Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 68
________________ તે પાગ (૧૬) સ્વરૂપના નિર્ણયમાં રુચિનું વલણ (૧) ચૈતન્ય અને સંયોગ બંને સાથે છે. સંયોગ પડખાથી ચૈતન્યનું પડખું ભિન્ન છે. રાગાદિ તે પણ ચૈતન્યનું પડખું નથી, પણ સંયોગનું પડખું છે. | (૨) જો સંયોગની અપેક્ષા છોડીને એકલા ચૈતન્યને લક્ષમાં લ્યો તો તે પરિપૂર્ણ જ છે, તેમાં રાગાદિ-વિકાર નથી. (૩) આત્માનો માર્ગ એકલા આત્મા સાથે જ સંબંધ રાખે છે. એકલો આત્મા એટલો પરિપૂર્ણ આત્મા. ચૈતન્ય-પડખાંને ચૂકીને જે સંયોગની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં લીન થઈ જાય છે તેને સંયોગની જ રુચિ છે, પણ આત્માના ચૈતન્ય સ્વરૂપની રુચિ નથી. (૫) હું પરનું કરી શકું અને સંયોગ અનુકૂળ હોય તો મને ઠીક પડે એવી માન્યતા તે જ સંયોગની લીનતા અને ચૈતન્યની અરુચિ છે. (૬) પ્રતિકૂળતા વખતે ચૈતન્યને ચૂકીને જેને અંતરંગમાં અણગમો થાય છે તેને અનુકૂળતા વખતે પણ તે સંયોગની જરુચિ છે. . (૭) “અનુકૂળ સંયોગ હો કે પ્રતિકૂળ સંયોગ હો, તે બંનેથી મારું ચૈતન્યસ્વરૂપ ભિન્ન છે અને સંયોગના લક્ષે જે રાગ દ્વેષ થાય તેનાથી પણ મારું ચૈતન્યસ્વરૂપ ભિન્ન છે. મારું ચૈતન્ય સ્વરૂપ પરનું તો કાંઈ કરે નહિ અને રાગદ્વેષ કરવાનો પણ તેનો સ્વભાવ નથી”. આમ જેને ભિન્ન ચૈતન્ય સ્વભાવનું ભાન હોય તે કોઈપણ સંયોગોમાં, ચૈતન્યને ચૂકીને સંયોગોમાં લીન ન થાય. (૮) પર્યાયમાં ક્ષણિક રાગ દ્વેષ હોવા છતાં રુચિનું વલણ કઈ બાજુ છે તેની અહીં વાત છે. રુચિ અનુયાયી વયી રુચિના અનુસાર ધર્મ કે અધર્મ થાય છે. રુચિ સ્વ તરફ વળે તે ધર્મ છે. પર તરફ વળે તે અધર્મ છે. (૯) આત્મા જ્ઞાનસ્વરૂપ છે, રાગ દ્વેષ તેનો સ્વભાવ નથી.' પર્યાયમાં જે રાગાદિભાવો થાય છે તે તે સમયની યોગ્યતા પ્રમાણે થાય છે અને તે આત્માનો સ્વભાવ નથી. (૧૦) એક એમ વિચારે છે કે “અત્યારે પર્યાયમાં રાગ દ્વેષ હોય છતાં હું ચૈતન્ય સ્વરૂપ જ છું, રાગ દેષ મારું સ્વરૂપ નથી. અત્યારે નબળાઈને લીધે પર્યાયમાં રાગ દ્વેષ થાય છે પણ મારું સ્વરૂપ તેનાથી ભિન્ન છે, એવી ચૈતન્યની જાગૃતિ હું ભૂલ્યો નથી.’ (૧૧) બીજો એમ માને છે કે, “અત્યારે આ રાગ દ્વેષ કરવા જેવા છે, મારા છે એટલે રાગ દ્વેષ આત્માનું સ્વરૂપ છે. પોતાના સત્ સ્વરૂપને એ ભૂલી જાય છે. (૧૨) ત્યાં હવે વાસ્તવિક રીતે જોઈએ તો બંનેને પર્યાયમાં રાગ દ્વેષ હોવા છતાં એક રાગ વેષનો નકાર કરીને ચૈતન્ય સ્વભાવનો સ્વીકાર કરે છે અને બીજો રાગ દ્વેષને પોતાના Lainelibrerg

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94