________________
સાતસો મહાનીતિ
આવે ત્યારે પેટમાં કટાર મારી કે ઝેરનું પવાલું પીને મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં - આટલો ટેક રાખવો. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. આ વ્રત પાળવાથી પાત્રતા, સમકિત વગેરે આવશે; કેમકે, તમને ખબર નથી પણ જેની સાક્ષીએ વ્રત લીધું છે છે તે પુરુષ સાચો છે, માટે દુઃપચ્ચખાણ નથી પણ સુપચ્ચખાણ છે – જાણીને આપેલું છે. લક્ષ એક આત્માર્થનો રાખવો.” (ઉ.પૃ.૪૯૬)
“સત અને શીલ એ જ કર્તવ્ય છે. શીલવ્રત મહાવ્રત છે. સંસારને કાંઠે આવી પહોંચેલાને જ તે પ્રાપ્ત થાય છે. દેહ પડી જાય તો ભલે, દેહ જતો હોય તો જવા દેવો પણ બ્રહ્મચર્ય પાળવું. વૃદ્ધાવસ્થામાં પણ એ વ્રત આવે તો મહાભાગ્ય સમજવું. તેની દેવની ગતિ નિશ્ચયે થાય છે.” (ઉ.પૃ.૩૯૧)
“સર્વથી શ્રેષ્ઠ મનુષ્યભવ પામીને બઘાએ અવશ્ય મૂળ પગ ભરવો. પરસ્ત્રીનો ત્યાગ કરવો; તેમાં વળી ચોથું મહાવ્રત મોટું કીધું, તે માટે તૈયાર થઈ જવું. આ જગતને વિષે બીજા વિષય-ભોગ, હસવા બોલવાના કરે તે દુઃખદાયી અને ઝેર છે. ભાઈ હોય તો સ્ત્રી તરફ નજર રાખવી ન જોઈએ.” (ઉ.પૃ.૨૪૩)
“મોટામાં મોટું એ મહાવ્રત છે. ઘન્ય છે તેને જે આ વ્રત લેશે. આ વ્રત અને અંતરથી ગમે છે અને કરવા જેવું છે, માટે એ જ કરવું.” (ઉ.પૃ.૨૩૮)
“બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય. “શેઠ ક્યાં ગયા છે? તો કહે, ઢેડવાડે એવું ન થવું જોઈએ.” (ઉ.પૃ.૩૩૧)
“બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો!? બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે! “બ્રહ્મ” એ આત્મા છે. આટલો ભવ લક્ષ રાખીને ખમીખૂંદે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળે તો બેડો પાર થાય. એ વ્રત જેવું તેવું નથી. સપુરુષને આશ્રયે આવેલું વ્રત જેવું તેવું ન જાણવું.” (ઉ.પૃ.૩૩૧)
ભોગ ભોગવવા, વિષયોમાં રાચવું એ ઝેર છે, કાળકૂટ ઝેર છે..... ઝેરનો વાટકો પીવો, કટારી મારીને મરી જવું; પણ વ્રતનો ભંગ ન કરવો”.
નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન;
ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.” -શ્રીમદ્ રાજચંદ્ર નારી કાષ્ઠની પૂતળી સમાન ગણવી. બઘાં પૂતળાં જ છે. આત્મા જુદો છે. એક વિષયને જીતતાં બધો સંસાર જીત્યો. મરણિયા થઈ જવાનું છે. “એક મરણિયો સોને ભારે'.
જ્ઞાન એ આત્મા છે; ધ્યાન એ આત્મા છે. વિષયથી જ્ઞાન અને ધ્યાનનો નાશ થાય છે. એક વાડથી ખેતરનું રક્ષણ થાય છે તેમ આ બ્રહ્મચર્યરૂપી કલ્પવૃક્ષનું નવ મહાવાડથી રક્ષણ થાય છે. બધી વાડ સાચવવી. મન, વચન, કાયાથી બ્રહ્મચર્યરૂપી કલ્પવૃક્ષને સેવે છે તેનો સંસાર શીધ્ર નાશ પામે છે. પાત્ર થવા માટે બ્રહ્મચર્યને બુદ્ધિમાનો નિરંતર સેવે છે. (ઉ.પૃ.૩૯૮)
“મનુષ્યભવ બહુ દુર્લભ છે. સત્ અને શીલ એ મુખ્ય છે. બાધા લીધી હોય છતાં મનથી સાચવવાનું છે. મનને મારી નાખવું, ઘક્કો મારી, મારી નાખવું. કલ્પના છે. હાડકાં, માંસ, લોહી, પરુ આદિ ચામડાંમાં રાચવા જેવું શું છે?” (ઉ.પૃ.૩૫૪)
“જ્ઞાની પાસેથી દ્રવ્ય પણ શીલ એટલે બ્રહ્મચર્યવ્રત આવ્યું છે તેને સમતિ થવાનું કારણ છે. સત્ અને શીલ જેની પાસે છે તેને સમતિ અવશ્ય થશે.” (ઉ.પૃ.૩૫૫),
બોઘામૃત ભાગ -૧'માંથી :“જેને બ્રહ્મચર્ય વ્રત આવ્યું છે તેણે તો ખૂબ ગોખવું, શીખવું.
૧૦૭