________________
(૩) જાણવું: જાણવું એ તો જ્ઞાનની મૂળભૂત વિશેષતા છે. એ જ્ઞાનનો મૂળભૂત ધર્મ છે. જે જાણવું નિયમથી વેદનપૂર્વક હોય ત્યારે તે સાર્થક ગણાય. પર્યાયનું લક્ષ પર્યાય ઉપર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી વેદનપૂર્વક જ્ઞાયકને જાણવાનું પ્રયોજન સિધ્ધ થતું નથી.
અંતરસ્વરૂપ ભગવાન આત્મા સત્-ચિદાનંદ પ્રભુ એની અંદર જઈ-અંતર્મુખ થઈને ‘આ હું છું’ એમ જ્ઞાન કરે તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. પાંચ ઈન્દ્રિયોના વિષયોના પ્રતિભાસમાં જોડાઈ જવાને બદલે જ્ઞાન જ્ઞાયક પ્રતિ સન્મુખ થાય તો શ્રદ્ધા પણ એમાં અહમ્ સ્થાપીને નિશંઃક અંતર્મુખ થઈ જાય, ત્યારે ચારિત્ર અંદર લીનતામય સ્થિર થઈ જાય છે. (૧૩) સ્વનો મહિમા આવે તો જ અંતર્મુખ થવાય છે.
જ્ઞાનમાં એકલો જ્ઞાયક જણાય છે એ જ્ઞાનનો નિશ્ચય છે.
જ્ઞાન વેદન વગરનું હોતું જ નથી, અજ્ઞાનીને અજ્ઞાન દશામાં દુઃખનું વેદન વર્તે છે. ત્રિકાળીને જાણે તે જ્ઞાન, બાકી બધું અજ્ઞાન.
(૧૪) આમ જ્ઞાન એકાન્ત સ્વ પ્રકાશક જ છે. પર જે જણાય રહ્યું છે એમાં પણ જ્ઞાનનું જ સ્વચ્છત્ત્વ પ્રસિધ્ધ થઈ રહ્યું છે. જ્ઞાનનું આવું જ સ્વરૂપ છે.
(૧૫) સ્વ જણાય છે એ પણ ભેદ છે, અને પર જણાય છે એ પણ ભેદ છે, ભેદ એ તો આકુળતા છે - માટે જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. જ્ઞાનની પર્યાય જ્ઞાયક સાથે નિત્યતાદાત્મ્યરૂપે છે. જ્ઞાન તો જ્ઞાયક સાથે અભેદ છે.
(૧૬) આમ યથાર્થ જણાતાં જ્ઞાનની પર્યાય જ્ઞાયક સાથે અભેદ-તે મય પરિણમી જાય છે; સુખનું વેદન આવે છે. પ્રયોજન સિધ્ધ થઈ જાય છે.
(૧૭) જ્ઞાનની પર્યાયમાં આમ યથાર્થ નિર્ણય થતાં શ્રધ્ધાની પર્યાય નિઃશંક થઈને સમકાલીન અંતર્મુખ પરિણમી જાય છે. શ્રધ્ધા ગુણ જાણતો નથી, જ્ઞાન સ્વ-પર બંનેને જાણે છે. (૧૮) સમયે-સમયે જ્ઞાનાકારો રચાય છે. એ કેવા છે? બહાર જેવા જ્ઞેયો છે એવા જ જ્ઞાનાકારો છે એટલે કે જાણવું થાય છે.
(૧૯) સ્વચ્છતામાં પ્રતિભાસેલા અનંત જ્ઞેયાકારો છે એવા જ જ્ઞાનાકારો જ્ઞાનની પર્યાયમાં સ્વયં પોતાથી પ્રગટે છે ત્યારે પરને જાણ્યું એવું વ્યવહારથી કથન કરવામાં આવે છે. લોકાલોક જણાય છે એમ કહેવું એ પણ વ્યવહારનું કથન છે.
(૨૦) જાણન... ! જાણન... ! જાણન... ! જ્ઞાન... ! જ્ઞાન... ! જ્ઞાન... !!
ખરેખર તો જ્ઞાન જ જ્ઞાયકમય છે.
આવો જૈન શાસનનો માર્ગ બહુ સુક્ષ્મ છે.
Jain Education International
For Persol Private Use Only
www.jainelibrary.org