________________
સાતસો માનીતિ
કે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને તે વાત જ્યારે જીવથી મનાય છે,ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.'
(વ.પૃ.૪૧૧)
“ઘણા શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાનીપુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.’’ (વ.પૂ. ૪૩૭)
૫૮૯. સદ્ગતિ ધર્મને જ સેવીશ.
જે ધર્મ આરાધવાથી જીવની સદ્ગતિ થાય અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય એ ધર્મને જ સેવીશ. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘અનાદિકાળથી કર્મજાળનાં બંધનથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમયમાત્ર પણ તેને ખરું સુખ નથી. અધોગતિને એ સેવ્યા કરે છે; અને અધોગતિમાં પડતા આત્માને ઘરી રાખનાર જે વસ્તુ તેનું નામ ધર્મ' કહેવાય છે.” (પૃ.૬૩)
:
મોક્ષમાળા વિવેચન'માંથી – ‘‘વસ્તુસ્વભાવધર્મ, રત્નત્રયધર્મ, દશલક્ષણધર્મ, અહિંસા થર્મ એમ અનેક પ્રકારે ધર્મ કહેવાય છે. એ સદ્ઘર્મ છે. બાકી ધર્મ શબ્દ અનેક અર્થમાં વપરાય છે. રાજાનો ધર્મ, સ્ત્રીનો ધર્મ વગેરે – અહીં “ધર્મ' શબ્દ ફરજના અર્થમાં છે. અનાદિકાળથી આ આત્મા કર્મજાળનાં બંધનથી સંસારમાં રઝળ્યા કરે છે. જેમ માછલાં જાળમાં સપડાઈ જાય છે તેમ જીવ કર્મરૂપી જાળમાં સપડાઈ જાય છે અને દુઃખી થાય છે. સમય માત્ર પણ તેને ખરું સુખ નથી. ખરું સુખ = સમાધિ સુખ. સમકિત ન થાય ત્યાં સુધી એક સમય પણ તેની પ્રાપ્તિ નથી. આત્માનું શાશ્વત સુખ સમકિતની ફરસના થાય તેને સમજાય. આ આત્મા અધોગતિને સેવ્યા કરે છે. સંસારમાં દુઃખનાં પ્રમાણમાં સુખ અતિ અલ્પ છે. અનંતકાળની અપેક્ષાએ દુઃખમાં ઘણા ભવ ગાળ્યા પછી એકાદ ભવમાં સારી ગતિ મળે ને સાતા સુખ મળે. ઘર્મ આરાધે ત્યારે સારી ગતિ થાય અને મોક્ષ પણ પામે. ધર્મ આત્માને અધોગતિમાં પડતા અટકાવે છે. અધોગતિ એટલે નરતિર્યંચમાં ન જવા દે અને મનુષ્ય, દેવમાં લઈ જાય, તે ધર્મ.' (પૃ.૨૦) ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – કામદેવ શ્રાવકની ધર્મતૃઢતા કામદેવ શ્રાવકનું દૃષ્ટાંત મહાવીર ભગવંતના સમયમાં દ્વાદશવ્રતને વિમળ ભાવથી ઘારણ કરનાર વિવેકી અને નિગ્રંથવચનાનુરક્ત કામદેવ નામનો એક શ્રાવક તેઓનો શિષ્ય હતો. સુધર્માસભામાં ઇંદ્રે એક વેળા કામદેવની ધર્મ અચળતાની પ્રશંસા કરી. એવામાં ત્યાં એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠો હતો. તે બોલ્યો : ‘“એ તો સમજાયું! નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, તેમજ જ્યાં સુધી પરિષહ પડ્યા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ધર્મ‰ઢ. આ મારી વાત હું એને ચળાવી આપીને સત્ય કરી દેખાડું.'' ધર્મવૃઢ કામદેવ તે વેળા કાર્યોત્સર્ગમાં લીન હતો. દેવતાએ હાથીનું રૂપ વૈક્રિય કર્યું, અને પછી કામદેવને ખૂબ ગુંદ્યો તોપણ તે અચળ રહ્યો; એટલે મુશળ જેવું અંગ કરીને કાળા વર્ણનો સર્પ થઈને ભયંકર હુંકાર કર્યો, તોય કામદેવ કાર્યોત્સર્ગથી લેશ ચળ્યો નહીં; પછી અટ્ટહાસ્ય કરતા રાક્ષસનો દેહ ધારણ કરીને અનેક પ્રકારના પરિષદ કર્યા, તોપણ કામદેવ કાર્યોત્સર્ગથી ચાળ્યો નહીં. સિંહ વગેરેનાં અનેક ભયંકર રૂપ કર્યા; તોપણ કાયોત્સર્ગમાં લેશ હીનતા કામદેવે આણી નહીં. એમ રાત્રીના ચાર પહોર દેવતાએ કર્યા કર્યું, પણ તે પોતાની ઘારણામાં ફાવ્યો નહીં. પછી તેણે ઉપયોગ વડે કરીને જોયું તો મેરુના શિખરની પેઠે તે અડોલ રહ્યો દીઠો. કામદેવની અદ્ભુત નિશ્ચલતા જાણી તેને વિનય ભાવથી પ્રણામ કરી દોષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયો.
—
૪૪૨