________________
સાતસો મહાનીતિ
તે
રહેતો હતો.
તે નિર્ધને
જિનચૈત્યની ઈંટો ઘરમાં આવવાથી બનેલ નિર્ધન.
એક શેઠનું દ્રષ્ટાંત – કોઈ નગરમાં એક દ્રવ્યવાન શેઠ રહેતો હતો. તે પોતાના એક પડોશીને નિરંતર પીડા કરતો હતો. તેથી તે નિર્ણને વિચાર્યું કે “કોઈપણ પ્રકારે આ ઘનાઢ્ય શ્રેષ્ઠી મારા જેવો નિર્ધન થાય તેમ કરું.” એકદા તે શ્રેષ્ઠી નવું ઘર ચણાવતો હતો તે જોઈ પેલા નિર્ધને જિનચૈત્યની ઇંટોના ખંડ લાવી ગુપ્ત રીતે તેમાં ચણી દીઘા. દેવદ્રવ્યનો ઉપયોગ થવાથી તે ઘનાઢ્ય શ્રેષ્ઠી અનુક્રમે તે ઘરમાં રહેવાથી નિર્ધન થઈ ગયો. અન્યદા પેલા નિને કહ્યું-“મને વિડંબના કરવાનું ફળ તેં આવું પ્રાપ્ત કર્યું; આ બધું મારું કૃત્ય જાણજે.” પછી તે શ્રેષ્ઠીએ સામવાક્યથી તેને સંતુષ્ઠ કર્યો. એટલે તેણે પોતાનું કરેલું કયે જણાવ્યું. તે જાણી શ્રેષ્ઠીએ ઘરની ભીંતમાંથી પેલા ઇંટોના ખંડ કાઢી નખાવ્યા અને તેના પ્રાયશ્ચિત્તમાં એક નવું ચૈત્ય કરાવ્યું. પછી તે પાછો સુખી થયો.
આ પ્રમાણેની કથા કહી સૂરિએ કહ્યું કે- હે શ્રેષ્ઠી! તેં દેવદ્રવ્ય ભક્ષણ કર્યું છે તેથી તને મોટું પાપ લાગ્યું છે. તે સાંભળી ભય પામેલો શ્રેષ્ઠી બોલ્યો કે મારે ગઈકાલે જ ઘણા દ્રવ્યની હાનિ થઈ છે. ગુરુએ કહ્યું કે તમારું તો બાહ્ય ઘન ગયું પણ આ મુનિનું તો અંતરંગ ઘન ગયું. તેથી મુનિને આલોચના, રેચ વગેરે આપીને શુદ્ધિ કરાવી. પછી ગુરુએ શેઠને પણ કહ્યું કે તારા ઘરમાં અત્યારે જેટલું દ્રવ્ય છે તે વડે જિન ચૈત્ય કરાવવું. પછી શેઠે તે પ્રમાણે કર્યું. (પૃ.૧૫૧)
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી - દેવ દ્રવ્યનો ઉપયોગ કરવાથી બનેલ ઊંટડી
“શ્રાવકે દેવ સમક્ષ દીપક કરીને તે દીપક વડે ઘરમાં અગ્નિ પણ સળગાવવો નહીં.”
ઊંટડીનું દૃષ્ટાંત - ઇંદ્રપુર નામના નગરમાં દેવસેન નામે એક ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. તેને ઘેર એક ઊંટડી હમેશાં આવતી હતી. ભરવાડ તેને મારીને પોતાને ઘેર લઈ જતો હતો, છતાં પુનઃ તે ઊંટડી પેલા શેઠને ઘેર આવતી હતી. એક વખતે શેઠે ગુરુને પૂછ્યું – “આ ઊંટડી મારે જ ઘેર પ્રીતિથી આવે છે તેનું શું કારણ?” સૂરિ બોલ્યા- “આ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી તે પ્રતિદિન જિનેશ્વરની આગળ દીવો કરીને પછી તે દીવાવડે ઘરના કામ કરતી અને ધૂપના અંગારાવડે ચૂલો સળગાવતી હતી. તે પાપથી આ ભવે તે ઊંટડી થઈ છે. પૂર્વભવે તારી માતા હોવાથી તેને પુત્રને અને પોતાના ઘરને જોઈ તે તારે ઘેર આવવાથી ખુશી થાય છે. હવે તું તેની પાસે જઈ તેને પૂર્વભવના નામથી બોલાવી તેના કાનમાં દેવદ્રવ્યને વિનાશ કરવાની હકીકત કહીશ તો તે જાતિસ્મરણ અને બોઘ પામશે.” શેઠે ગુરુના કહેવા પ્રમાણે કર્યું એટલે તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન પામી, પછી ગુરુની સાક્ષીએ સચિત્ત વિગેરેનો નિયમ લઈ, મનના પશ્ચાત્તાપવડે પૂર્વના પાપ બાળી દઈ તે ઊંટડી દેવપણાને પ્રાપ્ત થઈ. (પૃ.૧૫૩)
ઘર્માર્થે બોલેલું દ્રવ્ય શીધ્ર આપી દેવું – “ચૈત્ય નિમિત્તે બોલેલું કે આપવા કહેલું દ્રવ્ય સત્વર આપી દેવું અને શુદ્ધ બુદ્ધિથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી.”
આનો ભાવાર્થ એવો છે કે દેવદ્રવ્ય એક ક્ષણ પણ રાખવું નહીં. બીજાનું કરજ હોય તે આપવામાં પણ વિવેકી પુરુષો જ્યારે સર્વથા વિલંબ કરતા નથી તો પછી દેવદ્રવ્ય આપવામાં તો કેમ જ વિલંબ કરે ? જો તુરત આપવાને અસમર્થ હોય તો પ્રથમથી જ પખવાડિયા કે અઠવાડિયા પછી આપવાનો સ્ફટ રીતે અવધિ કરવો. પછી તે અવધિનું ઉલ્લંઘન થાય તો પૂર્વોક્ત દેવદ્રવ્યના ઉપભોગના દોષનો પ્રસંગ આવે. વિલંબ કરવાથી સારા શ્રાવકને પણ દુર્ગતિ પ્રાપ્ત થાય છે. તે વિષે નીચેનું દ્રષ્ટાંત જાણવું.
૨૯૭