________________
સાતસો મહાનીતિ
ગામ જાય ત્યારે સાચવે. પોપટલાલના વિનયને લઈને પરમકૃપાળુદેવને થયું કે એને કિંઈ આપું પણ સામાનો ભાવ ન હોય તો ક્યાં મૂકે? કૃપાળુદેવે કહ્યું : “જે લાભ લેવો જોઈતો હતો તે તેં બિલકુલ ન લીઘો. માત્ર પુણ્ય બાંધ્યું. જો કે બીજા લોકો સમાગમમાં જેટલા પ્રમાણમાં આવ્યા તેના પ્રમાણમાં લાભ લીધો છે પણ તેં લીઘો નહીં.” એક મહિનો વવાણિયામાં કૃપાળુદેવ હતાં. ત્યારે આર્યાઓને (સાધ્વીઓને) રોજ એક કલાક સૂયગડાંગ સૂત્ર સંભળાવ્યું હતું. તેથી તેમને લાભ થયો. પોપટલાલ રોજ કૃપાળુદેવ સાથે અપાસરે જતા પણ કંઈ લક્ષ નહીં હોવાથી જે લાભ સાધ્વીઓને એક મહિનામાં થયો તેટલો પણ આટલા સમાગમવાળા પોપટલાલને થયો નહીં. કૃપાળુદેવ પ્રત્યે સામાન્યપણું થઈ ગયું હતું. તેથી મને (પૂ. શ્રી બ્રહ્મચારીજીને) મોહનલાલજી મહારાજે સૌ પ્રથમ જ્યારે પ્રભુશ્રીજીની સેવામાં રહ્યો ત્યારે કહેલું કે પ્રભુશ્રીજીનું બધું સેવાકાર્ય બહુ લક્ષપૂર્વક કરવું, યાદ રાખવું, સામાન્ય ન કરી નાખવું.
શ્રી યશોવિજયજીના જીવનચરિત્રમાંથી -
શ્રી યશોવિજયજી અને શ્રીનયવિજયજીનું દ્રષ્ટાંત – કાશીમાં યશોવિજયજી અને વિનયવિજયજીએ ત્રણ વર્ષ સુધી એકચિત્તથી અભ્યાસ કરી તેઓ સકળ શાસ્ત્રપારંગત અને ન્યાયના વિષયમાં એક્કા થયા. ગુરુની સેવા બરાબર ઉઠાવવાથી ગુરુએ પણ પ્રસન્ન થઈ સર્વ વિદ્યાઓ શીખવી; પણ એક અપૂર્વ ગ્રંથ તેમની પાસે હતો તે ન શીખવ્યો. ગુરુ આ અદ્ભુત ગ્રંથ કોઈને બતાવતા પણ નહોતા. યશોવિજયજી અને વિનયવિજયજીએ એક વખત કોઈ પ્રકારે એ ગ્રંથ ગુપ્ત રીતે મેળવ્યો. એમાં ૧૨૦૦ શ્લોક હતા. તેમાં એક જ રાતમાં ૭૦૦ શ્લોક યશોવિજયજીએ મુખપાઠ કર્યા ને ૫૦૦ શ્લોક વિનયવિજયજીએ મુખપાઠ કર્યા. ગુરુની રજા વિના તેમ કરેલું હોવાથી તેમના દિલમાં તે કાર્ય ખટકવા લાગ્યું. એ તો ચોરી કહેવાય....એક દિવસ ગુરુનું પ્રસન્ન ચિત્ત જોઈ તેમણે આ ગ્રંથની વાત કાઢી અને ગુરુની માફી માગી. ગુરુએ તેમની જ્ઞાનપીપાસા અને એક જ રાતમાં આખો ગ્રંથ યાદ રાખી લેવાની શક્તિ જોઈ ખુશ થઈને માફી આપી. ૧૪૧. સ્વાર્થને ઘર્મ ભાખું નહીં.
જ્યાં બે વસ્તુ ભેગી થતી હોય ત્યાં જે જેટલું હોય તેટલું જ કહેવું અને તેમજ માનવું જોઈએ. જેમકે કોઈ પગાર લઈને નોકરી કરે અને કહે કે હું તો જ્ઞાનીની સેવા કરું છું, અથવા પ્રભુશ્રી વગેરે બધા બેઠા હોય ત્યાં કોઈ ઊભો થઈને પંખો નાખે પણ મનમાં એમ હોય કે પોતાને પણ વા ખવાય, બફાઈ જતો હતો તો એક પંથ દો કાજ થયા, અને તેને માને સેવા. વળી જ્ઞાનીને ત્યાં જતા ઘર્મ થશે અને કોઈક શેઠીયાઓની ઓળખાણ પણ થશે એમ માને, ત્યાં વૃત્તિ છેતરે છે. તેવી જ રીતે કોઈ મોટા વ્યાખ્યાનો આપતો હોય અને પૈસા લેતો હોય, તે કંઈ ઘર્મ ન કહેવાય. સારું બોલે તેથી શું થયું? પણ જ્યાં સમ્યવ્રુષ્ટિ હોય ત્યાં એવી ભૂલ થતી નથી. તે રાગને રાગ જાણે છે અને દોષને દોષ જાણે છે. દોષ થઈ જાય તેને પણ તે યથાર્થ જાણે છે. પણ જ્યાં મિથ્યાત્વ હોય, ત્યાં પોષાતી હોય વૃત્તિ અને તેને માને છે ઘર્મ. લોકો સસાહ ભરે છે જેમાં ખાવાનું અને ગાવાનું મળે અને માને કે અમે ઘર્મ કરીએ છીએ. વિવેક ન હોય ત્યાં ઘર્મની કમાણી થાય છે કે ખોટ જાય છે તેનો વિચાર રહેતો નથી. માટે જ્યાં સ્વાર્થ હોય તેને ઘર્મ માનું નહીં. ૧૪૨. ચારે વર્ગને મંડન કરું.
ઘર્મ, અર્થ અને કામ એ ત્રણ ત્રિવર્ગ કહેવાય છે અને મોક્ષ એ અપવર્ગ કહેવાય છે. માટે ચારેય
૬૯