Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 91
________________ થાય છે અને સંસાર સમુદ્રમાં ડૂબતા નથી. કોઈ જીવ ઘણા શાસ્ત્રો ભણે પણ જો સમ્યકત્વરત્નથી ભ્રષ્ટ હોય તો તે આરાધનારહિત હોવાથી સંસારમાં જ ભમે છે. શાસ્ત્રોમાં કાંઇ આત્મા રહેલો નથી. આત્મા ચૈતન્યમય સ્વતંત્ર છે. તેની ઓળખાણ વગર શાસ્ત્રો ભણે તો પણ તે મિથ્યાદ્રષ્ટી છે અને સંસારમાં જ રખડે છે. “આત્મા સ્વતંત્ર છે. રાગનો એક અંશ પણ આત્માના સ્વભાવમાં નથી. પર્યાયમાં જે રાગ-દ્વેષ થાય તે પોતાની વર્તમાન લાયકાતથી પોતાના જ દોષથી થાય છે. કર્મ વગેરે કોઇ પરદ્રવ્ય દોષ કરાવનાર નથી' એવું જેને સ્વતંત્રતાનું જ્ઞાન નથી તે ગમે તેટલાં શાસ્ત્રો ભણ્યો હોય પણ તેના ભણતર ખોટાં છે. એકમાત્ર સમ્યગ્દર્શન વગર તેના સંસારનો અંત આવતો નથી. (૨૩) સમ્યગ્દર્શન વગર કરોડો વર્ષતપ કરે!ગમેતે કરે, તોય સ્વરૂપની પ્રાપ્તિનથાય. સમ્યગ્દર્શન વડે સત્ય સ્વભાવના સ્વીકાર વગર જીવ જે કાંઇ કરે તે બધું ખોટું જ હોય દેવ-ગુરૂ-શાસ્ત્ર માટે પ્રાણ આપે તો પણ જો નિરાલંબી આત્માનું સાચું ભાન ન હોય તો જીવને ધર્મનો લાભ જરા પણ થતો નથી. - આત્માના ભાન સહિત જીવને બધું જ સફળ છે.. અને મિથ્યાદષ્ટિને જ્ઞાન, વૃતાદિ બધું નિષ્ફળ છે. નિર્વિકાર અબંધ જ્ઞાનસ્વભાવ છે, તેની પ્રતિતના જોરે સમગ્દષ્ટિને ક્ષણે-ક્ષણે આત્મશુધ્ધિ વધે છે, વિકાર ઘટે છે અને પૂર્વ કર્મો ખરી જાય છે. (૨૪) અધ્યાત્મનું રહસ્યઃ અધ્યાત્મમાં મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર એ ધોરણ હોવાથી તેમાં સદાય મુખ્યતા નિશ્ચયની જ છે, ને વ્યવહાર સદાય ગૌણપણે જ છે. સાધક જીવનું આ ધોરણ છે. સાધક જીવની દષ્ટિનું સળંગ ધોરણ એ જ રીતે છે. - સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે, તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુધ્ધતાની વૃધ્ધિ જ થતી જાય છે અને અશુધ્ધતા ટળતી જ જાય છે એ રીતે નિશ્ચયની મુખ્યતા જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય-ગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી. દ્રવ્યસ્વભાવની મુખ્યતા અને અવસ્થાની ગૌણતા કરીને સાધક જીવ જ્યારે સ્વભાવ તરફ ઢળી ગયો ત્યારે વિકલ્પ તૂટીને સ્વભાવમાં અભેદ થતાં જ્ઞાન પ્રમાણ થઈ ગયું. હવે તે જ્ઞાન નો પર્યાયને જાણે તો પણ ત્યાં મુખ્યતા તો સદાય દ્રવ્યસ્વભાવની જ રહે છે. એ રીતે, જે દ્રવ્યસ્વભાવની મુખ્યતા કરીને ઢળતાં જ્ઞાન પ્રમાણ થયું તે જ Jain Education International - ૩ - For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94