Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 90
________________ (૧૬) અરે ભાઇ ! તારે ધર્મ કરવો છેને ! તો તું આત્મા છો કે નહિ, તારૂં સ્વરૂપ શું છે તે જાણ્યા વગર ધર્મ ક્યાંથી થશે ? જેમાંથી ધર્મ દશા પ્રગટ કરવી છે તે વસ્તુને તે જાણી નથી. સૌથી પહેલો ધર્મ તો સમ્યગ્દર્શન જ છે. (૧૭) જ્યાં તે સમ્યગ્દર્શન નથી ત્યાં ધર્મનો લવલેશ પણ નથી. ધર્મ તો સમ્યગ્દર્શનને આશ્રિત છે. સમ્યગ્દર્શન વગર જીવ જે કાંઇ કરે તે બધુંય સંસારનો હેતુ છે. સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગ પ્રગટે નહિ અને ભવ કટી થાય નહીં. (૧૮) સત્યદેવ-શાસ્ત્ર-ગુરૂનો વિવેક થયો અને ચૈતન્ય સ્વભાવની ઓળખાણ વડે ‘વિકારનો પણ જ્ઞાતા છું’ એવો આત્માનો વિવેક પ્રગટયો તેને સત્ને સ્વીકાર્યું એટલે કે સમ્યગ્દર્શન થયું, તે જ ધર્મની પહેલી સીડી છે. : (૧૯) ‘આત્માની ક્રિયા’ આત્મામાં સમાય છે. લોકો કહે છે કે ઃ મનમાં પરણ્યો ને મનમાં જ રાંડડ્યો, તેમાં સગાં વહાલાં, માંડવો, જમણ, ઢોલ વિગેરે કાંઇ નહિ; તેમ ચૈતન્યમાં જ સમજ્યો અને ત્યાં જ લીન થઇ મુક્ત થયો. પ્રથમ ચૈતન્ય સ્વરૂપને ભેદના વિકલ્પોથી ભિન્ન જાણ્યું અને પછી તે અભેદ ચૈતન્યમાં જ લીન થઇને ભેદને તોડીને મુક્ત થયો. ચૈતન્યની બહારમાં કાંઇ ન કર્યું. આત્માની ક્રિયા આત્મામાં જ સમાઇ જાય છે. આત્માની સંસારક્રિયા કે મોક્ષક્રિયા શરીરમાં થતી નથી. શરીર તે જડ છે. વિકાર પણ આત્મામાં થાય અને મુક્તિ પણ આત્મામાં થાય. (૨૦) આ મોક્ષમાર્ગ જ આત્માનો છે. તેનો આત્મા સાથે જ સંબંધ છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એકતાને જ મોક્ષમાર્ગ કહ્યો છે, મોક્ષમાર્ગની આત્મામાંથી જ શરૂઆત થાય છે અને પૂર્ણતા પણ આત્મામાં જ સમાય છે. આમાં જ એ આવી ગયું કે એકલા આત્મા સિવાય બીજા જે કોઇ ભેદના વિકલ્પ વચ્ચે આવે તેને તોડીને અભેદ આત્મામાં જ લીન થવું. તે જ મુક્તિનો ઉપાય છે. (૨૧)`‘નિમિત્ત પરવસ્તુની હાજરી માત્ર છે, ઉપાદાનના કાર્યમાં તે કાંઇ કરતું નથી. નિમિત્ત આવે તો ધર્મ થાય-એમ નથી ઉપાદાનના પોતાના સ્વભાવથી જ કાર્ય થાય છે, આમ જ્ઞાનીઓ કહે છે, ત્યારે અજ્ઞાનીઓ વિરોધ કરીને પોકારે છે કે ‘રે ! નિમિત્ત ઊડી જાય છે,’ તેમનો એ પોકાર વ્યર્થ છે. કેમકે ઉપાદાનની અને નિમિત્તની હદ જ તેટલી છે. જ્યાં વસ્તુ પોતે જ પોતાના સ્વરૂપનો પોકાર કરી રહી છે ત્યાં કોઇનો વિરોધ કામ આવે તેમ નથી. (૨૨) જે સમ્યગ્દર્શનથી જ ભ્રષ્ટ છે તે તો ભ્રષ્ટમાં ભ્રષ્ટ છે, તેને મુક્તિની પ્રાપ્તિ નથી. જે જીવોએ પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શનરૂપી દોરી પરોવી છે તેવા જીવો અલ્પકાળે મુક્ત Jain Education International *erers9,3 www.jamelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94