Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 71
________________ (૭) પ્રકાશનનો અર્થ પ્રતિભાસ થાય છે. પ્રકાશનનો અર્થ જાણવું એવો થતો જ નથી પ્રકાશનનો અર્થ ઝલકવું થાય છે. એને ઝલકવું કહો, પ્રતિભાસ કહો, પ્રકાશમાન થવું કહો, અવભાસન કહો, પ્રતિબિંબિત થવું કહો, કે આભાસ કહો-આ બધા કાર્થ છે. (૮) સ્વ-પર પ્રકાશક એ જ્ઞાનની એક અખંડ શક્તિ છે કે જેમાં સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે. જ્ઞાયક ભગવાન ધ્રુવ આત્મા એ સ્વય અને બાકીનું બધું પરણેય એમ શેય તવ બે પ્રકારે છે. જાણવાના વ્યાપાર રૂપે વર્તતું આત્મજ્ઞાન-જ્ઞાન એ બે પ્રકારે નથી. સ્વ-પર પ્રકાશકપણું એ શક્તિ છે. એ એક શક્તિ છે. સ્વ-પરનો પ્રતિભાસ એક સાથે થાય છે. જ્ઞાનનું આવું અપૂર્વ સ્વચ્છત્ત્વ છે. (૯) સ્વ-પર પ્રકાશપણું એ એકપણું છે-એ એક છે. સ્વ અને પર એમ બે પણું નથી. જ્ઞાન પાસે એક જ શક્તિ છે જાણવાની. સ્વ અને પરનું પ્રકાશન જ્ઞાનની વર્તમાન એક અખંડ પર્યાયમાં થાય, એને સ્વ-પર પ્રકાશક જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય પ્રગટ થયું એમ કહેવાય છે. (૧૦) જગતનું એક પણ પરમાણું જાણ્યા વગરનું રહી જાય તે જ્ઞાનનું સામર્થ્ય ઘટી જાય. સામર્થ્ય ખત્મ થઈ જાય અને જગતના એકપણ પરમાણુંને જ્ઞાન જાણવા જાય તો જ્ઞાનનું જ્ઞાનત્ત્વ ખત્મ થઈ જાય. જ્ઞાન જ્ઞાનને જ સિધ્ધ કરે છે; પરને પ્રસિધ્ધ કરે છે. અસંખ્ય આત્મ પ્રદેશમાં અનંત ગુણાત્મક ભગવાન આત્મા બિરાજમાન છે. એ આત્મામાં એવા ગુણો છે કે એક લોકાલોક તો શું પણ અનંત લોકાલોક હોય તો પણ એક સમય માત્રમાં પ્રતિભાસ રૂપે અંદર પ્રગટ થાય એવું સ્વચ્છત્ત્વ લઈને આ ભગવાન બિરાજમાન છે. * જો જ્ઞાન શેયને જાણવા જાય તો શેયનિષ્ઠ બની જાય છે. એની એક નિષ્ઠતા છૂટી જતાં જ્ઞાન જ્ઞાન રહેતું નથી, એ અજ્ઞાન નામ પામે છે. એક નિષ્ઠ થઈને વેદન પ્રત્યક્ષ કર્યા વિના કોઈ પદાર્થને જ્ઞાન જાણી શકતું જ નથી. માટે ત્રિકાળીને વેદન પ્રત્યક્ષ થઈને જાણવો એ જ જ્ઞાનનો ધર્મ છે, આ જ્ઞાનનું સામર્થ્ય છે. આહા! જ્ઞાન જ્ઞાન નિષ્ઠ છે એ શેય નિષ્ઠ કેમ થાય? જ્ઞાનીને પણ પરનું જાણવું થાય છે પણ પોતાની જ્ઞાનની પર્યાયને જાણતાં પર જણાય છે-એ સ્વ-પર પ્રકાશનની અભિવ્યકિત છે. ઉપર નથી જણાતું પણ પર સંબંધીનું પોતાનું જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં જણાય છે.” કાનપરાપાકા મામલામe - - - - 1st Farmers are

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94