Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 70
________________ (૧૭) જ્ઞાન-સ્વભાવ (૧) અનાદિકાળથી આ જીવે પોતે ખરેખર કોણ છે એ જાણવાની કદી એક ક્ષણ પણ દરકાર કરી નથી. (૨) જગતમાં ત્રણ લોકમાં જાતિ અપેક્ષાએ છ પદાર્થ છે, સંખ્યા અપેક્ષાએ અનંતાનંત છે. એમાં જીવ સર્વોત્કૃષ્ટ છે, હવે જીવ એટલે ચેતન આત્મા અર્થાત પોતે પોતે, એ કોણ છે? (૩) કોઈપણ વસ્તુને જાણવા માટે તેના લક્ષણ જાણવા અવશ્ય જરૂરી છે, કેમ કે લક્ષણથી લક્ષ્યભૂત પદાર્થની પ્રતીતિ થાય છે અને પછી અંતર્મુખ સમ્યક પુરુષાર્થ થતાં વસ્તુની પ્રાપ્તિ થાય છે. (૪) તો જીવનું લક્ષણ શું...? ચેતના -ચેતના બે પ્રકારે છે. જ્ઞાન ને દર્શન. દર્શન નિર્વિકલ્પ છે માટે નિર્વચનીય છે એ ભાષાથી પાર છે, એ અનુભૂતિનો વિષય છે; અને જ્ઞાન સાકાર છે, સ્વ-પર પ્રકાશક છે, જ્ઞાન એ આત્માનું અસાધારણથી અસાધારણ લક્ષણ છે. જ્ઞાન વડે જ પોતે કોણ છે એ જણાશે. (૫) જ્ઞાનનું લક્ષણ શું? જ્ઞાન અચલ છે. જ્ઞાન પરને જાણતું જ નથી, ચલાચલ રહિત છે. સમ્યક પ્રકારે ત્યાં આમ યોગ્ય રીતે જ્ઞાનનું સ્વરૂપ છે. - જ્ઞાનને પરનું લક્ષ કરવું પડે નહીં અને સમસ્ત પર અતિ સમસ્ત લોકાલોકનું . એક પણ પરમાણું જણાયા વગરનું રહે નહીં, જ્ઞાનનું આવું સ્વચ્છત્ત્વ છે. જ્ઞાન સ્વને જાણે અને પરને જાણે એવું જ્ઞાનનું સ્વરૂપ નથી, કેમ કે જ્ઞાન તો ચંચલતા રહિત છે. આહા ! વળી જ્ઞાન તો અચલમ્ એટલે અંતર્નિમગ્ન છે. જ્ઞાનના સ્વચ્છતમાં સર્વ લોકાલોક સ્વયં ઝલકે છે, તો જ્ઞાનનું આવું લક્ષણ છે. પર લક્ષ અભાવાત, ચંચલતા રહિતમ્, અચલમ જ્ઞાનમ્ -આ મહામંત્ર છે. . () ખરેખર વાસ્તવિકપણે જ્ઞાન પરને જાણતું જ નથી. જ્ઞાનની સ્વચ્છતામાં પર પ્રતિભાસરૂપે જણાય છે. અનંતાનંત પર પદાર્થો છે, એ જેવા છે એવા અંદર જાણપણામાં જણાઈ જાય એવી એક શક્તિ-સામર્થ્ય અંદર છે. એનું નામ સ્વ-પર ગ્રાહક શક્તિ-એ સ્વ-પર પ્રકાશન સામર્થ્ય છે. સ્વમાં જ્ઞાયક ભગવાન અને પરમાં પર સંબંધીનું આખું સમગ્ર-પરિપૂર્ણ જાણપણું જ્ઞાનની પર્યાયમાં સ્વયં જણાઇ જાય છે. - . ગા-ગણનયાળ ગાથારા

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94