________________
સાતસો મહાનીતિ
વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ
ઊલટું સુખરૂપ થઈ પડે છે.” (વ.પૃ.૨૨૪)
2 “તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષનાં દુ:ખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી, તો પછી અમને એ અત્યંત કારણ ક્યારેય જણાવું સંભવતું નથી.” (વ.પૃ.૩૭૪)
“વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખે એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાની પુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં, એમ શ્રી તીર્થકર કહેતા હતાં.” (વ.પૃ.૩૯૪)
આત્મા મૂળ સ્વરૂપે અનંતસુખનું ઘામ હોવાથી કોઈ કાળે મને દુઃખી માનું નહીં. “સ્વયજ્યોતિ સુખધામ” એ વાક્યનો ઊંડો વિચાર કરું.
“મોક્ષમાળા પ્રવેશિકા'માંથી - આ જગતમાં મારા જેવી કોઈ દુઃખી હશે?
નિર્નામિકાનું દ્રષ્ટાંત - ઘાતકીખંડના વિદેહક્ષેત્રમાં નંદી નામે એક ગામ હતું. ત્યાં એક નિર્ધન વણિક રહેતો હતો. માંડ માંડ આજીવિકા જેટલું તે કમાતો. ઉપરાઉપરી તેને સાત પુત્રીઓ થઈ. ફરી સ્ત્રીને ગર્ભ રહ્યો. હવે વિચાર્યું કે જો પુત્રી થઈ તો હું ઘર છોડી ચાલ્યો જઈશ. કર્મયોગે પુત્રીનો જ જન્મ થયો. તેથી તે ચાલ્યો ગયો. તેની મા પણ આ પુત્રી ઉપર અભાવવાળી થઈ. તેથી તેનું નામ પણ રાખ્યું નહીં.
એક દિવસે નિર્નામિકાએ લાડું ખાવાની હઠ લીધી ત્યારે માએ કહ્યું લાડું તો શું પણ ખાવાનુંય નહીં મળે. જંગલમાં જઈ લાકડા લઈ આવે તો ખાવાનું મળશે. તેથી તે જંગલમાં લાકડા લેવા ગઈ. લાકડાનો ભારો લઈને આવતી હતી ત્યાં ઘણા માણસાને પર્વત ઉપર ચઢતા જોઈ પૂછ્યું કે તમે બધા ક્યાં જાઓ છો? તેઓએ કહ્યું – કેવળી ભગવાન આ પર્વત ઉપર પધાર્યા છે. તે સાંભળી તે પણ ભારો ત્યાંજ મૂકીને ભગવાન પાસે ગઈ. ભગવાનની દેશના સાંભળી નિર્નામિકાએ ભગવાનને પૂછ્યું –આ જગતમાં મારા જેવી કોઈ દુઃખી હશે? પછી ભગવાને નરકના દુઃખ, તિર્યંચના દુઃખ, મનુષ્યના દુઃખ, દેવલોકના દુઃખનું વર્ણન કર્યું. તે સાંભળી નિર્નામિકા બોલી હે ભગવાન! આવું દુઃખ તો મને નથી. પણ હવે હું એવું શું કરું કે જેથી મારે આ સંસારના દુઃખ ભોગવવા ન પડે?
કેવળી ભગવાને તેને બારવ્રત સમજાવ્યાં. તે એને બહુ ગમ્યાં. તેથી તે વ્રતો અંગીકાર કરી પોતાના ઘેર ગઈ અને ઘર્મનું આરાઘન કરવામાં જીવન વિતાવ્યું. અંતે અનશન કરીને દેવગતિ પામી. દેવલોકમાં શ્રી ઋષભદેવ ભગવાનનો જીવ લલિતાંગ દેવરૂપે હતો તેની તે પટ્ટદેવી થઈ. જ્યારે શ્રી ઋષભદેવ ભગવાન થયા ત્યારે નિર્નામિકાનો જીવ બાહુબળીજીના પુત્રનો પુત્ર શ્રેયાંસકુમાર થઈ ભગવાનને શેરડીના રસનું પારણું કરાવી તેજ ભવમાં મોક્ષને પામ્યાં. પપ૪. સૃષ્ટિનાં દુઃખ પ્રનાશન કરું.
સૃષ્ટિમાં જે દુઃખ છે તેનું કારણ રાગદ્વેષ અજ્ઞાન છે. માટે જ્ઞાની પુરુષોના ઉપદેશવડે અજ્ઞાનનો નાશ કરી કામ ક્રોઘાદિ કષાયભાવોને નિર્મળ કરવા પ્રયાસ કરું. જેથી મારી મોહમય રચેલ સૃષ્ટિના દુઃખનો નાશ થાય તથા સૃષ્ટિમાં રહેલ સર્વ જીવોનું સર્વ પ્રકારે દુઃખ નાશ પામો એવી ભાવના કર્યા કરું.
૪૧૬