________________
સાતસો મહાનીતિ
વર્ગનું ખંડન કરું અર્થાત્ ઘર્મવડે ચારેયને શણગારું, દીપાવું પણ કલંક લાગે તેમ ન પ્રવતું.
ઘર્મ પુરુષાર્થમાં વ્રત નિયમ પાળે ત્યાં પુણ્ય બંઘ થાય છે. મોક્ષ પુરુષાર્થમાં પુણ્ય કરવાનું હોતું નથી. ઘર્મ પુરુષાર્થ કાયમ રાખીને અર્થ પુરુષાર્થ કરવો. કામ પુરુષાર્થમાં ઘર્મ ન ભૂલાય એ પ્રકારે વિષય ભોગમાં પ્રવર્તતા જાગૃત રહેવું. મહત્તા ઘર્મની છે. ઘર્મ મોટી વસ્તુ છે. ન્યાય-નીતિ પ્રમાણે વર્તવું, અન્યાય બંઘ કરવો. પહેલાના ત્રણ પુરુષાર્થ લૌકિક કહેવાય છે. ત્રણેથી જાદો ચોથો મોક્ષ પુરુષાર્થ તે અપવર્ગ કહેવાય છે.
“રાજ્ય સદા મુજ એ જ મનોરથ થાર થશે અપવર્ગ ઉતારું.”-શ્રીમદ્ રાજચંદ્ર
અપવર્ગ ઉતારું એટલે તું મોક્ષે જનારો મુસાફર થઈશ. મોક્ષ પુરુષાર્થમાં અંતે શુભાશુભ બેય ભાવ ટાળવાના છે. મોક્ષ પુરુષાર્થના બે પ્રકાર છે. (૧) ધ્યાન અને (૨) સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પુણ્ય બંઘાય છે, ધ્યાનમાં કર્મ છૂટે છે, નિર્ભરે છે. સમ્યફષ્ટિને અલ્પ બંઘ હોય પણ તે નહીં જેવો હોય છે.જ્યાં સુઘી ઘાતી કર્મનો ઉદય હોય ત્યાં સુધી ચલ પરિણામ થાય છે, સમ પરિણામ પૂર્ણપણે રહેતા નથી ત્યાં સુઘી અલ્પ બંધ થાય છે. સૂક્ષ્મ લોભ કષાયને લઈને દશમા ગુણસ્થાનક સુધી બંધ થાય છે. પછી કષાય જાય એટલે કર્મની સ્થિતિ અને અનુભાગ પડવાનું બંધ થાય છે. પછી માત્ર કેવળીને મન વચન કાયાના યોગ રહે છે. મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ હોય ત્યાં સુધી ઈર્યા પથિક બંધ હોય છે. તેમાં એક સમયમાં કર્મ આવે, બીજા સમયે ભોગવાઈ જઈ ત્રીજા સમયે તે ખરી જાય છે. આયુષ્યકર્મ પૂર્ણ થયે તે કેવળી ભગવાન મોક્ષમાં જઈ અનંતસુખમાં બિરાજમાન થાય છે. ૧૪૩. ઘર્મ વડે સ્વાર્થ પેદા કરું નહીં.
ઘર્મનું નામ દઈને કમાવવું તે માણસને કલંકરૂપ છે. ગમે તેવી સારી વાત કરે પણ જ્યારે ખબર પડે કે આ તો બધું સ્વાર્થ માટે હતું તો પછી ઘર્મની અસર ન થાય. ઘર્મનું નામ દઈને સ્વાર્થ સાથે એ માયા કપટ છે. લોકોને સારું લાગે તેમ બોલે, લોકોને વિશ્વાસ બેસાડે અને પછી સ્વાર્થ સાથે તે વિશ્વાસઘાત અને પાપ છે. ઘર્મને નામે પાપ કરે તે વિશેષ કર્મ બંઘનું કારણ છે.
“अन्य क्षेत्रे कृतं पापं, तीर्थक्षेत्रे विनश्यति;
तीर्थ क्षेत्रे कृतं पापं, वज्र लेपो भविष्यति." અન્ય સ્થાનમાં કરેલ પાપ તીર્થ સ્થાનમાં નાશ પામે છે. પણ તીર્થ ક્ષેત્રમાં કરેલ પાપ વજલેપ સમાન થાય છે. તેમ ઘર્મનું નામ લઈ લોકોને વિશ્વાસ બેસાડી કમાવવારૂપ સ્વાર્થ સાથું નહીં. ૧૪૪. ઘર્મ વડે અર્થ પેદા કરું.
ઉપરના ૧૪૩માં વાક્યમાં ઘર્મ એટલે આત્મઘર્મ અને આ ૧૪૪માં વાક્યમાં ઘર્મ એટલે ન્યાયનીતિ. એમ બેય ઠેકાણે ઘર્મના અર્થમાં ફેર છે. તેથી આ વાક્યમાં ઘર્મ એટલે ન્યાયનીતિ વડે અર્થ એટલે ઘન પેદા કરું, એમ જણાવ્યું. ૧૪૫. જડતા જોઈને આક્રોશ પામું નહીં.
કોઈ માણસને ઘણી કાળજી રાખીને સમજાવતા હોઈએ પણ સમજે નહીં અને દ્વેષ રાખે ત્યારે મનમાં એમ થાય કે કોણ પથરાની સાથે માથું કૂટે, કાળ એવો છે કે મોટી મોટી આશા રાખીને કામ કરવા
૭૦