Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 511
________________ સાતસો મનનીતિ પ્રોષધ દિન છે. તે દિવસે ઉપવાસ કે એકાસણું કરીને ધર્મધ્યાનમાં સમય વ્યતીત કરવો ને પ્રોષઘોપવાસ છે. (૫) ભરતમહારાજા પણ મહિનામાં ચાર દિવસ પ્રૌષધવ્રત કરીને રાદિવસ ધર્મધ્યાન કરતા હતા. ૫૯૯. બાંઘેલો આશ્રમ સેવું છું. ચાર પ્રકારના આશ્રમના બાંધાને સેવું. (૧) બ્રહ્મચર્યાશ્રમ (૨) ગૃહસ્થાશ્રમ (૩) વાનપ્રસ્થાશ્રમ (૪) સંન્યાસાશ્રમ. 'શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “આર્ય ગ્રંથકર્તાઓએ બાંઘેલા ચાર આશ્રમ જે કાળમાં દેશની વિભૂષારૂપે પ્રવર્તતા હતા તે કાળને ધન્ય છે! ચાર આશ્રમમાં પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ, એમ અનુક્રમે છે. પણ આશ્ચર્ય એ કહેવું પડે છે કે, તેવો અનુક્રમ જો જીવનનો હોય તો ભોગવવામાં આવે. સરવાળે સો વર્ષના આયુષ્યવાળો, તેવી જ વૃત્તિએ ચાલ્યો આવ્યો તો તે આશ્રમનો ઉપભોગ લઈ શકે. પ્રાચીન કાળમાં અકાળિક મોત ઓછાં થતાં હોય એમ એ આશ્રમનાં બાંધા પરથી સમજાય છે.’’ (વ.પૃ.૨૦૮) “આર્યભૂમિકા પર પ્રાચીન કાળમાં ચાર આશ્રમ પ્રચલિત હતા, એટલે કે, આશ્રમધર્મ મુખ્ય કરીને પ્રવર્તતો હતો. પરમર્ષિ નાભિપુત્રે ભારતમાં નિગ્રંથધર્મને જન્મ આપવા પ્રથમ તે કાળના લોકોને વ્યવહારધર્મનો ઉપદેશ એ જ આશયથી કર્યો હતો. કલ્પવૃક્ષથી મનોવાંછિતપણે ચાલતો તે લોકોનો વ્યવહાર હવે ક્ષીણ થતો જતો હતો; તેઓમાં ભદ્રપણું અને વ્યવહારની પણ અજ્ઞાનતા હોવાથી, કલ્પવૃક્ષની સમૂળગી ક્ષીણતા વેળા બહુ દુઃખ પામશે એમ અપૂર્વજ્ઞાની ઋષભદેવજીએ જોયું. તેમની પરમ કરુણાવૃષ્ટિથી તેમના વ્યવહારની ક્રમમાલિકા પ્રભુએ બાંધી દીધી. તીર્થંકરરૂપે જ્યારે ભગવંત વિહાર કરતા હતા, ત્યારે તેમના પુત્ર ભરતે વ્યવહારશુદ્ધિ થવા માટે । તેમના ઉપદેશને અનુસરી, ચાર વેદની તત્સમયી વિદ્વાનો સમીપે યોજના કરાવી; ચાર આશ્રમના ધર્મ તેમાં દાખલ કર્યા તેમજ ચાર વર્ણની નીતિરીતિ તેમાં દાખલ કરી. પરમ કરુણાથી ભગવાને જે લોકોને ભવિષ્ય ધર્મપ્રાપ્તિ થવા માટે વ્યવહારશિક્ષા અને વ્યવહારમાર્ગ બતાવ્યો હતો તેમને ભરતજીના આ કાર્યથી પરમ સુગમતા થઈ.'' (વ.પૃ.૨૦૮) ૬૦૦, અકરણીય ક્રિયા, જ્ઞાન સાધું નહીં. જે ક્રિયા કરવા યોગ્ય નથી તે કરું નહીં, અને જે જ્ઞાન સાધ્ય કરવા યોગ્ય નથી તે સાધ્ય કરું નહીં. જે ક્રિયા કે જ્ઞાનથી મોહની વૃદ્ધિ થાય તે સર્વ અકરણીય ક્રિયા કે જ્ઞાન છે; તેને સાધું નહીં. મોક્ષમાળા વિવેચન'માંથી :– ‘(૭) અકરણીય વિલાસ - જરૂરત ઉપરાંતની વસ્તુઓને વિલાસ કહે છે. જ્ઞાનીપુરુષોએ ન કરવાનું કહ્યું હોય તે કરે તે અકરણીય વિલાસ અથવા ન કરવા યોગ્ય એવા બિનજરૂરી ભોગ તે અકરણીય વિલાસ. નહીં કરવા જેવા વિલાસ – મોજશોખમાં ખોટી થાય તો આત્માનું કરવાનું રહી જાય. જેની જરૂર નથી તેવી વસ્તુઓ ચા, પાનસોપારી, વધારે પડતું નાહવું, ઘોવું, સિનેમા, ફરવા જવું વગેરે એ મુમુક્ષુને જરૂરનાં નથી. એવા કામોની ટેવ પડે તો પછી આત્માનું કામ ન ૪૫૧

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572