Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 30
________________ થાય છે. મોક્ષ પ્રગટે છે. અનંત- કહેવાય છે). અક્ષય સુખ પ્રાપ્ત થાય છે. ભૂલ ક્યારે ટળે? (૧) આત્માને માને પણ તેના પરિણમનને ન માને તો તેની ભૂલ ટળે નહિ. દ્રવ્ય - ગુણ - પર્યાયિત્મક સ્વરૂપ જાણવું જોઈએ. (૨) આત્માને માને, એના પરિણમનને પણ માને, પણ પરિણમનમાં ભૂલ છે એમ ન માને તો ભૂલ ટળે નહિ. (૩) આત્માને માને, એના પરિણમનને માને, પરિણમનમાં ભૂલ છે એમ પણ માને પરંતુ ભૂલરહિત શુધ્ધ સ્વરૂપને ન માને તો પણ ભૂલ ટળે નહિ. (૪) આત્માને માને, તેના પરિણામને માને, પરિણમનમાં ભૂલ છે એમ પણ માને, અને ત્રિકાળી શુધ્ધ સ્વરૂપને પણ માને, પણ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું અવલંબન - આશ્રયન કરે તો ભૂલ ટળે નહિ. (૫) પોતાનું શુધ્ધ ત્રિકાળી સ્વરૂપ એકરૂપ છે અને તેના આશ્રયેજ -અવલંબને જ પર્યાયમાં ભૂલ ટળે એ એક જ ભૂલ ટાળવાનો ઉપાય છે. પોતાના સ્વભાવના અવલંબનનો પુરૂષાર્થ જીવ પોતે જ કરે તો ભૂલ ટળે. એમાં સાચા દેવ-ગુરૂ-શાસ્ત્ર નિમિત્ત છે. આમાં દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યનું કમબધ્ધ પરિણમન, દ્રવ્યની તસમયની યોગ્યતા, ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા બધા જ નિયમો આવી ગયા. નિમિત્તને કર્તાપણાની ભૂલના કારણ શું? જે કાંઈપણ કાર્ય થાય છે તે ઉપાદાનની યોગ્યતાથી જ થાય છે ત્યારે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી આ સિધ્ધાંત છે. છતાં નિમિત્તને કર્તાપણાની ભૂલના કારણ શું? તે આ પ્રમાણે છે. (૧) કાર્યની અનુકૂળતા (નિમિત્તની હાજરીમાં) (૨) અનિવાય પરિસ્થિતિ (પાંચ સમવાયમાં નિમિત્ત એક છે). (૩) કાર્યની સન્નિકટતા (કાર્યની સન્મુખ જ હોય છે). (૪) જિનવાણીમાં નિમિત્ત પ્રધાન કથનોની બહુલતા (જીવને જલ્દી સમજાય એ પ્રયોજનથી) (વ્યવહારની કથન શૈલી). (૫) નિમિત્ત-નૈમિત્તિક સંબંધોની ઘનિષ્ટતા તથા આગમમાં અને લોકમાં એવા કથનોની બહુલતા. (૬) ઉપકારની પ્રવૃત્તિરૂપ ભાવના (આભારની ભાવના) (૭) પ્રેરક નિમિત્તોની અહંભાવના (મારા થકી જ થયું). (૮) અનાદિકાળથી પરપદાર્થોમાં કર્તુત્વબુધ્ધિ (૯) જે નિમિત્ત - ઉપાદાનના પૂર્વચર - ઉત્તરચર અને સહચર હોય છે તેમાં સહજ કર્તપણાની ભ્રાંતિ થઈ જાય છે. Jan Education international For Pers3 & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94