________________
સાતસો મહાનીતિ
એક બ્રાહ્મણીનું દ્રષ્ટાંત – કોઈ ગામમાં સુંદર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે ઘણો દાતા હોવાથી લોકપ્રિય થઈ પડ્યો હતો. કહ્યું છે કે, “જે દાતાર હોય તે પ્રજાને પ્રિય થાય છે, કોઈ ધનાઢ્ય પ્રિય થતો નથી. લોકો વરસાદને ચાહે છે, કોઈ સમુદ્રને ચાહતા નથી.” આવા દાતા શેઠની માત્ર એક બ્રાહ્મણી નિંદા કરતી હતી. તે કહેતી કે, “જે પરદેશીઓ આવે છે, તે આ શેઠને ઘર્મી જાણી તેને ઘેર દ્રવ્યની થાપણ મૂકે છે, અને તેઓ પરદેશમાં જઈને મૃત્યુ પામે છે. તેની દોલત શેઠને રહે છે. તેથી શેઠ ઘણો હર્ષ પામે છે, માટે એનું બધું કપટ છે.” એક વખત કોઈ કાપડી એટલે સંન્યાસી તે શેઠને ઘેર આવ્યો. તે સુવાવડે બહુ પીડિત હતો તેથી તેણે ખાવાનું માંગ્યું. તે સમયે શેઠના ઘરમાં કાંઈ ભોજન કે પેય પદાર્થ હતા નહીં, તેથી દયાને લીધે શેઠે કોઈ આહીરની સ્ત્રીને ઘેરથી છાશ લાવી આપી. તે પીતાંજ તે કાપડી મરણ પામ્યો. કારણ કે તે છાશની દોણી માથા પર રાખી ઢાંક્યા વિના આહીરની સ્ત્રી ક્યાંય જતી હતી, તેવામાં એક સર્પને લઈ આકાશે સમડી ઊડતી હતી. તે સર્પના મુખમાંથી ઝેર નીકળીને છાશમાં પડ્યું હતું. હવે પ્રભાતે એ કાપડીને મરેલો જાણી ખુશી થઈ સતી તે બ્રાહ્મણી કહેવા લાગી કે, “જુઓ, આ દાતારનું ચરિત્ર! તેણે દ્રવ્યના લોભથી બીચારા કાપડીને વિષ આપીને મારી નાખ્યો.” એ સમયે કાપડીના મરવાથી જે પાપરૂપ હત્યા પ્રગટ થઈ તે સ્ત્રીરૂપે ભમતી હતી અને વિચારતી હતી કે હું કોને લાગુ પડું, આ દાતા તો અતિ શુદ્ધ મનવાળો છે, તેનો આમાં કોઈ દોષ નથી. વળી સર્પ તો પરાધીન હતો અને તેને લઈ જનારી સમડી તો સર્પનો આહાર કરનારી જ છે. તેમજ આ આહીરની સ્ત્રી તો તદ્દન અજાણી છે. હવે હું કોને વળગે? આવું વિચારતી ફરતી તે પેલી નિંદા કરનારી બ્રાહ્મણીને લાગુ પડી; કારણ કે શેઠને ખોટું આળ દેવાથી ખરી રીતે તે જ દોષવાન્ હતી. હત્યાના સ્પર્શથી તે સ્ત્રી તત્કાલ શ્યામ, કુબડી અને કુષ્ઠ રોગિણી થઈ ગઈ. સર્વ તેની નિંદા કરવા લાગ્યા. કહ્યું છે કે, “માતા પોતાના બાળકની વિષ્ઠા ફુટેલા ઘડાની ઠીબવડે લે છે ,પણ દુર્જન માણસ તો પોતાના કંઠ, તાળું અને જિલ્લાવડે લોકોની નિંદા કરવાને મિષે તેની વિષ્ઠા ગ્રહણ કરે છે, એથી દુર્જને તો માતાને પણ હરાવી દીથી.”ઉપર કહેલા બ્રાહ્મણીના દ્રષ્ટાંતથી એટલું સમજવું કે,કોઈનો પણ અવર્ણવાદ લોકસમક્ષ બોલવો નહીં. તો પછી રાજા, અમાત્ય, દેવ અને ગુરુના અવર્ણવાદ વિષે તો શું કહેવું. તેમાં પણ સાધુ મુનિરાજના અવર્ણવાદ બોલવાથી ભવાંતરમાં નીચ ગોત્રની તથા કલંકની પ્રાપ્તિ થાય છે.” (પૃ.૫૩) માટે કોઈના ઉપર કદી ખોટું આળ આપું નહીં. ૨૮૫. ખોટી વસ્તુ પ્રણીત કરું નહીં.
“આત્મા સત્ જગત મિથ્યા” ભગવાને કહેલ તત્વથી વિપરીત કંઈપણ પ્રતિપાદન કરું નહીં. ભગવાને સ્યાદ્વાદથી જે પદાર્થોનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે તેમજ માનું અને તેમજ પ્રણીત કરું, પણ બીજી રીતે નહીં. ભગવાનની કહેલી વાત નહીં માનીને ભગવાનની વિરુદ્ધ ખોટી રીતે વસ્તુનું પ્રતિપાદન કરવાવાળો તે નિહ્નવ કહેવાય છે.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧'માંથી :
તિષ્યગુખ નિલવનું દ્રષ્ટાંત - લોકાકાશના જેટલા પ્રદેશ તેટલા એકેક જીવના. રાજગૃહી નગરીના ગુણશીલ નામના ચૈત્યમાં એકદા ચૌદ પૂર્વઘારી વસુ નામના આચાર્ય પધાર્યા. તેમને તિષ્યગુપ્ત નામે એક શિષ્ય હતો. એકદા આત્મપ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતાં તેના ભણવામાં આ પ્રમાણે આવ્યું કે, “હે ભગવન! જીવના એક પ્રદેશમાં જીવ એવી સંજ્ઞા થઈ શકે?” પ્રભુ કહે “ના, એ
૧૮૯