Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 78
________________ (૨) વર્તમાન જ્ઞાનની પર્યાય... એનું સર્વ પર્યાયો તરફથી દ્રષ્ટિ હટાવી - એક ત્રિકાળી ભગવાન આત્મામાં જ એકાગ્રતા કરવી. દ્રવ્યદ્રષ્ટિ જિનેશ્વર - પર્યાયદ્રષ્ટિ વિનેશ્વર એ સિધ્ધાંતના ન્યાયે દ્રવ્યદ્રષ્ટિથી પરદ્રવ્ય સાથેનું એકત્ત્વ, મમત્ત્વ, કર્તૃત્વ છૂટી જાય છે. (૯) કરવાની બુધ્ધિ છૂટી જાય એ ક્રમબધ્ધનું પ્રયોજન છે. ક્રમબધ્ધમાં શ્રધ્ધા કરવાથી કર્તૃત્વબુધ્ધિ ભોકતૃત્વબુધ્ધિ છૂટી જાય છે. પરમાં તો કાંઈ કરી શકતો જ નથી અને પોતાની પર્યાયમાં પણ જે થવાનું નકકી છે તે જ થાય છે એટલે પોતાની પર્યાયમાં જે રાગ થવાનો છે તે થાય છે તેને કરવો શું? રાગમાંથી પણ કર્તૃત્વબુધ્ધિ છૂટી ગઈ, ભેદ અને પર્યાય પરથી પણ દ્રષ્ટિ છૂટી ગઈ ત્યારે ક્રમબધ્ધપર્યાયની પ્રતીતિ થઈ. ક્રમબધ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતાદ્રષ્ટા થઈ ગયો. નિર્મળ પર્યાય કરું એવી બુધ્ધિપણ છૂટી ગઈ. રાગને કરું એ વાત તો ક્યાં રહી ? પણ જ્ઞાન કરું એ બુધ્ધિપણ છૂટી જાય છે. જેને રાગ કરવો છે અને અટકાવવો છે તેને એ ક્રમબધ્ધની વાત બેઠી જ નથી. રાગને કરવો અને રાગને છોડવો એ પણ આત્મામાં નથી. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ જ છે. Ο (૧૦) પરની પર્યાય તો જે થવાવાળી છે તે થાય જ છે, તેને હું શું કરું ? અને મારામાં જે રાગ આવે છે તેને હું શું લાવું? અને મારામાં જે શુધ્ધ પર્યાય આવવાની તેને કરું-લાવું, એવા વિકલ્પથી પણ શું ? પોતાની પર્યાયમાં થવાવાળો રાગ અને થવાવાળી શુધ્ધ પર્યાયના કર્તૃત્વનો વિકલ્પ એ સ્વભાવમાં છે જ નહિ. અકર્તાપણું આવવું-એ જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે. (૧૧) આત્માની અનંત શક્તિઓમાંની ‘સર્વજ્ઞત્ત્વ’ અને ‘સર્વદર્શિત્વ’ એવી બે શક્તિઓના પૂર્ણ શુધ્ધ પર્યાય થતાં આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે. (૧૨) તેમાં સર્વજ્ઞ સ્વભાવ વડે કેવળી ભગવાન જગતના સર્વ દ્રવ્યો, તેના અનંત ગુણો, અનાદિ-અનંત પર્યાયો, અપેક્ષિત ધર્મો અને તેના અવિભાગ પ્રતિચ્છેદો - એ બધાને યુગપદ્ એક સમયે જાણે છે અને તે જ્ઞાનમાં કાંઈપણ અજાણતું રહેતું નથી - તેથી સિધ્ધ થાય છે કે દરેક દ્રવ્યના પર્યાય ક્રમબધ્ધ થાય છે. કોઈપણ પર્યાય આડા-અવળાં થતાં નથી. વળી ભગવાને બધું જાણી લીધું હોય તો જીવોએ કોઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી તેવી ઉધી માન્યતાઓ પણ કેટલાક ધરાવે છે. પરંતુ જે જીવ સ્વ સન્મુખ થઈ પોતાના સ્વરૂપનો જ્ઞાતા થાય તેને ક્રમબધ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થઈ શકે; અને એવો નિર્ણય યથાર્થ પુરુષાર્થ વિના થતો નથી એ વાત એમના લક્ષમાં આવતી નથી. તેથી આત્માને મૂળ જ્ઞાતા સ્વભાવ તેમને જાણવામાં નહિ આવતો હોવાથી ‘મો અરિહંતાળ’ પદનો પણ nelibrary.org mpers ઊંડાઇ

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94