________________
સાતસો મહાનીતિ
ઊઘડી ગયા. અકબર બાદશાહે આશ્ચર્ય પામી તે નગરમાં પોતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવી. પછી ગુરુ પાસે આવીને કહ્યું કે- “હે પૂજ્ય! મને કાંઈક પણ કાર્ય બતાવવાનો અનુગ્રહ કરો.” તે વખતે સૂરિએ બાદશાહના રાજભંડારમાં પ્રતિવર્ષ જજીઆવેરાના છે કરનું ચૌદ કોટી દ્રવ્ય આવતું હતું તે માફ કરવાની માગણી કરી અને કહ્યું કે – “તમે હમેશાં સવાશેર ચકલાની જીભ ખાઓ છો તે હવેથી ખાવી બંધ કરો અને શત્રુંજયગિરિ પર જનારા મનુષ્ય દીઠ એક સોનૈયાનો કર લેવાય છે તે માફ કરો, તેમજ છ માસ સુધી અમારી પ્રવર્તાવો. તે છ માસ આ પ્રમાણે – આપનો જન્મ માસ, પર્યુષણ પર્વના બાર દિવસ, બઘા રવિવાર, ૧૨ સંક્રાતિઓની ૧૨ તિથિઓ, નવરોજનો (રાજા) મહિનો, ઈદના દિવસો, મોહરમના દિવસો અને સોફિઆનના દિવસો.” બાદશાહે એ ચારે વાત કબૂલ કરી અને તેના ફરમાનો મહોરછાપ સાથે તરત કરાવીને વાચકેંદ્રને અર્પણ કર્યા. વાચકેંદ્ર ગુરુમહારાજ શ્રી હીરવિજયસૂરિને તેનું ભેટશું કર્યું. એમ ઘર્મ મહાત્માઓને સન્માન આપવાથી ઉત્તમ ફળ આવે છે. પ૯૨. જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગુ છું.
સમ્યકજ્ઞાન વિના કે આત્મજ્ઞાન વિના બીજી બધી ઇચ્છાઓનો ત્યાગ કરું છું. કારણકે સમ્યક્ જ્ઞાન વિના સંસારના ત્રિવિધ તાપ કે જન્મજરામરણના દુઃખોથી સર્વકાળને માટે છૂટી શકાતું નથી.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એમ ‘ઉત્તરાધ્યનસૂત્ર'માં કહેલું છે. દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી.” (વ.પૃ.૭૮૨)
આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે; અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વઘારે, અને જ્ઞાન વઘુ તેમ મતભેદ ઓછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટ્યું ત્યાં કંકાસ વઘારે, અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ ઓછા હોય છે.”
“જ્ઞાન વિના સમ્યકત્વનો વિચાર સૂઝતો નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવો એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે છે તે તેને ફળે છે.” (વ.પૃ.૭૩૯)
“જેમ દીવો જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવો દ્રવ્યપ્રકાશક છે અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહેજે દેખાઈ રહે છે; તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને કેવળજ્ઞાન” કહ્યું છે. જો કે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવકર્તા છે, વ્યવહારનયથી લોકાલોક પ્રકાશક છે. આરસો, દીવો, સૂર્ય અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે.” (વ.પૃ.૪૬૦)
“અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્રદર્શનને નમસ્કાર.” (વ.પૃ.૬૨૫)
“જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો.” (વ.પૃ.૪૬૨)
“નવ તત્ત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શુદ્ધ સમ્યત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. નવ તત્ત્વમાં લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. જે પ્રમાણે જેની
૪૪૭