Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 11
________________ શક્તિઓનો ધામ છે. આવું વસ્તુ સ્વરૂપ હોવા છતાં પોતાના સ્વભાવના સામર્થ્યનો મહિમા જીવને અનાદિ કાળથી એક સમયના માટે આવ્યો નથી. અને વર્તમાન સંસાર અવસ્થામાં જે પ્રાપ્ત સંયોગો છે તે જાણભંગુર હોવા છતાં તેની દષ્ટિ ત્યાંથી ખસતી નથી. જ્યાં સુખ નથી ત્યાં સગવડના ભ્રમે સુખનો આભાસ થાય છે. આવી તેના વિભાવની વિપરીતતા તેના દુઃખનું મૂળ કારણ છે. વર્તમાન સંસાર અવસ્થામાં મુખ્ય ગુણોની પર્યાયની સ્થિતિનું અવલોકન કરીએ તો પર્યાયમાં થતી ભૂલ સુધારવાનો અવકાશ રહે. (૧) જ્ઞાનઃ વર્તમાન જ્ઞાનની પર્યાયનું પરિણમન જધન્ય છે. (૨) દર્શનઃ શ્રધ્ધા વર્તમાનમાં સ્વરૂપ સંબંધી વિપરીતતા છે. અભિપ્રાય-માન્યતાનો મૂળ દોષ છે. (૩) વીર્ય ચારિત્ર ગુણમાં અસ્થિરતાનો અભાવ જણાય છે. (૪) સુખ પોતે સ્વભાવથી સુખ સ્વરૂપ હોવા છતાં, સંયોગોને જોઇને પોતાને દુઃખી માની રહ્યો છે એ જ એનું દુઃખરૂપ પરિણમન છે. આજ સંસાર છે. સ્ત્રી, પુત્રાદિ સંયોગો સંસાર નથી પણ પોતાનું જ્ઞાનાનંદ સ્વરૂપ ભૂલીને એમને પોતાના માનવા એ માન્યતા સંસાર (૭) હવે નિશ્ચય મોક્ષમાર્ગ તો આત્માનું શ્રધ્ધા, જ્ઞાન અને રમણતારૂપ પરિણમન જ છે. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાથી જ મોક્ષમાર્ગ બને છે. તો નિશ્ચય સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની વ્યાખ્યા ખરેખર સમજવા જેવી છે, વિચારવા જેવી છે. સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રધ્ધાન સ્વભાવે શાનનું પરિણમવું તે છે. સ્વભાવ-વિભાવની ભિન્નતાના શ્રધ્ધાનરૂપ વીતરાગી પરિણતિ થવી તે સમકિત છે. ભગવાન આત્મા શુધ્ધ ચિદાનંદકંદ પ્રભુ સદા વીતરાગી સ્વભાવી છે. તેના શ્રધ્ધાનરૂપે જે ભવન-પરિણમન તે નિશ્ચય સમકિત છે. વીતરાગ સ્વરૂપી આત્મસ્વરૂપના શ્રધ્ધાનરૂપના વિતરાગ પરિણતિને પરિણમે તેને નિશ્ચય સમ્યગ્દર્શન કહ્યું છે. જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું (જ્ઞાનની પર્યાયનું) પરિણમવું તે જ્ઞાન છે. આત્માના જ્ઞાનનું અંતરમાં સ્વસંવદનરૂપે સ્વના પ્રત્યક્ષ જ્ઞાનપણે થવું તેને જ્ઞાન કહે છે. તેને નિશ્ચય સમજ્ઞાન કહ્યું છે. ' રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે સચ્ચારિત્ર છે. જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વદન હોય એવી રાગના ત્યાગરૂપ-વીતરાગી પરિણતિને-આનંદની દશાએ આત્માનું થવું એ ચારિત્ર છે. સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે. જ્ઞાનની પર્યાયની સ્વરૂપમાં સ્થિરતાને સમ્યગ્વારિત્ર કહ્યું છે. Jain Education International For Personal Private Use Only - WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94