Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 546
________________ સાતસો મહાનીતિ પ્રમાણે રાજા વિક્રમે સાદા વેષમાં આવી પોતાના પાંચ રત્નો માંગ્યા. ત્યારે સંન્યાસીએ વિચાર્યું કે એ પાંચ રત્નો જો ન આપીશ અને આ વ્યક્તિ કાંઈ બોલશે તો વેશ્યાને પણ મારા ચરિત્ર પ્રત્યે અવિશ્વાસ ઉત્પન્ન થશે અને આ રત્નોનો થાળ આપશે નહીં. માટે તરત જ તે રત્નો વિક્રમને પાછા આપી દીધા. પછી વેશ્યાની ) દાસીએ આવીને તુરંત કહ્યું કે હવે તમારી પુત્રી સમજી ગઈ છે, હવે તે બધું તમારું કહેલું માનશે. માટે રત્નોનો થાળ પાછો લઈ આવો. એમ યુક્તિ કરી ઘર્મને નામે ધૂર્તતા કરનારા પાસેથી પણ રત્નો પાછા કઢાવી લીધા. માટે પાપના કારણરૂપ ઘર્મઘૂર્તતાને ત્યાગું છું. ક૭૧. માયાથી નિવત્ છું. માયાનો ત્યાગ કરું. મોક્ષે જવું હશે તો માયાનો ત્યાગ કરી સરળતા લાવવી પડશે. કારણ મોક્ષના દ્વારમાં પ્રવેશ કરવો હોય તો સીઘા થવું પડે. વક્રપણું હોય તો મોક્ષના દ્વારમાં પ્રવેશ કરી શકાય નહીં. સરળતા એ ઘર્મના બીજસ્વરૂપ છે. માયાથી સ્ત્રીપર્યાય મળે છે, અથવા તિર્યંચગતિમાં જવું પડે છે. માટે મરણાંત કષ્ટ આવી પડે તો પણ માયા કરું નહીં એવો ભાવ કેળવું. “મોક્ષમાળા વિવેચન'માંથી – “કપટ રહિત આચાર પાળવો.” લોકને દેખાડવા કરે તે કપટ છે. તે યોગ્ય નથી. આત્માર્થે કપટ રહિત આચાર પાળે તે યોગ્ય છે. ઉપરથી લોકને દેખાડવા કરે પણ અંતરમાં ભાવ ન હોય, વાસના બીજી હોય તો તે ક્રિયા કપટવાળી છે. (પૃ.૧૬૭) “માયામાં વર્તવાનું કારણ શું? કંઈક લોભ હોયચશનો, સારું દેખાડવાનો, તો માયા થાય. હોય એના કરતાં બીજો દેખાવ કરે તે માયા. માયાને શલ્ય કહે છે. માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણમાંથી એક શલ્ય હોય તો પણ તે વ્રતાદિ સાચા ન કહેવાય. વૃત્તિ રોકે તો વ્રત કહેવાય. માયાને લીધે વૃત્તિ રોકાય નહીં. માયાનું આવરણ નથી તૂટતું, એટલી નિર્બળતા છે. હિંમત કરે તો સાચું કહી દે. પ્રજ્ઞાસહિત સરળતા હોય, તો યોગ થાય.” (પૃ.૧૬૯) ૬૭૨. પાપમુક્ત મનોરથ સૃત કરું છું. સર્વ પ્રકારના પાપોથી મુક્ત થવાનો મનોરથ નિરંતર સ્મૃતિમાં રાખું. કારણ આ જીવ સવારથી તે રાત્રે ઊંઘમાં પણ પાપ જ કર્યા કરે છે. માટે “હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે.” અથવા આ મારો મનોરથ છે તેને હે નાથ! પૂર્ણ કરો. યોગશાસ્ત્ર ભાષાંતર'માંથી - શ્રાવકોએ નીચેના મનોરથો કરવા જૈનધર્મથી રહિત થઈ ચક્રવર્તી પણ હું ન થાઉં; પણ જૈનધર્મથી વાસિત દાસ કે દરિદ્ર થાઉં તો તે પણ મને સંમત છે. અહો!હું આ સર્વ સંયોગોનો ત્યાગ કરી, જીર્ણપ્રાય વસ્ત્રવાળો થઈ, મળથી ભિંજાયેલા શરીરવાળો છતાં શરીર ઉપરથી નિરપેક્ષ બની માધુરી વૃત્તિવાળી મુનિચર્યાનો ક્યારે આશ્રય કરીશ? દુ:શીલોની સોબતનો ત્યાગ કરી, ગુરુ મહારાજની પાદરજને સ્પર્શ કરતો, યોગનો અભ્યાસ કરી આ સંસારનો નાશ ૪૮૪

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572