________________
- ૨૫ ભેદ છે. તે બંનેનું રવરૂપ વિસ્તારથી કહી તેની ભયંકરતા સમજાવી છે. ગપ્રદિપમાં મિથ્યાત્વને અવિદ્યા કહી છે, તેનું સ્વરૂપ કહી આ પ્રકરણ પૂરું કર્યું છે.
પછી ૧૬ મી ગાથાથી ર૭ મી ગાથા સુધીમાં દસ રુચિના - નામ ને તેના ભાવ દષ્ટાંતો સાથે કહ્યા છે. વિસ્તાર રુચિના
ભાવમાં આ અધ્યયનની જ્ઞાનના સ્વરૂપની જે ગાથાઓ ૪ થી ૧૩ - સુધીની છે તે ગુંથી લીધી છે.
પછી ૨૮ મી ગાથાથી નવતત્વની શ્રદ્ધા રાખવી તે જ - સમકિત છે, અને તે ચાર ગુણોથી ટકે છે તે બતાવી, ૨૯ મે ૩૦ મી ગાથાથી તેની મહત્તા કહી છે. અન્ય ધર્મોમાં પણ શ્રદ્ધાને ઘણું મહત્વ આપ્યું છે તે તેમના જુદા જુદા શાસ્ત્રોને આધાર આપી બતાવ્યું છે.
પછી ૩૧ મી ગાથાથી સમકિતના આઠ અંગના ભાવ સવિસ્તાર દૃષ્ટાંતો સાથે આપીને તેનું રૂડું ફળ મેક્ષપ્રાપ્તિ તે જુદા જુદા શાસ્ત્રોને આધાર આપી કહેલ છે. - ત્યાર બાદ સમકિતના ૬૭ બોલના સવિસ્તર ભાવ કહ્યા છે. તેમાં જમાલિ આદિ સાત નિહનોનું, ધર્મકરણીનું ફળ અવશ્ય મળે છે તેથી તેમાં સંદેહ ન રાખવું અને શુદ્ધ ભાવથી કરણી કરવી. અને તેના કેવા કેવા ફળ મળે છે તે શ્રી ઉવવાઈ સૂત્રમાં - ભગવાને ગૌતમ સ્વામીને સેળ પ્રકારના ફળ બતાવ્યો છે તેનું,
અને જ્યાં જ્યાં દષ્ટાંતે આપવા ઠીક જણાયા તે દષ્ટાંતેનું વર્ણન કરેલ છે, તે ઉપસંહારમાં આત્માના છ સ્થાનમાં ગાથા ૩૫ ને ૩૬ ના ભાવ કહીને ૨૮ મું અધ્યયન સમાપ્ત કરેલ છે.
પછી સમકિતની મૈત્રી આદિ ૪ ભાવના, તેના ૧૧ દ્વાર, તેના અધિકારી અને સમકિતીની મંગલમય નિસ્પૃહતા અને સમકિતીને સર્વજ્ઞ તીર્થકરોની હિતશિક્ષા સવિસ્તર આપ્યા છે.
છેલે આ બધા વિષયોની ટૂંક સમીક્ષા કરી ઉપસંહાર - કરેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org