________________
સાતસો મહાનીતિ
૪૭૫. બીજા પાસે વાત કરું નહીં.
ઘરની ખાસ વાત હોય તે બીજા પાસે કઠું નહીં અથવા બીજા પાસે વ્યર્થ ગપ્પા ઉડાઉ કે
નકામી વાતો કરું નહીં. એક બીજા સાથે વાતચીતો કરતાં બીજાની નિંદા થઈ જાય કે વિકથા કરવા બેસી જવાય. ખાવાપીવાની વાતો, રાજ્યની વાતો, દેશની વાતો કે સ્ત્રીકથા કરે; એમાં કર્મબંધ સિવાય બીજું હાથ ન આવે. કોઈને એવી ટેવ હોય કે થોડીવાર પણ બહાર જઈને વાતો ન કરે તો ચેન પડે નહીં. એમ આખી દુનિયાની વાતો મગજમાં ભરે તો આત્મહિત ક્યારે કરે?
૪૭૬. ટૂંકું લક્ષ રાખું નહીં.
સંસારી જીવોનું ટૂંકું લક્ષ હોય છે. આ ઘર મારું, આ પુત્ર મારો; બાકી બધા પરાયા, એવો જે લક્ષ, તે ટૂંકો લક્ષ છે. જ્યારે સત્પુરુષોને મન તો આખું વિશ્વ કુટુંબરૂપ છે.
તે
“अयं निज परोमेति, गणना लघु चेतसाम्;
उदार चरितानाम्तु, वसुधैव कुटुम्बकम् ।”
અર્થ – આ મારું, આ પરાયું છે એવી ગણના ટુંકા માનસવાળાની છે. જ્યારે ઉદાર ચરિત્રવાળાને મન તો આખી પૃથ્વી કુટુંબરૂપ છે.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “મોટા આશ્ચર્યને પમાડનારાં એવા જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની સૃષ્ટિમાં આવતા નથી, અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેને વિષે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અ ંત્વ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લોકોને દૃષ્ટિભ્રમ – અનાદિકાળનો – મટ્યો નથી; જેથી મટે એવો જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી; અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે, એમ જાણો. (વ.પૃ.૩૩૬)
‘બોધામૃત ભાગ-૨'માંથી :- “જીવોની દૃષ્ટિ સંકુચિત થઈ ગઈ છે. મોટા આશ્ચર્યવાળા દરિયા, પવન, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, તારા આદિના ગુણો જોવા જેવા છે, તેનું તો માહાત્મ્ય નથી અને પોતાનું નાનકડું ઘર, કે થોડા પૈસા હોય તેની પણ મહત્તા લાગે છે, તેનું અહંત્વ વર્તે છે. જીવને દૃષ્ટિ રાગ છે. જેમ છે તેમ જીવને જણાતું નથી. મોહથી જીવ અંધ થઈ ગયો છે. સત્સંગ, સત્પુરુષનું ઓળખાણ નથી. એ ભ્રાંતિ છોડવી હોય તો જ્ઞાનીને યોગે છૂટે.’’ (પૃ.૯૩)
‘પૂ.શ્રી બ્રહ્મચારીજી જન્મ શતાબ્દી ગ્રંથ'માંથી :- સત્પુરુષને આખું વિશ્વ કુટુંબરૂપ
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનું દૃષ્ટાંત – એક વખતે પૂજ્યશ્રીના દીકરા જશભાઈના વહુ પરદેશથી આવેલા. તેઓ કહેવા લાગ્યા કે બાપુજી, એક વખત ઘેર ચાલો અને અમને જમીન વગેરે ન્યાયથી વહેંચી આપો. ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કપાળે હાથ મૂકી કહ્યું : “બધું વહેંચાયેલું જ છે, દરેકના પુણ્ય પ્રમાણે થાય છે.’’ એમ જવાબ આપી જાણે જશભાઈના વહુ સાથે તેઓશ્રીને કંઈ સંબંધ જ ન હોય તેમ મોં ફેરવી મુમુક્ષુઓની સાથે સત્સંગ-બોધની વાતો કરવા લાગ્યા. તેમને મન તો આખું વિશ્વ કુટુંબરૂપ હતું. (પૃ.૩૭)
‘મોક્ષમાળા વિવેચન’માંથી :– ‘લક્ષની બહોળતા – ખાવું પીવું એ ટૂંકું લક્ષ છે; નીચે ઢાળે જવું સહેલું છે; ઉત્તમ પુરુષો ઉત્તમ વસ્તુની ઇચ્છા કરે છે, અલ્પ તુચ્છ વસ્તુથી રાજી થતા નથી; મોક્ષ માટે
૩૬૬