Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 533
________________ સાતસો માનીતિ ઘૂંટવો પડશે. પોતે જાણે છે તે સાચવીને ગોપવી રાખે તેનો કે જે યાદ હોય તે સરળતાથી બોલી જાય તેનો કે જે યાદમાં હોય કે સ્મૃતિમાં હોય તેનો – એકેનો ગર્વ કરવા જેવું ક્યાં છે? એનું શું મહત્વ છે? પણ આપણા સ્વાધ્યાયમાં કોઈ સાંભળી જાય તો કાંઈ નુકસાન થવાનું છે ? ભલેને બધાય વહેલા વહેલા મોક્ષે જતા. કોઈ અધિકારી જીવ હોય તેનું કલ્યાણ થાય. કાંઈ ગર્વ કરવા જેવું નથી. કોઈ કોઈ તો નિકટભવી આમ કાને વાત પડતાં પકડ કરી મોક્ષે ચાલ્યા જાય છે. અને કેટલાકને કેટલુંય સંઘર સંઘર કર્યું હોય છતાં પરિભ્રમણ કરવું પડે છે.'' (પૃ.૨૯૭) ૬૪૭. ધર્મ નામે ક્લેશમાં પડું નહીં. ધર્મના નામે ક્લેશ કરવાની ભગવાનની આજ્ઞા નથી. જેમકે કોઈ કહે સંવત્સરી ચોથની કરવી અને કોઈ કહે પાંચમની કરવી. પણ તેના નિમિત્તે કષાય ક્લેશ કરવા નહીં. ધર્મના નિમિત્તે જ ક્યાય ક્લેશ જીવ કરે તો પછી છૂટવાનો આરો ક્યાં રહ્યો. માટે ધર્મના નામે ક્લેશમાં પડું નહીં. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘સંવત્સરીનો દિવસ કંઈ સાઠ ઘડીથી વધતો ઓછો થતો નથી; તિથિમાં કંઈ ફેર નથી. પોતાની કલ્પનાએ કરી કંઈ ફેર થતો નથી. ક્વચિત્ માંદગી આદિ કારણે પાંચમનો દિવસ ન પળાયો અને છઠે પાળે અને આત્મામાં કોમળતા હોય તો તે ફળવાન થાય. હાલમાં ઘણા વર્ષો તે થયાં પર્યુષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલે છે. બીજા આઠ દિવસ ઘર્મ કરે તો કંઈ ફળ ઓછું થાય એમ નથી. માટે તિથિઓનો ખોટો કઠાગ્રહ ન રાખતાં મૂકવો. કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાચ વધારે છે. હૂંઢિયા અને તપા તિથિઓનો વાંધો કાઢી-જાદા પડી – ‘શું જાદો છું' એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મોક્ષ જવાનો રસ્તો નથી. ઝાડને ભાન વગર કર્મ ભોગવવાં પડે છે તો મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહીં ભોગવવું પડે ? જેથી ખરેખરું પાપ લાગે છે તે રોકવાનું પોતાના હાથમાં છે, પોતાથી બને તેવું છે તે રોકતો નથી; ને બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કર્યે જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શનો મોહ રહ્યો છે. તે મોહ અટકાવવાનો છે. મોટું પાપ અજ્ઞાનનું છે.’’ (વ.પૃ.૭૦૭) વાડામાં ક્લ્યાણ નથી; અજ્ઞાનીના વાડા હોય. હૂંઢિયા શું ? તપા શું? મૂર્તિ માને નહીં ને મુમતિ બાંધે તે કુંઢિયા; મૂર્તિ માને ને મુમતિ ન બાંધે તે તપા; એમ તે કંઈ ધર્મ હોય ! એ તો લોઢું પોતે તરે નહીં, અને બીજાને તારે નહીં તેમ. વીતરાગનો માર્ગ અનાદિનો છે. જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ; બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તો તે માનવું નહીં, એમ કલ્યાણ હોય નહીં. ઢુંઢિયાપણું કે તપાપણું માન્યું તો કષાય ચઢે; તપો ઢુંઢિયા સાથે બેઠો હોય તો કષાય ચઢે; અને ઢુંઢિયો તપા સાથે બેઠાં કષાય ચઢે; આ અજ્ઞાની સમજવા, બન્ને સમજ્યા વગર વાડા બાંધી કર્મ ઉપાર્જન કરી રખડે છે. વહોરાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા છે. મુમતિ આદિનો આગ્રહ મૂકી દેવો. જૈન માર્ગ શું? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવું તે. અજ્ઞાની સાધુઓએ ભોળા જીવોને સમજાવી તેને મારી નાખ્યા જેવું કર્યું છે. પોતે જો પ્રથમ વિચાર કરે કે મારા દોષ શું ઘટ્યા છે? તો તો જણાય કે જૈન ધર્મ મારાથી વેગળો રહ્યો છે, જીવ અવળી સમજણ કરી પોતાનું કલ્યાણ ભૂલી જઈ, બીજાનું અકલ્યાણ કરે છે. તપા હૂંઢિયાના સાધુને, અને હૂંઢિયા તપાના સાધુને અન્નપાણી ન આપવા માટે પોતાના શિષ્યોને ૪૭૧

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572