________________
સાતસો મહાનીતિ
વિચારે સમજાય તેવી વાત છે. માથું ઓળતાં વાળ કાંસકા ઉપર આવ્યા હોય તેને ઘરના કોઈ ખૂણામાં પણ રાખવા કોઈ ઇચ્છતું નથી, તથા હજામત કરાવેલા વાળ દૂર ફેંકી દે છે. કોઈ કપડામાં ભરાયો હોય તો ખેંચ ખેંચ કરે. તેવી નિરર્થક ચીજમાં વારંવાર વૃત્તિ રાખી તેની ઠીકઠાકમાં મનુષ્યભવની મોંઘી પળો ગુમાવવી એ વિચારવાનને કેમ પાલવે? ઘણાં સ્ત્રીપુરુષોને વારંવાર માથાના વાળ ઠીક કરવા કે જેમ ઓળીને રાખી મૂક્યા હોય તેવા રહ્યા છે કે નહીં તેની પરીક્ષા કરવા માથે હાથ ફેરવતા જોઈએ છીએ અને તે ટેવનું રૂપ લે છે એટલે વગર કારણે શિર પર હાથ ફર્યા કરે છે. આ મોહની ઘેલછા છે. તેનું સૂક્ષ્મ અવલોકન કરી અંતવૃત્તિઓને તપાસી તેને સન્માર્ગે વાળવી ઘટે છેજી. જેમને દેહાધ્યાસ એ મહાદોષ ભાસ્યો છે અને જે સંસારથી વિરક્ત થયા છે તે મહાપુરુષો તો કેશને ક્લેશરૂપ જાણી, મોહનાં મૂળ જાણી તે પરમપુરુષો શ્રી તીર્થકર જેવા તો તેને મૂળથી ઉખેડી નાખે છે. (પૃ.૪૨૮)
“કુટિલ, ઘૂર્ત-વિલાસ-વાસ ગણી કેશ-લોચ તે કરતા રે; તર્જી શણગાર, અણગાર બની તે મહાવ્રતો ઉચ્ચરતા રે;
પરોપકારકારક પરમાત્મા ઊડ્યા જગ ઉદ્ધરવા રે.” -પ્રજ્ઞાવબોઘ દરેક બાબતનો ઊંડો વિચાર કરતાં શીખો એ જ વિનંતી. (પૃ.૪૨૮) ૧૧૭. કચરો રાખું નહીં.
- ગૃહસ્થને ઘર હોય કે દુકાન વગેરે હોય તેમાં કચરો રાખવાથી જીવોની ઉત્પત્તિ થાય, તેથી હિંસા થાય. રોગની ઉત્પત્તિ થવાનો પણ સંભવ છે માટે કચરો રાખું નહીં. પણ ઘર સ્વચ્છ રાખું. ૧૧૮. ગારો કરું નહીં-આંગણા પાસે.
આંગણા પાસે પાણી કે એંઠવાડો ઢોળવાથી ગારો એટલે કાદવ કે કીચડ થાય. જેથી જીવોની ઉત્પત્તિ થાય. મચ્છર વગેરે પણ થાય. તે રોગનું કારણ બને છે. માટે આંગણા પાસે ગારો કરું નહીં. ૧૧૯. ફળિયામાં અસ્વચ્છતા રાખું નહીં. સાધુ)
સાધુ છે માટે ફળિયામાં એટલે શેરીમાં ઘર્મશાળા હોય કે કોઈ ખાલી ઘરમાં નિવાસ હોય ત્યાં મળમૂત્ર વગેરે ગમે ત્યાં નાખવા નહીં; પણ એકાંત જગ્યામાં મળમૂત્ર વગેરે પરઠવવા. નહીં તો ફળિયામાં રહેનારને દુગંછા થાય. તેથી સાધુ પ્રત્યે દ્વેષભાવ આવે કે આવા સાથું ક્યાંથી આવ્યા કે જેથી અમને આવી દુગંછા સહન કરવી પડે. આ સાથુ જતા રહે તો સારું. આમ સાધુ પ્રત્યે અભાવ થાય તો એ નિમિત્તે લોકો કર્મ બાંધે. માટે ગામ બહાર કે એકાંત જગ્યામાં મળમૂત્ર પરઠવવા. ૧૨૦. ફાટેલા કપડાં રાખું નહીં. (સાધુ)
ફાટેલા કપડાં હોય તેના ટુકડે ટુકડા કરી મુનિએ જંગલમાં પરઠવવા. પણ તેનો સંગ્રહ કરવો નહીં. ૧૨૧. અણગળ પાણી પીઉં નહીં.
પ્રભુશ્રીજીએ જણાવ્યું કે જ્ઞાની કેમ બોલે? પોતે દોષમાં ન આવે તેમ સ્વાદુવાદપૂર્વક બોલે. જેમકે જ્ઞાની કહે: “ગાળીને પાણી પીવું.” પણ “અણગળ પાણી પીવું નહીં.” એ વિષે પ્રભુશ્રીએ પૂછ્યું “આ બે વાક્યમાં કંઈ ફેર હશે?” વિધિ નિષેઘ સિવાય આપણને એમાં બીજો કોઈ ફેર જણાય નહીં. તેથી પ્રભુશ્રીજીએ કહ્યું કે પહેલા વાક્યમાં આજ્ઞા છે અને બીજા વાક્યમાં સામાન્ય ઉપદેશ છે. પહેલા વાક્યમાં
પ૭