Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 551
________________ સાતસો માનીતિ રસ પદાર્થ વિગેરેમાં બીજી વસ્તુનો ભેળસેળ કરવો નહીં, ખોટા વાંધા પાડવા નહીં, લાંચ ખાવી નહીં. સારું કરવામાં વચ્ચેથી ખાઈ જવું નહીં, કરેલ સાટું ખોટું બોલીને ભાંગવું નહીં. ખોટું નાણું આપવું નહીં, પારકા ઘરાક ભાંગવા નહીં, વચન ફેર કરવું નહીં, અંધારે એકની બીજી અથવા ભારેને બદલે હલકી વસ્તુ આપવી નહીં, અક્ષર ભેદ કરવો નહીં, લખેલા અક્ષર ફેરવવા નહીં, પરપંચના કરવી નહીં, કોઈને ઠગવું નહીં, પરને ઠગનાર માણસ ખરી રીતે પોતે જ ઠગાય છે, સંસારમાં તેની હલકાઈ થાય છે અને સ્વર્ગ કે મોક્ષની તેવા માયાવી મનુષ્યને પ્રાસિ થતી નથી; માટે કિંદ પણ પરવંચના કરવી નહીં. સત્ય માર્ગે ચાલવું. સત્ય માર્ગે ચાલતાં અવશ્ય પુષ્કળ ઘનની પ્રાપ્તિ થાય છે.’’ (પૃ.૧૨૫) ૬૭૮. જીવહિંસક વ્યાપાર કરું નહીં. જે વ્યાપાર કરવાથી જીવોની હિંસા થાય તેવા વ્યાપાર કરું નહીં. અનાજનો વ્યાપાર કે ખેતી વગેરેના ધંધામાં ઘણી જીવ હિંસા થતી હોવાથી તેવા વ્યાપાર કરું નહીં. *હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી – અનાજનો વ્યાપાર જો કે શ્રાવકે બનતા સુધી તેમાં હિંસા વિશેષ હોવાથી ક૨વા યોગ્ય નથી, છતાં આજીવિકા નિમિત્તે કરવો પડે તો પણ દુષ્કાળ પડે તો ઠીક, એમ ચિંતવવું નહીં. વૈદ્યનો વ્યાપાર કરવો ઘટિત નથી, છતાં વૈદ્ય કે ડૉક્ટર થાઓ તો ‘ રોગની વૃદ્ધિ કે રોગની ઉત્પત્તિ થયે આનંદ માનવો નહીં.' વસ્ત્રાદિકના વ્યાપારમાં પણ જેથી ઘણા મનુષ્યોને ગેરલાભ કે હાનિ થાય તેવું મોંઘાપણું ચિંતવવું નહીં; કારણ કે મોંધુ થવાનું હોય તો અણચિંતવ્યું પણ થાય છે. માત્ર તેવા સંકલ્પ વિકલ્પથી જીવ ફોગટ કર્મ બાંધે છે. આવી બાબતમાં જેનું મન નિશ્ચળ છે તે પ્રશંસનીય છે અને જેનું મન માઠા વિચારવાળું છે તેને જોવાથી પણ પાપ લાગે છે. (પૃ.૧૨૩) ૬૭૯, ના કહેલા અથાણાદિક સેવું નહીં, ભગવાને જે અથાણા, મુરબ્બા વગેરેની ના કહી છે તેનું સેવન કરું નહીં. : ‘બોઘામૃત ભાગ-૩'માંથી – “લીલોતરીનો ત્યાગ કર્યો છે તેમાં અથાણાનો સમાવેશ થતો નથી. લીલોતરીમાં તો સચિત્ત ઊગેલી કે ઊગતી વનસ્પતિ સમાય છે અને અથાણામાં અચિત્ત થઈ ગયેલી વસ્તુઓ મુખ્યપણે હોય છે. એટલે કોઈ જીવોને મારે મારા આહાર અર્થે હણવા નથી એવી ભાવના લીલોતરીના ત્યાગીને હોય છે; કારણ કે બીજા જીવોને હણવાથી મારા આત્માને સંસાર-પરિભ્રમણનું કારણ રાગદ્વેષ છે તેમાં પ્રવૃત્તિ થાય છે, તે રાગદ્વેષ ટાળવા આ લીલોતરીના જીવો પ્રત્યે દયા રાખું છું એટલે મારા જીવને જ બચાવું છું. રસમાં લુબ્ધ થવાથી ઘણી વખત આ જીવ છેદાયો છે, ભેદાયો છે, શેકાયો છે, તળાયો છે અને વારંવાર સંતાપ પામ્યો છે, તે ભાન નહોતું; પણ પરમકૃપાળુદેવની કૃપાથી આ મૈં જીવની હવે તેવી દશા ન થાય તે અર્થે બીજા જીવો પ્રત્યે તેવા દુ:ખની આ જીવને હવે ઇચ્છા નથી. બીજું અથાણામાં ફૂગ આવે છે તે વનસ્પતિકાયના જીવો છે, અને ન સચવાય તો લીધેલા વ્રતમાં દોષ થવાનો સંભવ છેજી. જે વિચારવાન જીવો લીલોતરીનો ત્યાગ કરી શકતા નથી તેવા જીવો પણ અથાણાનો ત્યાગ એવી ભાવનાથી કરે છે કે એકેંદ્રિય જીવો બધા બચાવી શકાય તેમ હાલ લાગતું નથી, પણ બેઇંદ્રિય આદિ ત્રસ (હાલતાં ચાલતાં) જીવો અથાણામાં પડે છે તે એક જાતનો કહોવારો છે તે ખાવો ઘટતો નથી; તથા રસના લોભી જીવ અથાણા કરી રાખી, શાક ન મળી શકે તેવી મોસમમાં અથાણાથી ૨સ પોષવાનું કરે છે ૪૮૮

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572