________________
સાતસો મહાનીતિ
‘સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપંથે જવાનો ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. ‘યોગદૃષ્ટિસમુચ્ચય' વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.’’ (વ.પૃ.૬૧૪)
‘સર્વ – ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યંત શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનનો અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે.
સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુતજ્ઞાન (જ્ઞાનીપુરુષનાં વચનો) નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઈ કંઈ ચપળપણું સત્પુરુષો પણ પામી જાય છે, તો પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રુતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય છે. એમ છે તો પણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સત્શાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દૃઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકાપર્યંત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી.’’ (વ.પૃ.૬૧૧) ‘ઉપદેશામૃત'માંથી : . ‘વીલો મૂકવો નહીં. રાતદિવસ મંત્રનું સ્મરણ કરવું અને વખત મળ્યે વાંચન પઠન કરવું. અમૂલ્ય વખત આળસમાં કે પ૨પરિણતિમાં ન ખોવો. નિત્ય છ પદના પત્રનું સ્મરણ કરવું અને મનન કરવું. મોટા પુસ્તક (શ્રીમદ્ રાજચંદ્ર) માંથી જે જે પત્રો સમજાય તે મનન કરવા.’’(પૃ.૪૦૭) ‘બોઘામૃત ભાગ-૧'માંથી – “મોક્ષમાળા' આખી વાંચવા જેવી છે. એક પાઠ પાંચ સાત વખત વાંચી, એમાં શું કહ્યું તે લક્ષ રાખવો. પછી વિચારવું કે આ પાઠમાં શું આવ્યું? એમાં હેય શું છે? જ્ઞેય શું છે? ઉપાદેય શું છે? એમ આખી મોક્ષમાળા વાંચી જવી. ભાવના રાખવી કે આટલું પૂરતું નથી. પૈસા વધારે મળે એવી ઇચ્છા રહે છે ને? તેમ માત્ર માળા ફેરવવાથી સંતોષ ન માનવો. કંઈક વાંચવાની, ગોખવાની, વિચારવાની, સ્મરણ કરવાની કોશિશ કરવાની છે. પછી વૃદ્ધાવસ્થામાં ન થાય. આ પરભવમાં સાથે આવે એવું છે. વાંચીએ ત્યારે શું કહ્યું છે? એ લક્ષ રાખવો. કંઈક કંઈક નવું શીખવું. ફરતું ફરતું વાંચવાનું હોય ત્યારે જીવને રસ આવે. જો કે એકનું એક પુસ્તક વધારે વંચાય તો વધારે લાભ થાય, પણ જીવને ધી૨જ રહેતી નથી. નહીં તો ઘણો લાભ છે. પ્રભુશ્રીજી ઉપર ‘છ પદ’નો પત્ર આવ્યો ત્યારે કૃપાળુદેવે મોઢે કરવાનું કહેલું તેથી મોઢે કર્યો, પણ છ પદ સુધી મોઢે કર્યો. પછી કૃપાળુદેવ મળ્યા ત્યારે પૂછ્યું કે – ‘છ પદ’નો પત્ર મોઢે કર્યો? પ્રભુશ્રીજીએ કહ્યું ઃ છ પદ સુધી કર્યો છે. કૃપાળુદેવે આખોય મોઢે કરવા કહ્યું. છ પદની પાછળ ઘણી વસ્તુ સારી છે. અગાધ અર્થ છે. જ્ઞાનીનાં વચનમાં ઊંડો ઊતરે તો બધા શાસ્ત્રો સમજાય.'' (બો.૧ પૃ.૨૨૩)
“પુસ્તક વાંચતાં આપણને જે સારું લાગે તે એક નોટમાં ઉતારી લઈએ. એમ કરતાં કરતાં ચાર પાંચ વર્ષે એક એવી નોટ તૈયાર થાય કે બધા શાસ્ત્રોનો સાર એમાં આવી જાય. ગોખે તોયે ધર્મધ્યાન થાય, વાંચે તોયે ધર્મધ્યાન થાય. વિચારે તોય ધર્મધ્યાન થાય. એ ધર્મધ્યાન જીવને હિતકારી છે.’’ (બો.૧ પૃ.૨૮૯)
“કોઈ પુસ્તક વાંચ્યુ હોય અને ન સમજાય તો ફરીથી વાંચવું. પુસ્તક વાંચતી વખતે વિચાર કરવો કે આ પુસ્તક મારે માટે વાંચુ છું. એમાં ત્યાગવા યોગ્ય શું છે? ગ્રહણ કરવા યોગ્ય શું છે?
જ્યારે અહીં આશ્રમમાં ‘ગોમ્મટસાર’ નામનું પુસ્તક વંચાતુ ત્યારે બધાને સમજવું અઘરું પડતું. તેથી પુસ્તક વાંચતાં ‘વીતરાગનો કહેલો પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે” (પત્રાંક ૫૦૫) એ પત્ર બોલવાની પ્રભુશ્રીજીએ આજ્ઞા કરી હતી. વીતરાગે જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. મારા સમજવામાં નથી
૩૧૬