Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 80
________________ - રોકી શકે? તે સ્વતંત્રપણે પોતાનું બધું કરી શકે છે. (૨) વર્તમાનમાં મોક્ષની પ્રતીતિઃ (૧) કમબધ્ધનો નિર્ણય થયો કે મારી અવસ્થા મારામાંથી જ કમબધ્ધ પ્રગટે છે એટલે પોતાના દ્રવ્ય તરફ જોવાનું રહ્યું અર્થાત વસ્તુ-દ્રષ્ટિ, દ્રવ્યદ્રષ્ટિ થઈ. (૨) સર્વ પરદ્રવ્યોની અવસ્થા પણ તેનાથી જ કમબધ્ધ થાય છે, એનો હું કર્તા નથી અને તે મારી અવસ્થાના કર્તાનથી બસ! આવી કમબધ્ધની શ્રધ્ધા થતાં સર્વ પરદ્રવ્યો પ્રત્યે ઉદાસવૃત્તિ વીતરાગ ભાવ.આવી ગયો. પર તરફનું લક્ષ કરવાનું ન રહ્યું અને સ્વલક્ષે દ્રવ્યમાંથી જે પર્યાય પ્રગટે છે તે તો નિર્મળ જ છે, એટલે અલ્પકાળમાં તેની મુક્તિ થઈ જવાની, (૩) દ્રવ્યદ્રષ્ટિવાળાને મુક્તિની પણ આકુળતા થતી નથી. કેમેકે દ્રવ્ય તો સદાય મુક્ત સ્વરૂપ જ છે. તેમાં બંધન અને મુક્તિ એવા ભેદ જ નથી એક ગુણમાં અનંતી નિર્મળ અવસ્થાની તાકાત છે અને એવા અનંતગુણથી વસ્તુ ભરેલી છે તે વસ્તુની દ્રષ્ટિ થઈ ત્યાં વસ્તુમાંથી જ મોક્ષદશા કમબધ્ધ આવે છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ જ મોક્ષનું મૂળ કારણ છે. (૪) કમબધ્ધ પર્યાયના નિર્ણયમાં વસ્તુદ્રષ્ટિ જ આવે છે. વસ્તુ દ્રષ્ટિ' થઈ એમ કહો કે ‘કમબધ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થયો” એમ કહો તે બંનેનો એક જ ભાવ છે. (૫) જ્યાં દ્રવ્યની પ્રતીતિ છે ત્યાં “મોક્ષ પર્યાય ક્યારે પ્રગટશે એવી આકુળતા નથી અર્થાત 1. પર્યાયનું લક્ષ જ નથી. જ્યાં દ્રવ્યની પ્રતીતિ નથી ત્યાં મોક્ષ પર્યાયનો પણ યથાર્થપણે આદર હોઈ શકે નહિ. (૬) દ્રવ્યના લક્ષે મોક્ષ પર્યાય પ્રગટે છે; દ્રવ્યમાંથી મોક્ષ પર્યાય કમબધ્ધ આવે છે. જેને દ્રવ્યની શ્રધ્ધા છે તેને મોક્ષ પર્યાય ક્યારે પ્રગટશે એ પ્રશ્ન જ નથી; કેમ કે દ્રવ્યમાં જ સદાય મોક્ષ પર્યાય પડી છે અને તેમાંથી જ કમબધ્ધ મોક્ષદશા પ્રગટવાની છે. કમબધ્ધ • પર્યાયના યથાર્થ નિર્ણયવાળાને એવી આકુળતા હોતી જ નથી.. (૭) મોક્ષ પર્યાય વર્તમાન પ્રગટ તો છે નહિ, તેથી તેનો વિચાર કરતાં તો રાગ આવે છે, પણ પૂરા દ્રવ્યના લશે રાગ તૂટીને મોક્ષ થાય છે. (૮) રુચિ દ્રવ્ય અને પર્યાયમાં ભેદ પાડતી નથી, જેને દ્રવ્યની યથાર્થ રુચિ છે તે વર્તમાન દ્રવ્યમાં જ મોક્ષ પર્યાય ભાળે છે. સ્થિરતામાં કાળભેદ પડે છે પણ રુચિમાં દ્રવ્ય અને પયાર્ય વચ્ચે કાળભેદ પડતો નથી. દ્રવ્યની પ્રતીતિમાં દ્રવ્યની ત્રણે કાળની પર્યાયનો સ્વીકાર આવી ગયો અને ત્રણે કાળની પર્યાયમાં મોક્ષપર્યાય પણ આવી ગઈ. માટે દ્રવ્યની પ્રતીતિવાળાને મોક્ષની શંકા હોય નહિ. * .? Jain Education International For Persone Private Use Only : www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94