદ નથી કરતો, જે થયું તે અજ્ઞાનથી થયું, એમ યથાતથ્ય જુએ છે અને ફરી એમ ન થાય એ વિચારે છે. જેમ એક માણસ આખી રાત અંધારામાં ભટક્યો હોય અને સૂર્યોદય થતાં રસ્તો મળે તો વિચારે કે હું કેટલું નકામું આપડ્યો !'' (ઉ.પૂ.૪૧૬) “મુમુક્ષુ – પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો? પ્રભુશ્રી – ભક્તિ, સ્મરણ. પશ્ચાત્તાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય. કદાચ કષ્ટ આપે. પરંતુ સ્મરણમક્તિ પ્રેમપૂર્વક કરે ને ભગવાનનું રટણ કરે, સદ્ગુરુમંત્રમાં રહે તો કોટિ કર્મનો ક્ષય થાય. એવો એ ભક્તિનો મહિમા છે.’’ (ઉ.પૃ.૪૪૩) ૫૦૧

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572