________________
સાતસો મહાનીતિ
“ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પરુષની ભક્તિ, સપુરુષના ગુણગ્રામ, સપુરુષ પ્રત્યે પ્રમોદભાવના અને પુરુષ પ્રત્યે અવિરોઘભાવના લોકોને ઉપદેશ છે; જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે, અને સત્યરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. વર્તમાનકાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી જ્ઞાની પુરુષોએ આ કાળને દુષમકાળ કહ્યો છે, અને તેમ પ્રત્યક્ષ દેખાય છે.” (વ.પૃ.૪૯૨)
“યથાર્થજ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે', અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસ આગ્રહનો તથા કેવળ વેષવ્યવહારાદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે.” (વ.પૃ. ૪૯૩)
“વ્યાખ્યાન કરવું પડે તો કરવું; પણ આ કર્તવ્યની હજા મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે, એમ સમજતાં જતાં ઉદાસીન ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાને રુચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું.” (વ.પૃ.૨૬૧)
“મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એવો ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા, સ્વરે માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામબુદ્ધિથી આત્માર્થે કરવો. (વ.પૃ.૬૭૮)
“બોઘામૃત ભાગ-૩'માંથી – ખાસ લક્ષમાં રાખવાનું એ છે કે ઘર્મને નામે બીજાને ભોળવી, ઘર્મની વાતોથી રાજી થઈ વગર મહેનતે આજીવિકા ચલાવવાની વૃત્તિ રાખે તો જીવને અધોગતિનું કારણ છેજી. (બો.-૩ પૃ.૫૦૬) “પ્રજ્ઞાવબોઘ' માંથી -
“આત્માર્થે જો ના આરાધ્યાં વાચન-શ્રવણ નકામું, આર્જેવિકા, કીર્તિ, મદ માટે સાથે બંઘન સામું.
અહોહો ! પરમ શ્રત-ઉપકાર! ભવિને શ્રત પરમ આઘાર.”(પૃ.૩૪) ૨૩૯. તારા નિયમને તોડું નહીં.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- જે નિયમોમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તો ભયંકર તીવ્ર બંઘનો હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહત્પરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય?” (વ.પૃ.૬૫૪)
“બોઘામત ભાગ-૧'માંથી - “નિયમ કર્યો હોય અને અતિચાર વગેરે દોષ લાગે તો તે માટે પોતાના આત્માને નિંદવો, પરંતુ એમ ન થવું જોઈએ કે દોષ થશે તો ફરી તે પ્રમાણે કરી લઈશું. એમ થાય તો તેવા ભુલાવામાં ત્યાંનું ત્યાં રહેવાય. ગુરુ પાસે દોષનું પ્રાયશ્ચિત્ત લેવું તે ગર્તા કહેવાય. ગુરુ પાસે દોષનું
૧૪૧