________________
સાતસો મહાનીતિ
“ઇન્દ્રિય દમનકું સ્વાદ તજ, મન દમનકું ધ્યાન.” તેમ તાજાં તાજાં ખાવું. રોટલી, ભજીયા તરતના તરત તૈયાર થાય તેમ ખાતો જાય – તે પણ રસના ઇન્દ્રિયની વૃદ્ધિનું કારણ છે.
“જે વસ્તુમાં બહુ રસ પડે, આનંદ આવે તે વસ્તુ ઓછી ખાવી કે તેને નીરસ કરીને ખાવી. જેમકે દાળમાં વઘાર સારો બેઠો હોય ને સ્વાદિષ્ટ લાગે તો તેમાં થોડું પાણી રેડીને ખાવું. આમ ખોરાક નીરસ લેવાની ટેવથી બધી ઇન્દ્રિયો ઉપર અસર થશે અને વધારે ખવાઈ પણ ન જવાય.” ઓ. ભાગ-3 (પૃ.૬૯૬) ૧૨૮. રોગ વગર ઔષઘનું સેવન કરું નહીં.
આ દવા પાચક છે અને પુષ્ટિકારક છે એમ ગણી લોકો ઔષઘને રોજનો ખોરાક બનાવી દે છે. જરૂર ન હોય તો પણ ટેવ પડી જવાથી ખોરાકની માફક ખાય છે. ઔષધિ તો રોગ મટાડવા માટે હોય. પણ જો વિચાર્યા વિના વાપર્યા કરે તો કોઈ વખતે નુકસાન પણ કરી બેસે. શરીરમાં ગરમી હોય અને પૌષ્ટિક દવા વાપર્યા કરે તો તે ગરમી વધીને શરીરમાં ફૂટી નીકળે. શરીરમાં અનાવશ્યક તત્ત્વ વધારે તો રોગ પણ થઈ જાય. શ્રીમંતોને ગાઉટ કે ડાયાબિટીસ થાય છે તે પુષ્ટિકારક ખોરાકનું પરિણામ છે. ૧૨૯. વિષયનું ઔષઘ ખાઉં નહીં.
જેથી પાંચ ઇન્દ્રિયોના વિષયો ઉન્મત્ત થાય. શરીરમાં વિકારની વૃદ્ધિ થાય એવા કોઈ પણ પ્રકારના ઔષધોનું સેવન કરું નહીં. અનાદિકાળથી વિષયોની પીડાથી જીવ દુઃખી છે. તેમાં વળી આવા ઔષધોનો ઉપયોગ કરી તે અંતરાત્મપીડાને ઉત્તેજન આપું નહીં. ૧૩૦. ખોટી ઉદારતા એવું નહીં.
(૧) કોઈ માણસો એવા હોય કે કોઈ ટીપ આવે તો તેમાં પહેલાં મથાળામાં પોતે હજાર બે હજાર કે તેથી મોટી રકમ લખી નાખે. જેથી બીજાઓ પણ ભરે. પણ રકમ આપવા વખતે ભરી શકે નહીં; એ ખોટી ઉદારતા છે. તેમ કોઈ પાસે પૈસા હોય નહીં, મોટું કુટુંબ કહેવાતું હોય અને કોઈ દેરાસરનું કે અમુક કામ કરવું હોય તો કોઈના ચઢાવ્યાથી ફુલાઈ જાય અને પૈસા દેવું કરીને પણ ભરે, તે ફુલણજી કહેવાય.
(૨) જેવું ઘનના સંબંધમાં છે તેવું જ્ઞાનના સંબંઘમાં પણ છે. સિદ્ધની વાતો કરી દેખાડે અને સમકિતનું ઠેકાણું ન હોય. લોકોને સારું દેખાડવા માટે આને આમ મળવું પડશે, આનું આમ કરવું પડશે. એમ કરતાં આખો દિવસ અને આખું આયુષ્ય જતું રહે. ઘી જેવી વસ્તુને કોઈ ઢોળી નાખતું નથી તેમ અમૂલ્ય મનુષ્યભવ વૃથા વહી જાય છે તેની ખાસ કાળજી રાખવા યોગ્ય છે.
(૩) જામિનગીરીમાં પણ ખોટી ઉદારતા સેવે, અને કહે કે કોઈ બચતો હોય તો સહી કરવામાં શું વાંઘો છે. પણ પોતાની શક્તિ વિચારતો નથી કે જવાબદારી માથે રાખી તો કોઈવાર પૈસા પણ ભરવા પડશે અને જ્યારે તે ભરવાનો પ્રસંગ આવે ત્યારે પોતાની ભૂલ સમજાય અને મૂંઝવણમાં આવી પડે છે.
(૪) તેમજ ઘર્મની બાબતમાં પણ “આમ કરવાથી આમ થશે અને આમ ન થાય તો મને કહેજો.” એમ જવાબદારી લેવી એ ગંભીર વસ્તુ છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે આ પુરુષની-કૃપાળુદેવની જવાબદારી લઈએ છીએ, વીમો ઉતારીએ છીએ પણ આ સાચી વસ્તુ છે તેથી જોખમ માથે રાખીએ છીએ. જો સાચ ન હોય તો મહાગંભીર જોખમ છે, જેવી તેવી વસ્તુ નથી. કૂવામાં હોય તો હવાડામાં આવે, તેમ પ્રથમ ઘર્મ સંચય કરવાની જરૂર છે, પ્રથમ છાનામાના કામ કરી લેવાની જરૂર છે; ડાહ્યા થવામાં માલ નથી. જેમાં
૬૧