Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 542
________________ સાતસો મહાનીતિ તે સેચનક હાથી નંદિષણને જોઈ વિચારવા લાગ્યો કે આ કુમાર મારો કોઈ સંબંઘી જણાય છે. એમ વિચારતાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું. એટલે તે તરત જ શાંત થઈ નંદિષેણ પાસે આવીને ઊભો રહ્યો. તેને આલાનસ્તંભે બાંધી દીધો. જ્યારે ભગવાન પધાર્યા ત્યારે શ્રેણિક રાજા પૂછે છે કે આ હાથી નંદિષણની પાસે આવીને શાંતિથી કેમ ઊભો રહ્યો? ત્યારે ભગવાને ઉપર પ્રમાણે તેનો પૂર્વભવ કર્યો. નંદિષણ શ્રેણિકરાજાએ ફરી પૂછ્યું કે હવે એઓનું ભવિષ્યમાં શું થશે? ભગવાને કહ્યું સુપાત્રદાનના ફળમાં નંદિષણ દિવ્ય ભોગ ભોગવી ચારિત્ર લઈ સ્વર્ગે જશે. અને અનુક્રમે મોક્ષપદને પામશે. તથા હાથી મરીને પહેલી નરકે જશે. પછી નંદિષેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. અન્યદા વૈરાગ્ય પામી ચારિત્ર લેવા તૈયાર થયો ત્યારે શાસનદેવીએ ના પાડી કે તારે હજી ભોગાવલી કર્મ બાકી છે. તો પણ માન્યું નહીં. ચારિત્ર લઈ ભગવાન સાથે વિચરવા લાગ્યા. કેટલાક કાળે તીવ્ર ભોગાવલી કર્મનો ઉદય થવાથી પહાડ ઉપરથી પડતું મૂકવા ગયા. ત્યાં શાસનદેવીએ ઉપાડી લીધો. દેવીએ કહ્યું કે ભોગાવલી કર્મ પૂર્ણ કર્યા વિના મરણ થવાનું નથી. છઠ્ઠના પારણે ગામમાં ફરતા અજાણ્યે ગણિકાના ઘરમાં જઈ ધર્મલાભ આપ્યો ત્યારે વેશ્યા બોલી અમારે ધર્મલાભનું કાંઈ કામ નથી, અર્થલાભ જોઈએ. મુનિએ ઉપરથી ઝાડનું એક તરણું ખેચ્યું કે લબ્ધિવર્ડ દશ કરોડ સુવર્ણની વૃષ્ટિ થઈ. તે જોઈ વેશ્યા આશ્ચર્ય પામી તેમના ચરણે વળગી પડી અને બોલી તમને જવા નહીં દઉં. અનેક પ્રકારે પ્રાર્થના કરવાથી દેવીનું વચન યાદ આવ્યું કે ભોગાવલી કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. છતાં એવો અભિગ્રહ લીધો કે અહીં આવતા દશજણને પ્રતિબોધ કરી ભગવાન પાસે HOMOLO - ચારિત્ર લેવા મોક્લવા; ત્યારપછી જ આહાર લેવો. એવો અભિગ્રહ ધારણ કરીને રહ્યા. એવી રીતે બાર વર્ષ વ્યતીત થયા. એક દિવસ નવ જણા બોઘ પામ્યા પણ દશમો બોધ પામ્યો નહીં. વેશ્યાએ બે વાર રસોઈ બનાવી પણ એ દશમો બોધ ન પામે ત્યાં સુધી જમે નહીં. ત્યારે વૈશ્યા હસતી હસતી બોલી દશમાં તમે; એટલે તે તરત સાથેના કપડાં પહેરી રવાના થયા. વેશ્યા પગમાં પડી ઘણી વિનવવા લાગી કે મારી ભુલ થઈ છતાં તેણે માન્યું નહીં. એમ સત્પાત્રે દાન આપવાનું ફળ મોક્ષ જાણી, અયોગ્ય દાનનો ત્યાગ કરું. ૪૮૦

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572