________________
સાતસો મહાનીતિ
એક દિવસ દાસી દ્વારા પુરંદર કુમારને પોતાના મહેલમાં બોલાવ્યો અને કહ્યું કે તમારા પિતા વૃદ્ધ વૃષભ સમાન થઈ ગયેલા હોવાથી મને જરાપણ પ્રિય નથી. આપણે સમાન વયના છીએ માટે હું તમને ઇચ્છું છું. હું તમારી દાસી છું. કર્ણમાં સીસું રેડ્યાની રે પેઠે રાણીનાં આવા વચનો સાંભળી કુમાર કાને હાથ દઈને બોલ્યો – માતાજી કામરૂપી અગ્નિથી વિવેકશૂન્ય ચિત્તવાળાં થઈ તમે શા માટે દુઃખ વહોરી લ્યો છો? પરસ્ત્રીલંપટ પુરુષ અને પરપુરુષલંપટ સ્ત્રીને સ્વપ્ન પણ સુખ હોતું નથી. વળી ગુરુપત્ની, પિતાપત્ની, બંઘુપત્ની અને પુત્રપત્ની સાથે જે અઘમ પુરુષ સંગમ કરે છે તે નીચ ભયંકર રૌરવ નરકમાં પડી અનંત દુઃખનો ભોક્તા થાય છે. વિષ ખાઈને મૃત્યુ પામવું સારું, અગ્નિમાં પ્રવેશ કરવો તે પણ ઉત્તમ, પણ પરસ્ત્રી સાથે સંગમ કરવો ઇષ્ટ નથી. આવાં ક્ય કદી કરવા નહીં. વિવેકશૂન્ય ચિત્તવાળી માતા જરા હૃદયમાં વિચાર કરી મનને કબજે રાખી વિકારથી વિમુખ થઈ અરિહંત ભગવાને કહેલા ઘર્મમાં ચિત્ત જોડો એમાં તમારું કલ્યાણ છે. એમ કહી કુમાર આવ્યો હતો તે જ રસ્તે પાછો ચાલ્યો ગયો. (પૃ.૧૯૧)
‘ત્રિષષ્ટિશલાકા પુરષ ચરિત્ર પર્વ-૧૦'માંથી - પોતાની પુત્રી સાથે કરેલ પાણી ગ્રહણ
રિપુપ્રતિશત્રુરાજાનું દ્રષ્ટાંત – આ ભરતક્ષેત્રમાં પોતનપુર નામના નગરમાં રિપુપ્રતિશત્રુ નામે એક પરાક્રમી રાજા હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેને ચાર સ્વપ્નોથી સૂચિત થયેલો અચલ નામે એક બલભદ્ર પુત્ર થયો, અને મૃગાવતી નામે મૃગલોચના પુત્રી થઈ. એક વખતે યૌવનવતી અને રૂપવતી એવી તે બાળા જ્યારે પિતાને પ્રણામ કરવા ગઈ ત્યારે તેણીને રાજાએ પોતાના ઉત્સંગમાં બેસાડી. તે વખતે રાજાના ભાવ બદલાઈ ગયા. તેણીની સાથે પોતે પાણિગ્રહણ કરવાનો ઉપાય વિચારીને તેને વિદાય કરી.
પછી રિપપ્રતિશત્રુ રાજાએ નગરના વૃદ્ધજનોને બોલાવીને પૂછ્યું કે, “આપણા સ્થાનમાં જે રત્ન ઉત્પન્ન થાય તે કોનું કહેવાય? તેનો નિર્ણય બતાવો.” તેઓએ કહ્યું કે “તે રત્ન તમારું કહેવાય.” એવી રીતે ત્રણવાર કહેવરાવી, રાજાએ મૃગાવતીને પરણવાને માટે રાજસભામાં તેડાવી. તે જોઈ નગરના લોકો લજ્જા પામ્યા. રાજા ગાંધર્વ વિધિથી મૃગાવતી પુત્રીને સ્વયંસેવ પરણ્યો. તે જોઈ લજ્જા અને ક્રોધથી આકુલ થયેલી, ભદ્રાદેવી રાજાને તજી દઈ અચલકુમારને સાથે લઈને નગર બહાર નીકળી ગઈ. (પૃ.૬)
હવે વિશ્વભૂતિનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવી સાતસ્વપ્નાઓ વડે જેનું વાસુદેવપણું સૂચવ્યું છે એવો તે મૃગાવતીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ ત્રિપુષ્ટ વાસુદેવ રાખવામાં આવ્યું એ ભગવાન મહાવીરનો જીવ છે.
અચ્છેદક પાખંડીનું દ્રષ્ટાંત – પોતાની બહેન સાથે દુર્વ્યવહાર. એકવાર સિદ્ધાર્થ દેવે લોકોને અચ્છેદક પાખંડીના ચોરી વગેરે બે દુશ્ચરિત્ર કહ્યાં. પછી કહ્યું કે એનું ત્રીજું પણ દુરિત્ર છે પણ તે હું કહીશ નહીં. ત્યારે ગામના લોકો આગ્રહથી વારંવાર બોલ્યા કે, “ભગવન પ્રસન્ન થાઓ, અને તે અમને થોડું પણ કહો. તમારી કહેલી અર્ઘકથા પણ અમને ઘણી રમણીક લાગશે'. સિદ્ધાર્થ બોલ્યો કે, “હું તો તે કહીશ જ નહીં, પણ જો તમારે જાણવાનું કુતૂહલ હોય તો તે અચ્છેદકને ઘેર જઈ તેની સ્ત્રીને પૂછો, તે કહેશે.” એટલે લોકો તેને ઘેર ગયા. હવે તે દિવસે તેણે પોતાની સ્ત્રીને મારેલી હતી તેથી તે રોષવતી થઈ નેત્રમાં અશ્રુ લાવી આ પ્રમાણે ચિંતવતી હતી કે, “આ દુરાશય પતિ અચ્છેદકનું દુશ્ચરિત્ર જો લોકો હમણાં મારી પાસે આવે તો સર્વ ખુલ્લું કરી દઉં, કે જેથી એ પાપી મને મારવાનું ફળ પુરેપૂરું મેળવે. તેવામાં તો ગામના લોકો ત્યાં આવ્યા, અને તેઓએ તે સ્ત્રીને અચ્છેદકના દુશ્ચરિત્ર વિષે પૂછ્યું. એટલે તે બોલી, “એ
૩૮૭