________________
સાતસો માનતિ
હવે એકઠા શિવભૂતિ તાપસ જે શ્રેષ્ઠીનો પ્રથમનો ગુરુ હતો તે ત્યાં આવ્યો. લેપ શ્રેષ્ઠી સામો નહીં જવાથી તાપસે પોતાના બીજા શિષ્યો પાસેથી જાણ્યું કે એ જૈનધર્મી થયો છે. તેથી તેણે એક શિષ્યને શ્રેષ્ઠી પાસે મોકલ્યો અને કહ્યું કે અમારા ગુરુ તમને
યાદ કરે છે. શ્રેષ્ઠીએ કહ્યું કે જેની કર્મની ગાંઠ છૂંદાઈ ગઈ છે તે મારા ગુરુ છે, બીજા નહીં.મારા ગુરુએ અનુકંપાદાન આપવાનું કહ્યું છે. તેથી પહેલાં આપતો તેના કરતાં પણ ભલે કિંમતી વસ્તુઓ ઘી, પકવાન વગેરે ગ્રહણ કરો પણ તમારે જિનેશ્વરે ભાખેલા ધર્મની નિંદા કરવી નહીં. છેવટે તાપસ આવ્યો અને કહ્યું કે હે શ્રેષ્ઠી! કયા ઘૂર્તે તને છેતર્યો છે કે મારા આવતા ઊભો પણ થતો નથી? તું યોગ્ય કરતો નથી. મારું સામર્થ્ય તેં હજી જોયું નથી. મારા ભક્તોને પ્રત્યક્ષ સ્વર્ગનું સુખ થયું છે. બીજા નરકવાસી થયા છે. વિદ્યાના બળથી સ્વર્ગ-નરકાદિ બતાવ્યા છતાં શ્રેષ્ઠીએ વિચાર્યું કે આ બધું ઇંદ્રજાળ છે. પોતાના કર્મ અનુસારે જ નરક કે સ્વર્ગમાં ગમન થાય છે. વીતરાગ પરમાત્મા પાસે અનંત લબ્ધિઓ હોવા છતાં પણ તેનો અહંકાર નથી. શ્રેષ્ઠીએ તાપસને કહ્યું બુદ્ધિ વગેરેના અહંકારનો ત્યાગ કરી અઢાર પાપસ્થાનક રહિત વિરતિ ધર્મમાં પ્રવર્તો. હવે શ્રેષ્ઠીને દૃઢ જૈન ધર્મી થયો જાણી તે તાપસ જતો રહ્યો.
શ્રેષ્ઠીએ પોતાના આખા કુટુંબને જૈન ધર્મી બનાવ્યા અને પોતે દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામીને મોક્ષપદ મેળવ્યું, (ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૪ના આધારે) ૭૪. આત્મપ્રશંસા ઇચ્છું નહીં.
આ વાક્યમાં આત્મપ્રશંસા કરું નહીં. એને બદલે આત્મપ્રશંસા ઇચ્છું નહીં એમ લખ્યું છે કારણ હૈ સત્યની ખાતર જે ગુપ્ત । હોય તે વખતે કહેવો પડે પણ ઇચ્છા આત્મપ્રશંસાની ન હોય એવું ચોખ્ખું દિલ હોય. ઇચ્છાથી આત્મા મલિન થાય છે. હૃદયમાં ન હોય ને માત્ર મોઢેથી જરૂર લાગતું બોલવાનું થાય તો દોષ નથી. પણ કોઈને પોતાના વખાણ પોતે કરે છે એવો ભાસ થવાનો સંભવ છે. કારણ કે સામાન્ય માણસ એમ કરવા જાય તો પોતાની વાત કરવા જતાં અહંકારમાં તણાઈ જાય એવો આ પ્રસંગ કહેવાય. પણ અહીં તો મહાપુરુષની વાત છે કે જેને ગમે તેવા પ્રસંગ આવે તો પણ તેમાં લેપાતા નથી. કોઈ પ્રોફેસર ૨વજીભાઈ દેવરાજ આચારાંગનું ગુજરાતી ભાષાંતર કરનારે પરમકૃપાળુદેવને પૂછેલું કે એક કલાકમાં કેટલાક શ્લોક સ્મૃતિમાં રહી શકે? વગેરે. તેના ઉત્તરમાં પોતે વિસ્તારથી પત્રાંક ૧૮માં જણાવે છે – “પ્રવેશ—આપનું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત્ ભાગ ભળે ત્યારે, નહીં તો નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચીતરવી. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી; અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત્ આપની માગણી ઉપરથી જણાવતાં અહીં આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી.'' શ્રીમદ્ રાજચંદ્ર (વ.પુ.૧૩૩)
“એક વિદ્વાને ગણત્રી કરતાં માન્યું હતું કે ૫૦૦ શ્લોકનું સ્મરણ (કૃપાળુદેવને) એક કલાકમાં રહી શકે છે.’” (વ.પૃ.૧૩૪)
આત્મપ્રશંસા એ સભ્યતાની વિરુદ્ધ છે. થર્માત્મા તો તે કરે જ નહીં. શ્રી યશોવિજયજીએ
૪૩