Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 554
________________ સાતસો મહાનીતિ ૫. મિથ્યા આળનું મુકવું ૬. ખોટા લેખ કરવા ૭. હિસાબમાં ચુકવવું ૮. જુલમી ભાવ કહેવો - ૯. નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો ૧૦. ન્યૂનાવિક તોળી આપવું ૧૧. એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું ૧૨. કર્માદાની ઘંઘો – એ વાટેથી ૧૩. લાંચ કે અદત્તાદાન કંઈ રળવું નહીં. એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયો.” (વ.પૃ.૧૭૯) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા૨'માંથી – “ખર કમ તજીને, ન્યાયવૃત્તિ મૂક્યા સિવાય, શુદ્ધ વ્યવસાયવડે ગૃહસ્થ દ્રવ્યવૃદ્ધિ કરે.” ખર કર્મ એટલે નિર્દય જનોને ઉચિત એવા કોટવાલ, ગુણિપાલ (જેલર) અને સીમપાલ (સીમાનો રક્ષક) વિગેરેની નોકરી કે જે અત્યંત પાપવ્યાપાર વાળી છે તે શ્રાવકે ન કરવી અને સજ્જનોને સ્તુતિ કરવા યોગ્ય એવી ન્યાયવૃત્તિ રાખવી. કહ્યું છે કે – “ડાહ્યા માણસો ન્યાયપરાયણપણે જ દ્રવ્ય ઉપાર્જન કરવાનો યત્ન કરે છે; કારણ કે સંપદા મેળવવાનો કષ્ટ વિનાનો ઉપાય ન્યાય જ છે.” અનુચિત એવા વ્યાપાર કરવા વડે દ્રવ્ય મેળવવું તે પણ અન્યાયવૃત્તિ છે. (પૃ.૧૮૯) ૬૮૪. ઘર્મમિત્રમાં માયા રમું નહીં. ઘર્મમિત્રોમાં કોઈ દિવસ માયા કરું નહીં. મહાપુરુષો માયા કરવાની જ ના પાડે છે તો પછી ઘર્મમિત્રમાં તો માયા કેમ કરું? ન જ કરું. સમાધિસોપાન'માંથી :- “સર્વ અનર્થોનું મૂળ કપટ છે; પ્રીતિ અને પ્રતીતિનો તે નાશ કરે છે. કપટીમાં અસત્ય, છળ, નિર્દયતા, વિશ્વાસઘાત આદિ ઘણા દોષો વસે છે. કપટીમાં ગુણો રહેતા નથી, માત્ર દોષોનો ભંડાર તે બને છે. માયાવી આ લોકમાં અપયશ પામે છે અને મરીને તિર્યંચ-નરક આદિ ગતિ પામે છે; ત્યાં અસંખ્યાત કાળ સુધી પરિભ્રમણ કરે છે. માયાચાર રહિત આર્જવઘર્મ-સરળતા ઘારે તેનામાં સર્વ ગુણો આવીને વસે છે; તે સર્વની પ્રીતિ, પ્રતીતિને પાત્ર બને છે; પરલોકમાં દેવોને પૂજ્ય ઇંદ્રપ્રતીંદ્ર આદિ થાય છે. માટે સરળ પરિણામ જ આત્માને હિતકારી છે. (પૃ.૩૧૫) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - ઘર્મબુદ્ધિ તથા પાપબુદ્ધિનું દ્રષ્ટાંત – ભીમપુર નામના નગરથી પાપબુદ્ધિ અને ઘર્મબુદ્ધિ નામે બે મિત્ર દ્રવ્ય કમાવાને માટે દેશાંતરે ગયા. ત્યાં દ્રવ્ય ઉપાર્જન કરી પાછા પોતાને ઘેર ત્વરાથી આવતા હતા. બોજો વધારે હોવાથી તેઓ કેટલુંક દ્રવ્ય ગામની બહાર દાટીને ઘેર આવ્યા. એક વખત પેલા બે મિત્રમાંથી પાપબુદ્ધિ રાત્રે જઈને દાટેલું દ્રવ્ય કાઢી લઈ તે ખાડો કાંકરાથી પૂરી ઘેર આવ્યો. અન્યદા ઘર્મબુદ્ધિએ પાપબુદ્ધિ પાસે આવીને કહ્યું કે, “હું દ્રવ્ય વિના દુઃખી થાઉં છું, માટે ચાલો, પેલું દ્રવ્ય કાઢી લાવીએ.’ પાપબુદ્ધિ બોલ્યો-“ચાલો જઈએ'. પછી બંને દ્રવ્ય લેવા ગયા. ત્યાં ખાડો ખોદીને જોતાં દ્રવ્ય રહિત જોઈ પેલો દાંભિક પાપબુદ્ધિ કપટથી માથું કૂટવા લાગ્યો અને બોલ્યો – “અરે ઘર્મબુદ્ધિ! આમાંથી તું જ ઘન કાઢી ગયો છે.” ઘર્મબુદ્ધિએ કહ્યું કે, “મેં લીધું નથી પણ તેં લીધું છે, અને આ ખોટી માયા કરે છે; મેં તો દંભવૃત્તિ કરવાના પચ્ચખાણ લીધા છે. આ પ્રમાણે વાદ-વિવાદ કરતાં બંને રાજદ્વારમાં ફરિયાદે ગયા. બંને પરસ્પર એક બીજાના દૂષણ કહેવા લાગ્યા. તે સાંભળી ૪૯૦

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572