Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 85
________________ (૭) વસ્તુના સ્વભાવની સમય સમયની યોગ્યતાથી જ દરેક કાર્ય થાય છે. તે સ્વભાવને મિથ્યાદષ્ટિ જીવ નથી જતો, પણ નિમિત્તના સંયોગને જ જુએ છે. એ જ એની પરાધીન દષ્ટિ છે અને તે દષ્ટિથી પરમાં એકત્વ બુધ્ધિ કદી ટળતી નથી. આ જ સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે. (૮) નિમિત્તરૂપ પરપદાર્થોમાં તો જીવ કાંઈ ફેરફાર કરી શકે નહિ. આવો વસ્તુનો સ્વભાવ છે. આ સમજવું તે ભેદ વિજ્ઞાન છે. (૯) વીતરાગી ભેદવિજ્ઞાન એમ જણાવે છે કે દરેક સમયે દરેક પર્યાય પોતાના સ્વતંત્ર ઉપાદાનથી જ કાર્ય કરે છે. ઉપાદાનનું કાર્ય નિમિત્ત ચાલે તો થાય. એવું પરાધીન વસ્તુ સ્વરૂપ નથી પણ ઉપાદાનનું કાર્ય સ્વતંત્ર થાય છે. ત્યારે અનુકૂળ નિમિત્ત તેની પોતાની લાયકાતથી ત્યાં હોય છે. (૧૦) આ વાત દરેક વસ્તુના સ્વતંત્ર સ્વભાવની છે. સ્વભાવની સ્વતંત્રતા ન સમજે અને 'નિમિત્તથી થાય” એમ માને ત્યાં સમ્યફ જ્ઞાન અને શ્રધ્ધા નથી. શાસ્ત્રના ભણતર સાચાં નથી. વ્રત, તપ, ત્યાગ સાચાં નથી. દરેક પદાર્થમાં તેના કારણે સમય-સમયની તેની પર્યાયની લાયકાતથી કાર્ય થાય છે. પર્યાયની લાયકાત તે ઉપાદાન કારણ છે અને તે વખતે તે કાર્ય માટે અનુકૂળતાનો આરોપ જેના પર આવી શકે એવી લાયકાતવાળી બીજી ચીજ યોગ્ય ક્ષેત્રે હોય છે તેને નિમિત્તકારણ કહેવાય છે પણ તેના કારણે ઉપાદાનમાં કાંઇ થતું નથી. આવી ભિન્નતાનું તો ભેદજ્ઞાન છે. (૧૧) જે દ્રવ્યની જે સમયે, જે ક્ષેત્રે, જેવા સંયોગમાં અને જે રીતે જેવી અવશ્ય થવાની હોય તેવી તે પ્રમાણે થાય છે, તેમાં ફેર પડે જ નહિ. એ શ્રધ્ધામાં તો વીતરાગદષ્ટિ થઈ જાય છે. સ્વભાવની દૃઢતા અને સ્થિરતાની ત્યાં એકતા છે અને વિકારની ઉદાસીનતા અને પરથી ભિજાતા છે તેમાં સમયે સમયે ભેદજ્ઞાનનું જ કાર્ય થાય છે. (૧૨) જ્યારે જે વસ્તુની અવસ્થા થવાની યોગ્યતા હોય ત્યારે તે જ થાય છે. એમ જેણે યથાર્થ નિર્ણય કર્યો તેને દ્રવ્યદષ્ટિ થઈ, સ્વભાવદષ્ટિ થઈ, હવે સ્વભાવદષ્ટિમાં તેને તીવ્ર રાગાદિ થતાં જ નથી અને તે જીવના નિમિત્તે તીવ્રકમપે પરિણામે એવી લાયકાતવાળા પરમાણુઓ જ આ જગતમાં હોતા નથી. જીવે પોતાના સ્વભાવના પુરૂષાર્થથી સમ્યગદર્શન પ્રગટ કર્યું ત્યારે તે જીવને માટે મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે એવી લાયકાત જાતના કોઈ પરમાણમાં હોતી નથી અને સમ્યગ્દષ્ટિને જે અલ્પ રાગદ્વેષ છે તે પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી જ રહ્યો છે, તે વખતે અલ્પ કર્મરૂપે બંધાવાની પરમાણુઓની પર્યાયમાં લાયકાત હોય છે. આ રીતે સ્વભાવથી જ શરૂ કરવાનું છે. Jain Education International For Pers & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94