________________
સાનો માનતિ
સાધુ નિશંક થયો અને ગુરુને ક્ષમાવી માફી માગી. એમ મુનિ આજીવિકા માટે વિદ્યાનું સેવન કરે નહીં. કોઈ કારણસર કરવું પડે તો તેની આલોચના કરી પાપથી નિવૃત્ત થાય છે. ૪૧૪, તપને વેચું નહીં. (ગૃ‰૦)
અઠ્ઠાઈ, માસક્ષમણ વગેરેના તપ કરે તેથી લોકો તપસ્વી જાણી માન આપે. જેથી પોતે અંતરમાં ફુલાય અથવા તપ કરીને દેવલોક, ચક્રવર્તી, વાસુદેવ વગેરે થવાની ઇચ્છા કરે તે તપને વેચવા બરાબર છે. નંદિષણમુનિનું દૃષ્ટાંત – તપનું ફળ હોય તો આવતા ભવમાં સ્ત્રી વલ્લભ થાઉં, નંદિષણ મુનિ બ્રાહ્મણનો કદરૂપો પુત્ર હતો. તેથી તેને કોઈ કન્યા આપતું નહીં. છેવટે પહાડ ઉપરથી પડતું મૂકી મરવા જતાં, ત્યાં મુનિ મહાત્માએ જોઈ લીધો. તેને બોલાવીને સમજાવી દીક્ષા આપી. પછી બઘા મુનિઓની વૈયાવચ્ચ કરનાર નંદિષણની ઇન્દ્રે પ્રશંસા કરી. તેથી પરીક્ષા ક૨વા દેવ આવ્યો. ત્યારે પોતે પારણું કરવા બેસતા હતા. ત્યાં એક મુનિએ આવીને કહ્યું કે ગામ બહાર એક મુનિ બીમાર થયા છે. તેથી નંદિણ મુનિ તરત જ બહાર જઈ મુનિને ખભા ઉપર બેસાડીને લઈ આવે છે. ત્યારે રસ્તામાં એમના ઉપર વિષ્ટા કરી. તો પણ પોતે સમભાવ રાખી તેમની સાફસુફી કરી. તેથી દેવ પ્રગટ થઈ સ્તુતિ કરી દેવલોકે ગયો. બહુ તપશ્ચર્યા કરીને છેવટે સ્ત્રી પ્રત્યેની આસક્તિ રહી ગયેલ હોવાથી નિયાણું કર્યું કે જો મારા તપનું ફળ હોય તો હું આવતા ભવમાં સ્ત્રી વલ્લભ થાઉં. ત્યાંથી મરી દેવલોકે ગયા. દેવલોકથી ચ્યવીને કૃષ્ણના પિતા વસુદેવ થયા. એમ તપને સાંસારિક ભોગ માટે
વેચી દીધું. જ્યારે ભગવાને તો ઇચ્છાઓને રોકવા માટે તપ કહ્યું છે, “છા નિરોધપ:''
માસખમણવાળામુનિનું દૃષ્ટાંત – તુચ્છ એવા માન માટે તપને વેચ્યું. ખંભાતમાં એક મુનિએ મહિનાના ઉપવાસ કર્યા. તેની પત્રિકા છપાવવી હતી. મુનિએ ટ્રસ્ટીઓને કહ્યું કે પત્રિકા છપાઈ ગઈ? ત્યારે કહ્યું કે બીજા ટ્રસ્ટીઓ આવવાના છે, તેમને પૂછીને છપાવીશું. એમ કરતાં ૨૦ દિવસ નીકળી ગયા, છતાં પત્રિકા છપાઈ નહીં. લોકો મુનિને વંદન કરવા આવ્યા નહીં, જેથી ટ્રસ્ટીઓને બોલાવી મુનિએ કહ્યું કે તમારે પત્રિકા છપાવવામાં આવો વિલંબ કરવો હતો તો મને પહેલા કહેવું હતું જેથી હું મહિનાના ઉપવાસ તો ન કરત. એમ તુચ્છ માન માટે તપને વેચી દીધું. આમ કદી કરું નહીં.
તામલી તાપસનું દૃષ્ટાંત – નિયાણું કર્યું નહીં. તામલી નામનો એક શેઠ હતો. તેને વૈરાગ્ય આવવાથી તાપસી દીક્ષા ગ્રહણ કરી. બબ્બે ઉપવાસને પારણે આહાર વહોરી લાવી, તેને એકવીશ વાર ધોઈ નીરસ કરીને ખાય. એમ સાઠ હજાર વર્ષ સુધી તપ કર્યું. અંતે અનશન ગ્રહણ કર્યું. તે વખતે ભુવનપતિનો ઇન્દ્ર ચવી ગયો હતો. તેથી દેવોએ વિચાર્યું કે તામલી તાપસ આપણો ઇંદ્ર થાય, એમ વિચારી દેવોએ તાપસ પાસે આવી કહ્યું કે તમે નિયાણું કરો કે હું ઇંદ્ર થાઉં. ત્યારે તાપસે કહ્યું કે ભગવાને
૩૧૧