Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 535
________________ સાતસો મનનીતિ છે, કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યક્ છે. જે લાગ્યું તે જણાવ્યું છે.'' (પૃ.૩૧૪) એક નિર્ધન મનુષ્યનું દૃષ્ટાંત – સર્વથી શ્રેષ્ઠ ધન સંતોષધન, એક મહાત્મા ધ્યાનમાં બેઠા હતા. ત્યાં એક નિર્ધન માણસે આવી મહાત્માને કહ્યું કે મહાત્મા ! હું બહુ દુઃખી છું, તેનો કોઈ ઉપાય બતાવો. મહાત્માએ કહ્યું : જા સામે તળાવના કાંઠે રત્નચિંતામણિ પડ્યો છે તે લઈ લે. ત્યાં જઈ તેણે તે રત્નચિંતામણિ લીઘો અને તે વડે ઇચ્છિત વસ્તુ મેળવી પણ તેને વિચાર આવ્યો કે આ મહાત્માએ તે કેમ ન લીધો? પછી મહાત્મા પાસે જઈ પૂછ્યું કે આપે તે રત્નચિંતામણિ કેમ ન લીધો? ત્યારે મહાત્માએ કહ્યું : અમારી પાસે તેથી પણ વિશેષ સંતોષરૂપ ઘન છે, જેથી એ ઘન અમને ધૂળસમાન લાગે છે. એમ કર્મ ઉદયે નિર્ધનાવસ્થા પામ્યું તો હું પણ ભૌતિક સામગ્રીને તુચ્છ ગણી સંતોષભાવ કેળવવા પ્રયત્ન કરું. *હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી – “ઉત્તમ મનુષ્ય કદી લાભાંતરાયનો ઉદય થવાથી પ્રાપ્ત થયેલ ઘન ખોવે તો પણ દિલગીર ન થાય, તેના કારણોનો વિચાર કરી તેવા તેવા કારણ તજે અને લક્ષ્મી મેળવવાના સદુપાયો ચિંતવી તે માટે પ્રયત્ન કરે; કારણ કે લક્ષ્મી ઉદ્યમવંતની દાસી છે. ઉદ્યમવંત જ તે મેળવી શકે છે; પરંતુ તે ઉદ્યમ ધર્મી જીવોને સત્વર ફળીભૂત થાય છે, માટે દરેક રીતે ધર્મ કરવો. જે વખતે સંપત્તિ ઘટે ત્યારે વિચાર કરે કે ‘કાપેલું વૃક્ષ પણ પાછું ફળે છે–વધે છે; ચંદ્ર કૃષ્ણપક્ષમાં ક્ષીણ થયેલો શુક્લપક્ષમાં પાછો વધે છે; તેમ આપત્તિ પણ આવેલી પાછી જાય છે ને સંપત્તિ પ્રાપ્ત થાય છે.' માટે ઉત્તમ પુરુષે તો આપત્તિમાં ને સંપત્તિમાં બંનેમાં સમાન વૃત્તિ રાખવી. સંપત્તિ આવ્યે હરખાઈ જવું નીં અને વિપત્તિ આવ્યે અકળાઈ જવું નહીં. વળી આપત્તિ ને સંપત્તિ બંને મોટાને જ હોય છે. ગ્રહણ ચંદ્ર ને સૂર્યનું જ થાય છે, બીજા જ્યોતિષ-ચક્રનું થતું નથી. મૂળથી દરિદ્રીને આપત્તિ કે સંપત્તિ હોતી નથી. વળી ચિંતા પણ સુજ્ઞને હોય છે, મૂર્ખને હોતી નથી. મૂર્ખ તો સદા નિશ્ચિંત જ હોય છે. આના વિષે દૃષ્ટાંત નીચે પ્રમાણે – ― આભડશેઠનું દૃષ્ટાંત – પાટણશહેરમાં શ્રીમાળી જ્ઞાતિના નાગરાજ નામે શેઠ હતા. લોકો તેને કોટીધ્વજ કહેતા હતા. તેને મેલાદેવી નામે સ્ત્રી હતી. અન્યદા તે સગર્ભા થઈ, તેવામાં નાગરાજ શેઠ મૃત્યુ પામ્યા, એટલે રાજાએ તેને અપુત્રીઓ જાણીને તેનું સર્વ દ્રવ્ય લઈ લીધું. મેલાદેવી પોતાને પિયર ઘોળકે ગઈ. ત્યાં તેને અમારી પડહ વગડાવવાનો દોહલો થયો. તેના પિતા દ્રવ્યવાન હોવાથી તેણે અમારી પડહ વગડાવી, જીવહિંસા અમુક દિવસો સુધી બંધ રખાવી, તેનો દોલો પૂર્યો. અનુક્રમે તેને પુત્રનો પ્રસવ થયો. તેનું નામ તેના માતામહે અભય રાખ્યું, પરંતુ લોકોમાં તો તે આભડ નામથી પ્રસિદ્ધ થયો. પછી આભડ માતાની રજા લઈને યોગ્ય ઉંમરે પાટણ ગયો. ત્યાં પોતાના જીર્ણ ગૃહમાં રહેતાં તેમાંથી તેના પુણ્યયોગે દ્રવ્ય પ્રગટ થયું. તે દ્રવ્યવાન થઈને વ્યાપાર કરવા લાગ્યો, અને લાછલદે નામની સ્ત્રી પરણ્યો. અનુક્રમે કોટીજ થયો અને તેને પુત્ર થયા. વળી પાછો અશુભ કર્મનો ગાઢ ઉદય થવાથી તે નિર્ધન થઈ ગયો, એટલે તેની સ્ત્રી ત્રણે પુત્રોને લઈને પોતાને પિયર ગઈ. આભડ ઘરમાં એકલો રહ્યો. તે પોતાને ન છાજે તેવા ચર્મની કોથળી ઘસવી વિગેરે ઉદ્યોગ પેટને માટે કરવા લાગ્યો. એમ કરતાં એક માણું અનાજ મળે એટલે તે પોતાને હાથે દળે, હાથે રાંધે અને એકલો જમે. આ પ્રમાણે દુઃખમાં દિવસો વ્યતિક્રમાવવા લાગ્યો. કર્તા કહે છે કે – ૪૭૩

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572