Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 86
________________ (૧૩) વિકાર થાય છે તે ચારિત્ર ગુણની પર્યાયની જ લાયકાત છે, તો પછી જ્યાં સુધી ચારિત્ર ગુણની પર્યાયમાં વિકાર થવાની લાયકાત હોય ત્યાં સુધી તો વિકાર થયા જ કરે એમ થતાં વિકારને ટાળવાનું જીવને આધીન રહ્યું નહિ ? ‘એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે' એવા નિર્ણય કયા જ્ઞાનમાં કર્યો ? ત્રિકાળ સ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ અને જ્યાં જ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાં રાગ-દ્વેષ થવાની લાયકાત પણ ક્ષણે ક્ષણે ઘટતી જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેની પર્યાયમાં લાંબો કાળ રાગ-દ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ-એવું સમ્યક્ નિર્ણયનું જોર છે. (૧૪) વસ્તુમાં જે કામ થાય (અર્થાત્ જે પર્યાય થાય) તે તેની પોતાની જ શક્તિથી (લાયકાતથી) થાય છે. વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. પર વસ્તુનો તેમાં અભાવ છે તો શું કરે ? અહો ! સ્વતંત્ર નિરપેક્ષ વસ્તુ સ્વભાવ છે, એ સ્વભાવને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવને પરના અહંકારથી સાચી ઉદાસીનતા આવે નહિ, વિકારનો ઘણી તે મટે નહિ અને પોતાની પર્યાયનો ધણી (આધાર) આત્મસ્વભાવ તો થાય નહિ. આ સ્વતંત્રતા એ જૈન દર્શનનું મૂળ રહસ્ય છે. (૧૫) દરેક દ્રવ્યની પર્યાય સ્વતંત્રપણે પોતાથી થાય છે. પ્રત્યેક પરમાણુ પોતાની શક્તિથી પરિણમે છે, તેમાં નિમિત્તનું પ્રયોજન શું ? (૧૬) ‘નિમિત્ત મળે તો કાર્ય થાય' એ વાત ખોટી છે. તેમાં એકલી નિમિત્તાધીન દષ્ટિ છે. ‘નિમિત્ત ન હતું માટે કાર્ય અટકી ગયું અને નિમિત્ત ભેગું કરૂં તો કાર્ય થાય’ એ વાત ત્રણ કાળમાં સાચી નથી. પણ ‘કાર્ય થવાનું જ ન હતું ત્યારે નિમિત્તની ગેરહાજરી અને જ્યારે કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરી હોય જ' આ અબાધિત નિયમ છે. (૧૭) જૈન શાસનનું પ્રયોજન પર સાથે સંબંધ કરાવવાનું નથી પણ સાથેનો સંબંધ છોડાવીને વીતરાગભાવ કરાવવાનું છે. બધા સત્શાસ્ત્રોનું તાત્પર્ય એકમાત્ર વીતરાગભાવ છે અને તે વીતરાગભાવ સ્વભાવના લક્ષે બધા પરપદાર્થોની ઉદાસીનતા કરવાથી જ થાય છે. કોઈપણ પરલક્ષમાં અટકવું તે સત્શાસ્ત્રોનું પ્રયોજન નથી, કારણ કે પરના લક્ષે નિયમથી રાગ જ થાય. નિમિત્ત માત્ર પરદ્રવ્ય છે તેથી નિમિત્તની અપેક્ષા છોડી સ્વભાવની અપેક્ષા કરવી. (૧૮) ઉપાદાન નિમિત્તની આ વાત ખાસ પ્રયોજન ભૂત છે. આ સમજ્યા વગર એકતા બુધ્ધિ ટળે નહિ અને સ્વભાવની શ્રધ્ધા થાય નહિ. સ્વભાવની શ્રધ્ધા વગર સ્વભાવમાં અભેદતા થાય નહિ. એટલે આત્માનું હિત થાય નહિ. આવો વસ્તુ સ્વભાવ છે. જે જીવને પોતાનું કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે. Jain Education International For Pers & Private Use Only www.janmehlbrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94