________________
સાતસો મહાનીતિ
જન્મ્યા છીએ તેનો વિચાર કરવો તો લક્ષની બહોળતા થાય.” (પૃ.૨૧૬) ૪૭૭. ઉન્માદ એવું નહીં.
ઉન્માદ એટલે મોહની ઘેલછા અથવા ગાંડપણ. જેને ઘર્મની કંઈ પડી ન હોય, ઘર્મ પ્રત્યે અનાદર હોય એવા જીવો ઉન્માદને સેવે. માટે ઘર્મ પ્રત્યે આદરભાવ રાખી ઉન્માદને સેવું નહીં.
મોક્ષમાળા વિવેચન'માંથી :- “ઉન્માદ પ્રકૃતિ - મન સમપણે ન રહે, નિરંકુશ થાય. ફાવે તેમ બોલે, ફાવે તેમ ફરે, ખાય, ઊંઘમાં પણ સ્વપ્ના આવે. એમ મન નિરંકુશ ન થવા દેવું. મન વિષયભોગમાં ચઢી ગયું તો ત્યાંથી પાછું વળે નહીં. ક્રોઘાદિને લઈને ઉન્માદ થાય. ક્રોધાદિ કષાયોનું જોર વઘી પડે ત્યારે મન વશ ન રહે. ન કરવાના વિચારો આવ્યા કરે, મનને ઉન્માર્ગે લઈ જાય. એવી ટેવ પડે તે ઉન્માદ પ્રકૃતિ કહેવાય. એ એક પ્રકારનું ગાંડપણ અથવા મનસ્વીપણું છે. ઘડી ઘડીમાં મિજાજ ખોઈ બેસે. કોઈ કહે તે સહન ન થાય.” (પૃ.૨૧૭) એવો ઉન્માદ સ્વપરને દુઃખકારક હોવાથી તેવું નહીં. ૪૭૮. રૌદ્રાદિ રસનો ઉપયોગ કરું નહીં.
રૌદ્રરસ એટલે મારફાડ કરવામાં કે લડાઈ કરવામાં રસ આવે અથવા કોઈને મારી નાખે તો પણ દુઃખ ન થાય તે. અથવા બીજો શૃંગારરસ કે જેથી મોહ વધે અથવા બીભત્સરસ એટલે કોઈને ભય પમાડવો વગેરે આત્માને બંઘન કરાવનાર રસનો ઉપયોગ કરું નહીં. પણ શાંતરસ, વીરરસ કે કરુણરસ આદિનો પ્રયોગ કરી આત્મહિત કરું. ૪૭૯. શાંતરસને નિંદું નહીં.
શાંતરસ આત્માને શાંતિ પમાડનાર હોવાથી મેળવું પણ તેની નિંદા કરું નહીં.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “વીતરાગકૃત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તધૈર્ય માટે તે પરમ ઔષઘ છે.” (વ.પૃ.૬૨૯)
માટે શાંતરસને નિંદુ નહીં, પણ ચિત્તસ્થિરતા માટે ઉત્કૃષ્ટ કારણ હોવાથી તેની પ્રશંસા કરું. પ્રજ્ઞાવબોઘ' માંથી - “અહોહો! પરમ શ્રત-ઉપકાર!
ભવિને શ્રત પરમ આઘાર.--ધ્રુવ. પરમ શાંતિ પામ્યા તે નરને, નમું નિત્ય ઉલ્લાસે;
પરમ શાંતિરસ પ્રેમે પાયે, વતું તે વિશ્વાસે. અહોહો. અર્થ - જે સત્પરુષો પરમ શાંતિને પામ્યા છે, તે મહાત્માઓને હમેશાં બહુમાનપૂર્વક હૃદયનાં ઉલ્લાસભાવે એટલે ઉમળકાથી નમસ્કાર કરે. કેમકે પ્રભુ પરમ શાંતિરસને પ્રેમપૂર્વક પાવે છે. માટે તેમના દ્રઢ વિશ્વાસે રહી આજ્ઞાપૂર્વક પ્રવર્તન કરું.
“સત્કૃત શાંત રસે છલકાતું શાંત સરોવર જાણે,
શાંત રસ-હેતુએ સર્વે રસ ગર્ભિત પ્રમાણે” અહોહો. અર્થ - સત્કૃત એટલે ભગવાને બોઘેલા સલ્ફાસ્ત્રો તે શાંતરસથી ભરપૂર ભરેલા છે. જેમ સરોવર પાણીથી છલકાતું હોય તેમ જાણે સત્કૃત પણ શાંતરસથી ઊભરાઈ રહ્યું છે. શાંતરસમાં બઘા રસો સમાયેલા છે. કારણ શૃંગારરસનું વર્ણન કર્યું હોય તેમાં પણ મહાપુરુષોની દ્રષ્ટિ તો શાંતરસમાં જ જીવને
૩૬૭