________________
સાતસો મહાનીતિ
મહારાજના અવર્ણવાદ બોલવા નહીં. કન્યાના પૈસા લઈ પોતે વિવાહ કરવો નહીં. આ સિવાય બહુ પ્રકારે અન્યાય થઈ શકે છે. તે સર્વનો ત્યાગ કરી વ્યાપાર કરવો તે
માર્ગાનુસારીનું પ્રથમ લક્ષણ છે. (પૃ.૧૧૮) પરમકૃપાળદેવે પણ ન્યાયને અર્થે સાતસો મહાનીતિ લખી. તેને ચાહી તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરું. પ૭૨. ગુણનિધિને માન આપું.
ગુણના ભંડારરૂપ સત્પરુષ છે. તેમને માન આપું, વંદન કરું.
પરમકૃપાળુદેવ સાચા સદ્ગુરુ હોવાથી જ્યાં જ્યાં ગુણ જુએ ત્યાં ત્યાં પ.પૂ.પ્રભુશ્રીજી આદિ પોતાના શિષ્યોને પણ નમસ્કાર કરે છે. કેમકે તેમને “આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે' એવો કિંચિત્માત્ર ભાવ નથી. તેમજ “આખા જગતના શિષ્ય થવારૂપ જેણે દૃષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી.” એવા તેમના જ શબ્દો હોવાથી, તેમજ તેમનું આવું વર્તન હોવાથી સિદ્ધ થાય છે કે શ્રીમદ્ રાજચંદ્રજી સ્વયં ગુરુ થવાને સંપૂર્ણ યોગ્ય છે.
એક પત્રમાં પરમકૃપાળુદેવ પ.પૂ.પ્રભુશ્રીજીને જે વિશેષણો લખે છે તેથી પરમકૃપાળુદેવની નિરભિમાનદશા તેમજ પ.પૂ.પ્રભુશ્રીજીની આત્મદશાનું ભાન થાય છે. તે આ પ્રમાણે –
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.” (વ.પૃ.૬૩૪)
આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે.” (વ.પૃ.૩૨૩)
“મિથ્યાવાસના જેની બહ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમજાગુણિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શુન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. ઘર્મના પૂર્ણાહૂલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. ' અરેરે! એવા ઘર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વઘારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓનાં એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યકત્વ જેના અંતરમાં પ્રકાડ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો! નમસ્કાર હો!” (વ.પૃ.૨૧૭)
શ્રી બનારસીદાસ પણ ગુણનિધિને માન આપે છે–
“જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંશને અનર્થ સમાન જાણે છે, પુગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વઘારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના
૪૩૦