________________
સાતસો મહાનીતિ
(૬ ૧૪૭. મિથ્યાત્વને વિસર્જન કરું.
૧૮ પાપસ્થાનકમાં મોટામાં મોટું અઢારમું પાપસ્થાનક મિથ્યાત્વ છે. તેને વિસર્જન
કરું; અર્થાત્ દૂર કરું. એ મિથ્યાત્વના મુખ્ય પાંચ કારણો છે. (૧) કદાગ્રહ (૨) કુસંગ (૩) સ્વચ્છંદ (૪) વિષયમાં આસક્તિ અને (૫) પ્રમાદ. તે સર્વ મિથ્યાત્વને પોષે છે. જેને મિથ્યાત્વ દૂર કરવું હોય તેણે એના પ્રતિપક્ષી કારણો નીચે પ્રમાણે સેવવાં જોઈએ. જેમકે કદાગ્રહને બદલે સત્ય વસ્તુ માનવામાં હઠ ન જોઈએ. પણ “વાળ્યો વળે જેમ હેમ” એમ જોઈએ. એ બીજી દ્રષ્ટિનું લક્ષણ છે. તેનું કારણ સત્પરુષોનો યોગ અને તેનો આશ્રય છે. પરમકૃપાળુદેવે જણાવ્યું કે “જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે.” (વ.પૃ. ૫૦૪)
બીજું કુસંગને દૂર કરવા સત્સંગ સેવવો. “ક્ષત્તિ સન્નનસંક્ટિવા મવતિ માવતર નૌશા”, સ્વચ્છંદને ત્યાગવા સત્પરુષની આજ્ઞા ઉઠાવવી. “બાપા, થમ્યો કાળા તવો” અને આસક્તિને છોડવા વિષયો પ્રત્યે વૈરાગ્ય-અનાસક્ત ભાવ લાવવો, તેમજ પ્રમાદનો જય કરવા જાગૃતિ લાવવી.
પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા.” - શ્રીમદ્ રાજચંદ્ર એમ સર્વ કારણોને સવળા કરી સમ્યકત્વ પ્રાપ્ત થાય તેવા કારણો સેવવા અને મિથ્યાત્વનું સર્વકાળને માટે વિસર્જન કરવું. ૧૪૮. અસત્યને સત્ય કહું નહીં.
સત્યની ખબર નહીં હોવાથી અસત્યને સત્ય માની જીવ પ્રવૃત્તિ કરે છે. પણ અસત્યને અસત્ય જાણ્યા પછી લોકલાજને લઈને, કે સત્ય આચરવાની શક્તિ ન હોવાથી, કે માનને લઈને અસત્યને સત્ય કહું નહીં. અસત્યને સત્ય કહેવું એ ઉત્સુત્રપ્રરૂપણા છે, જેથી મહાવીર ભગવાનના જીવને આખા ચોથા આરા સુઘી રખડવું પડ્યું હતું. બીજાને અવળે માર્ગે જે દોરે તેને પોતાને ઠેકાણે આવતા બહુ વાર લાગે છે. માટે અસત્યને સત્ય કહી ભવભ્રમણ વઘારું નહીં. ૧૪૯. શૃંગારને ઉત્તેજન આપું નહીં.
જગતમાં શૃંગારરસ પ્રિય છે. એ વિષે કોઈને શીખવવું પડતું નથી. જીવો શૃંગારરસને શોધ્યા કરે છે અને પોષ્યા કરે છે. એક સત્પરુષો તેને ઉત્તેજન આપતા નથી. ઘણા ઘર્મોની પ્રવૃત્તિ શૃંગારથી શરૂ થાય છે. ગાન, તાન, વિષયનું પોષણ થાય તે પ્રકારે ઘર્મ ફેલાવવાથી લોકો એ ઘર્મને ઝટ અનુસરે અને જોતજોતામાં ઘણી સંખ્યા થઈ જાય; પણ તેમાં આત્મહિત નથી. જેના ચિત્તમાં વૈરાગ્ય હોય તે શૃંગારને ઉત્તેજન આપે નહીં. ૧૫૦. હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં.
પોતાનાં સ્વાર્થનું કોઈ કામ સાઘવું હોય પણ તેમાં જો હિંસા થતી હોય તો તે ઇચ્છું નહીં. જેમકે ફલાણા ભાઈ મરી જાય તો મને વારસો મળે, માટે ઝેર આપે કે બીજી કોઈ યોજના કરે. હિંસા વડે કોઈ પણ સ્વાર્થ સઘાય એવો હોય તો ઇચ્છાને રોકવી. તાત્કાલિક ફળ મેળવવા જીવો લલચાઈ જાય છે કે હું આમ કરું તો મને આ મળી જાય વગેરે. પણ પ્રારબ્ધ સિવાય માત્ર હિંસા કરવાથી કાંઈ મળતું નથી. અત્યારે જે મળે છે તે પૂર્વે પુણ્ય કર્યું હોય તેના ઉદયથી મળે છે. પણ વસ્તુ મેળવવા અત્યારે હિંસાદિ સાધન વાપરે તો તેના ફળ પરભવમાં પાછા ભોગવવા પડે છે. પુણ્યનો ઉદય હશે તો હિંસા નહીં કરે તો
૭૨