Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 553
________________ સાતસો મનનીતિ તે રસ ઘટાડવાને અથાણાનો ત્યાગ કરે છેજી. જેમ જેમ દયાની લાગણી વધતી જાય તેમ તેમ જીવ પોતાના આત્માને પાપના કારણોથી બચવા થોડી વસ્તુઓથી પેટ પૂરતો ખોરાક નિર્દોષપણે લેવાની યોજના કરીને જીવે છેજી. (પૃ.૨૩૪) ૬૮૦. એક કુળમાં કન્યા આપું નહીં, લઉં નહીં. કન્યાને પોતાના જ કુળમાં આપું નહીં અથવા પોતાના કુળની કન્યાને પુત્રવધૂ તરીકે લઉં નહીં. ૬૮૧. સામા પક્ષનાં સગાં સ્વધર્મી જ ખોળીશ. પુત્ર કે પુત્રીના લગ્ન માટે સામા પક્ષના સગાં સ્વધર્મના જ શોધીશ. કારણ કે પુત્રી જૈનધર્મી હોય અને એના સાસરા પક્ષવાળા વૈષ્ણવ વગેરે હોય તો તેને ધર્મક્રિયા કરવામાં બાધા આવે, માટે સામા પાવાળા સ્વધર્મ જ ખોળા જ શ્રી જૈન હિતોપદેશ'માંથી :– સરખા ધર્મ આચરણવાળા સાથે વિવાહ કરવો; પણ ગોત્રીય સાથે કરવો નહીં. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં એક ગોત્રવાલા સાથે વિવાહ કરવાનો નિષેધ કર્યો છે. સ્ત્રી અને ભર્તારનો ધર્મ એક જ હોય તો ધર્મ સંબંધી તકરાર ઊઠવાનો સંભવ રહે નહીં. પણ ધર્મકાર્ય કરવામાં પરસ્પર એકબીજાને સહાયભૂત થાય. (પૃ.૧૨૦) માટે સામા પક્ષનાં સગાં સ્વધર્મી જ ખોળીશ. ૬૮૨. ધર્મકર્તવ્યમાં ઉત્સાહાદિનો ઉપયોગ કરીશ. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે ઘર્મ કહ્યો છે. અથવા ક્ષમા આદિ દશલક્ષણરૂપ ધર્મ કહ્યો છે. તે ધર્મ કર્તવ્યમાં વિનય, વિવેક સહ ઉત્સાહપૂર્વક પ્રવર્તીશ જેથી શીઘ્ર કર્મોનો નાશ થાય. વસ્તુપાલ તેજપાલનું દૃષ્ટાંત મહા ગુજરાતના મહામંત્રી વસ્તુપાલ તેજપાલ થઈ ગયા. જેમણે ધર્મના અનેક કર્તવ્યો ઉત્સાહપૂર્વક કર્યાં. તે નીચે પ્રમાણે ઃ— (૧) જેણે અનેક સાધુ સંતોને દાન આપ્યા. (૨) જેણે અનેક ગરીબોના દુઃખ ફેડ્યા. (૩) જેણે અનેક યાત્રીઓના પગ ધોયા. (૪) જેણે સિદ્ધગિરીના ૧૩ યાત્રાસંઘ કાઢ્યા. (૫) જેણે અનેક જ્ઞાનભંડારો માટે શાસ્ત્રો લખાવ્યા. (૬+૭) તથા આબુ માઉન્ટ ઉપર જેણે ભવ્ય અદ્ભુત જિનાલયોનું નિર્માણ કર્યું. જે આજે પણ જગત પ્રસિદ્ધ છે. એમ ધર્મકર્તવ્યો કરવામાં સદા ઉત્સાહ આદિનો ઉપયોગ કરીશ. ૬૮૩. આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતો જઈશ. પોતાની આજીવિકા પ્રાપ્ત કરતાં સામાન્ય પાપ થાય તો પણ કંપારી છૂટે કે આ પાપ મારે કરવા પડે છે એનો અંતરમાં પશ્ચાત્તાપ કરીશ, અને તે પાપ પણ છૂટે એવી ભાવના રાખીશ. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને કે વચનને ન હોય. અનાચારથી મને સુખી થતું નથી, આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. ન ન ચાલતાં ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર (અસત્ય અને સહજ માયા) સેવવો પડે તો મહાશોચથી સેવવો, પ્રાયશ્ચિત્ત ઘ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દોષ ન આવવા જોઈએ – ૨. મિત્રથી વિશ્વાસઘાત ૧. કોઈથી મહા વિશ્વાસઘાત ૩. કોઈની થાપણ ઓળવવી ૪. વ્યસનનું સેવવું ૪૮૯

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572