Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 82
________________ ત્યારે ભેદજ્ઞાન થાય છે. વિકાર અને ચૈતન્યસ્વભાવ ભિન્ન છે. રાગ અને જ્ઞાન ભિન્ન છે. આત્મા અને દેહ ભિન્ન છે. (૨) દેહાદિ જડની ક્રિયાથી જુદો અને મિથ્યાત્વ વગેરે વિકારથી રહિત એવા ચૈતન્યસ્વભાવની પ્રતીતિ અને જ્ઞાન કરવાં તે જ મોક્ષનો પ્રથમ ઉપાય છે. એવું સમ્યફ આત્મભાન થતાં, પરદ્રવ્યો પ્રત્યેની જે શુભાશુભ લાગણીઓ થાય એ બધાને સંસારનું કારણ જાણીને, વીતરાગ ભાવના (વૈરાગ્ય) વડેતે વિકારી લાગણીઓને છોડીને જીવ નિગ્રંથ મુનિ થાય છે અને પોતાના સ્વભાવના અનુભવમાં સ્થિર થવાનું સાધન કરે છે. (૪) ચૈતન્ય આત્મધર્મ સહજ અને સુલભ છે. સહજ એટલે સ્વભાવમાં પ્રગટેલું, તેમાં વિભાવની અપેક્ષા નથી. જે સમ્યગ્દર્શન અને ચારિત્રને દુઃખદાયક માને છે તેને વસ્તુસ્વરૂપની ખબર નથી. સમ્યગ્દર્શન તો સુખરૂપ છે, તે સમ્યક પુરુષાર્થ વડે પ્રગટે છે. . કષાય મંદ પડ્યા તે ધર્મનું ફળ નથી; પ્રતિકૂળતા વખતે તીવ્ર આકુળતા ન કરે તે પણ ધર્મનું કારણ નથી; એ તો રાગની મંદતા છે. સત્સમાગમનું ફળ તો સાચી સમજણ અને સમ્યગ્દર્શન છે અને ત્યાર પછી જ સાચો વૈરાગ્ય હોય છે. સમગ્દર્શન થતાં જીવને સમયે સમયે ગુણોની વિશુધ્ધ પર્યાય વધતી જાય છે, તે ધર્મનું ફળ છે. (૬) ભક્તિ વગેરેનો શુભભાવ કરતાં કરતાં સમ્યગ્દર્શન થઈ જશે એમ માનવું તે મિથ્યાત્વ છે અને સના શ્રવણનો શુભરાગ કરતાં કરતાં સમજાશે-એમ માનવું તે પણ મિથ્યાત્વ, છે. કેમ કે તેમાં શુભરાગ વડે સમજ્ઞાન માન્યું (કે જે સાધનની ભૂલ છે). ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં અને સ્વભાવની રુચિ તથા મહિમા કરતાં કરતાં સમ્યજ્ઞાન અને સમગ્દર્શન થાય છે. (૭) સ સ્વભાવનું કથન, સનું શ્રવણ, સનું જ્ઞાન અને સત્ની રુચિ તે સનું જ (સમ્યગ્દર્શનાદિ શુધ્ધ પર્યાયિનું) કારણ થાય, સત્ સ્વભાવનો અભ્યાસ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય પછી ચારિત્ર દશા પ્રગટ કરી જીવ વીતરાગતા-મોક્ષદશા પ્રગટ કરે. (૮) આત્મા જડની ક્રિયાનો ત્રણે કાળ કર્તાનથી, આત્મા તો સ્વરૂપે સ્થિરતારૂપ ક્રિયાનો જ કર્યા છે. (૯) શાસ્ત્રના શબ્દો ગોખ્યા કરે તેનાથી લાભ થાય નહિ, તેમાં શુભરાગને ધર્મ માને તો મિથ્યાત્વની પુષ્ટિ થાય - એ નુકસાન થાય. સશાસ્ત્રના વગેરેના અભ્યાસની ના નથી, પણ તે રાગથી ખરેખર લાભ ન માનવો. પોતાના જ્ઞાન સ્વભાવ તરફ ઢળીને સનો સ્વીકાર કરવો. એ જ અભ્યાસનું સાચું ફળ છે. POT PETsos atenusen Om www.janemorary.org Jain Education international

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94