Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 66
________________ છતાં હોય છે. જેને વિકલ્પપૂર્વક પણ શુધ્ધ આત્માનો નિર્ણય નથી એને તો અંતરમાં જવાના ઠેકાણા જ નથી. માર્ગ આવો છે, ભાઈ! વસ્તુ તો અંતર્મુખ છે; આખી વસ્તુ પર્યાયમાં ક્યાં છે? ત્યાં અંતરમાં દૃષ્ટિ પડે ત્યારે નિર્વિકલ્પ નિર્ણય થાય છે. આવી વાત છે. અંતરદષ્ટિ કરવાથી જેને નિર્વિકલ્પ અનુભવ થયો છે, ભગવાન આનંદના નાથનું જેને સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થયું છે તે જ્ઞાની છે. સ્વ નામ પોતાના સંવેદન એટલે પ્રત્યક્ષ જ્ઞાનના અવલંબનથી (વેદનથી) જેને આત્મા જણાયો છે તે જ્ઞાની છે. જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? કારણ કે જ્ઞાનગુણ, જધન્ય જ્ઞાનગુણને લીધે ફરીને પણ અન્યપણે પરિણમે છે, તેથી તે જ્ઞાનગુણ કર્મનો બંધક કહેવામાં આવ્યો છે. (ગાથાર્થ-ગાથા ૧૭૧). જ્ઞાનગુણનો જ્યાં સુધી જધન્ય ભાવ છે (સાયોપથમિક ભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જધન્ય ભાવે પરિણમન), યથાખ્યાત ચારિત્ર અવસ્થાની નીચે અવસ્થંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું જ કારણ છે. (ટીકા). ભાવાર્થ ક્ષાયોપથમિક જ્ઞાન એક શેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે, પછી અવશ્ય અન્ય શેયને અવલંબે છે, સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે, નિર્વિકલ્પ અનુભવ દશામાં હો-યથાખ્યાત ચારિત્ર અવસ્થા થયાં પહેલાં તેને અવશ્ય રાગભાવનો સદ્ભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જધન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. વિશેષાર્થ:- પોતે આત્મા જ્ઞાનસ્વરૂપ ચિદાનંદ ભગવાન પરમાત્મા છે એવા ભાનપૂર્વક શુધ્ધ ચૈતન્યસ્વરૂપનો જ્ઞાનીને અનુભવ થયો છે પણ અંતરધ્યાનમાં-આત્માના અનુભવની દશામાં તો તે અંતર્મુહૂર્ત જ રહી શકે છે. તેથી વિશેષ રહી શકતો નથી; અને ત્યારે તેને વિકલ્પ ઉઠે છે, ચાહે તે વિકલ્પ વ્રતાદિનો હો કે વિષયકષાયનો હો, પણ રાગ આવે જ છે. જ્ઞાનગુણનું જધન્ય (અલ્પ) પરિણમન હોવાથી અંતર્મુહૂર્ત એટલે ઘડીના અંદરના કાળમાં તેનું વિપરિણમન થાય જ છે, અર્થાત્ રાગનું પરિણમન આવી જ જાય છે. તે માત્ર સ્વભાવ સન્મુખતાનું જેટલું પરિણમન છે તેટલો જ શિવપંથ-મોક્ષમાર્ગ છે. સાધક દશામાં જેટલો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તેટલી જ્ઞાનધારા છે, મુક્તિમાર્ગ છે, જેટલો રાગ છે તે કર્મધારા છે, જરૂર બંધનું કારણ છે. cartonnnternational For Pers Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94