Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 526
________________ સાતસો મહાનીતિ બે કલાકે પાણી પીવું જોઈએ એવો આયુર્વેદનો પણ મત છે. ૨૨. ચાલતાં પાણી પીઉં નહીં. ચાલતાં ચાલતાં પાણી પીવાથી કોઈ વાર શ્વાસ નળીમાં પાણી ચાલ્યું જાય તો શરીરને નુકસાન થાય. માટે ચાલતા ચાલતા પાણી પીઉં નહીં, પણ સ્થિર બેસીને પાણી પીઉં. ક૨૩. રાત્રે ગળ્યા વિના પાણી પીવું નહીં. રાત્રે પાણી પીવું જ નહીં એવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. છતાં ન છૂટકે પીવું પડે તો ગાળીને પાણી પીવું જેથી અણગળ પાણીનો દોષ ન લાગે. ક૨૪. મિથ્યા ભાષણ કરું નહીં. અસત્ય વચન બોલું નહીં. સત્ય વચન બોલવાનો જ હમેશાં લક્ષ રાખું. “મોક્ષમાળા પ્રવેશિકા'માંથી – “સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં પૂર્વકર્મથી, અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થ દેશથી સત્ય વચન બોલવાનો નિયમ રાખવા યોગ્ય છે. તે મુખ્ય આ પ્રમાણે - (૧) કન્યાલીક, મનુષ્યસંબંઘી અસત્ય; (૨) ગોવાલિક, પશુ સંબંધી અસત્ય; (૩) ભૌમાલીક, ભૂમિ સંબંઘી અસત્ય; (૪) ખોટી સાક્ષી; (૫) થાપણ મૃષા, એટલે વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં, તે સંબંધી ઇનકાર જવું તે. આ પાંચ સ્થૂળ પ્રકાર છે. આ સંબંધમાં વચન બોલતાં પરમાર્થસત્ય ઉપર ધ્યાન રાખી, યથાસ્થિત એટલે જેવા પ્રકારે વસ્તુઓનાં સમ્યક સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાનો નિયમ, તેને દેશથી વ્રત ઘારણ કરનારે અવશ્ય કરવા યોગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે.” (પૃ.૬૭૭) - શ્રીમદ્ રાજચંદ્ર -ખંભાતમાં કરેલા ઉપદેશનો સાર ૬૨૫. સશબ્દોને સન્માન આપું. અવિનાશી એવા આત્માની શ્રદ્ધા કરાવે તેવા શબ્દો અથવા આત્માને જન્મમરણનો ભય ટાળી નિર્ભય બનાવે એવા જ્ઞાની પુરુષોના જે શબ્દો છે તે બધા શબ્દો છે. તેથી જ્ઞાની પુરુષોના વચનામૃતોને સન્માન આપું. પ.પૂ.પ્રભુશ્રીજીનું દ્રષ્ટાંત – પરમકૃપાળુદેવનો જ્યારે પત્ર આવે ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજી તે પત્રને ઊંચે આસને મૂકી પ્રથમ વારંવાર નમસ્કાર કરે. પછી પત્ર ખોલે અને જાણે અમૃતના ઘૂંટડા પીતા હોય તેમ તેને પ્રેમપૂર્વક વાંચે. એમ વચનામૃતોને સન્માન આપવાથી તે જીવનમાં પરિણમે. માટે સત્પરુષોના સલ્શબ્દોને સન્માન આપું. “બોઘામૃત ભાગ-૩'માંથી – “ઘણા કાગળો જાય ત્યારે કોઈક દિવસે ઉત્તર મળતો. પણ જે દિવસે પત્ર આવે તે દિવસે જાણે સોનાનો સૂર્ય ઊગ્યો તેમ લાગતું. પત્ર વાંચ્યા પહેલાં તો પત્રનાં દર્શનથી જાણે સાક્ષાત્ સપુરુષનાં દર્શન થયાં એમ લાગતું. સંઘાડામાં બીજા વિરોઘી સાધુઓ હોવાથી કોઈ બીજાના સિરનામે પત્ર મંગાવવો પડતો. તે પત્ર મળે એટલે તુર્ત તો વંચાય નહીં. પાછો તેવો અનુકૂળ વખત મળે કે જંગલમાં સ્વાધ્યાય વગેરે અર્થે જાય ત્યારે નમસ્કાર આદિ વિનય કરી ઉલ્લાસભેર પત્ર ૪૬૪

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572